કોર્મશિયલ ખેતી (Commercial Farming)ને કૃષિ વ્યવસાય પણ કહેવામાં આવે છે. એવી ખેતી જેમાં કમાણી કરવાની તકો વધુ હોય તેને કોર્મશિયલ ખેતી અથવા વ્યાપારી ખેતી કહેવાય છે. આ ખેતીમાં પાક કે પશુધનને તે પ્રમાણે ઉગાડવામાં આવે છે અથવા ઉછેરવામાં આવે છે, જેમાં પાછળથી આવક મેળવી શકાય. કોર્મશિયલ ખેતી એ ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે કે પાક અથવા પશુધનને બજારમાં વેચીને નફો મેળવી શકાય છે.
આ પ્રકારની ખેતી માટે મોટી મૂડીની જરૂર પડે છે. મોટા ખેતરોમાં પાક મોટાપાયે ઉગાડવામાં આવે છે. આ માટે આધુનિક ટેકનોલોજી, મશીનરી, સિંચાઈ અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે. કોર્મશિયલ ખેતીની સૌથી મોટી વિશેષતા એ છે કે ખેતીમાં ઉચ્ચ ઉત્પાદકતા માટે શ્રેષ્ઠ ઈનપુટ્સ (ખાતર, બીજ વગેરે)નો ઉપયોગ કરવામાં આવે છે. આ ખર્ચમાં બીજની શ્રેષ્ઠ ગુણવત્તા, ખાતર, જંતુનાશકો, નીંદણ નાશક વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.
કોર્મશિયલ ખેતીમાં એ પાકની ખેતી કરવામાં આવે છે જેની માગ સૌથી વધુ હોય છે. નિકાસ કરી શકાય તેવા પાકની ખેતીનો સમાવેશ થાય છે. આ ઉત્પાદનોનો ઉપયોગ ઉદ્યોગમાં કાચા માલ તરીકે થાય છે અને તેમાંથી ઉચ્ચ ગુણવત્તાની વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. પરંપરાગત અને કોર્મશિયલ ખેતી વચ્ચે કેટલાક વિશિષ્ટ તફાવતો છે, જે નીચે મુજબ સમજી શકાય છે.
પરંપરાગત ખેતી(Subsistence Farming)માં, ખેડૂત એવા પાક ઉગાડે છે જેથી કરીને પરિવારની જરૂરિયાતો સંતોષાય અને આ માટે ઘણા પ્રકારના પાક એક સાથે ઉગાડવામાં આવે છે. કોર્મશિયલ ખેતીમાં એવા પાકો ઉગાડવામાં આવે છે, જેનું વેચાણ કરીને મોટાપાયે કમાણી કરી શકાય છે, જેમાં પશુધનનો સમાવેશ થાય છે. પરંપરાગત ખેતીમાં ઓછી મૂડી અને વધુ મજૂરીની જરૂર પડે છે. બીજી બાજુ કોર્મશિયલ ખેતી માટે વધુ મૂડી અને ઓછા શ્રમની જરૂર પડે છે. તેમાં મશીનથી બધુ કામ થાય છે, જ્યારે પરંપરાગત ખેતીમાં લોકો દ્વારા કામ થાય છે.
પરંપરાગત ખેતી નાની જમીનમાં પણ કરી શકાય છે, પરંતુ કોમર્શિયલ ખેતી માટે ઘણી જમીનની જરૂર પડે છે. પરંપરાગત ખેતીમાં વધુ ઉપજ મેળવવા ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે કોમર્શિયલ ખેતીમાં આધુનિક ટેકનોલોજી, ઉચ્ચ ગુણવત્તાવાળા બિયારણ, ખાતર, જંતુનાશકો, ફૂગનાશક દવાઓ વગેરેનો વધુ ઉપયોગ થાય છે.
પરંપરાગત ખેતી સંપૂર્ણપણે ચોમાસા આધારિત છે અને આ માટે સિંચાઈના સરળ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી વિપરીત, કોમર્શિયલ ખેતીમાં આધુનિક સિંચાઈ પદ્ધતિઓનો સમાવેશ થાય છે જેમ કે ક્યારામાં સિંચાઈ, ટપક સિંચાઈ અને સામાન્ય પદ્ધતિનો સમાવેશ થાય છે.
પરંપરાગત ખેતીમાં ખેતીની જૂની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં હળ-બળદ અને ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે. કોમર્શિયલ ખેતીમાં મશીનોનો ઉપયોગ ખેડાણથી લઈને સિંચાઈ સુધી અને લણણીથી લઈને પરિવહન સુધીની દરેક વસ્તુ માટે થાય છે.
કોમર્શિયલ ખેતીમાં ડેરી, પશુધન, રોકડિયા પાકોની ખેતી, મત્સ્યઉદ્યોગ વગેરેનો સમાવેશ થાય છે. આ કામ એવું છે કે તાત્કાલિક આવક થાય છે. પાક પણ એવી રીતે ઉગાડવામાં આવે છે કે તેને વેચીને તરત જ કમાણી કરી શકાય. મશરૂમ જેવી શાકભાજીની ખેતી આમાં સામેલ છે. માગ પ્રમાણે ખેતી કરવાથી મોટી આવક થાય છે. માછીમારી પહેલા હોટલ વગેરે પાસેથી ઓર્ડર લઈને ઉત્પાદન શરૂ કરવું વધુ ફાયદાકારક છે. કોમર્શિયલ ખેતીમાં બમ્પર ઉત્પાદન લેવાનો અર્થ છે બમ્પર નફો.
બજાર સાથે સંપર્કમાં રહીએ તો ઉપજની સારી કિંમત મળે છે. મોસમી ફળો અને શાકભાજીની ખેતી કરીને વ્યક્તિ એકસાથે કમાણી કરી શકે છે. આજકાલ ઓર્ગેનિક ખેતીનો ટ્રેન્ડ છે, જેમાં ઘણો નફો થાય છે. જો સજીવ ખેતી મોટાપાયે કરવામાં આવે તો કમાણી કરવાની સંભાવના ઘણી વધારે છે.
આ પણ વાંચો: Precision farming: નવા યુગની આધુનિક પદ્ધતિ પ્રિસિઝન ફાર્મિંગ, આ ખેતીમાં ખેડૂતોને થાય છે મહત્તમ નફો
આ પણ વાંચો: શખ્સનો દેશી જુગાડનો Viral વીડિયો જોઈ યુઝર્સે કહ્યું ‘નેક્સટ લેવલની ક્રિએટીવિટી’