June Month Crop: જૂન મહિનામાં વાવો આ શાકભાજી, લાંબા સમય સુધી થશે મોટી કમાણી

આજે અમે તમને એવા શાકભાજી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ખૂબ જ ઓછા સમયમાં તૈયાર કરી શકાય છે. આ ઉપરાંત તેની ખેતી કરીને ખેડૂતો આગામી ત્રણથી ચાર મહિના સુધી બમ્પર કમાણી કરી શકે છે. તો ચાલો તેમના પર એક નજર કરીએ.

June Month Crop: જૂન મહિનામાં વાવો આ શાકભાજી, લાંબા સમય સુધી થશે મોટી કમાણી
Vegetable to plant in June
| Edited By: | Updated on: May 23, 2023 | 10:39 AM

મે મહિનો પુરો થવામાં હવે થોડા દિવસો રહ્યા છે. સાથે જ જૂનના પહેલા સપ્તાહમાં ચોમાસું પણ દસ્તક આપી શકે છે. આવી સ્થિતિમાં ખેડૂતો જૂન મહિનામાં અનેક પાકની વાવણી કરી શકે છે. કારણ કે જૂનમાં તાપમાન પણ નીચું રહેશે અને વરસાદ પણ પૂરતા પ્રમાણમાં ચાલુ રહેશે. આજે અમે તમને એવા શાકભાજી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ખૂબ જ ઓછા સમયમાં તૈયાર કરી શકાય છે. આ ઉપરાંત તેની ખેતી કરીને ખેડૂતો આગામી ત્રણથી ચાર મહિના સુધી બમ્પર કમાણી કરી શકે છે. તો ચાલો તેમના પર એક નજર કરીએ.

આ પણ વાંચો: Adani Group Stocks : ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં સતત બીજા દિવસે જબરદસ્ત ઉછાળો, અદાણી એન્ટરપ્રાઇઝમાં 15%ની તેજી

વેલાવાળા પાક

ખેડૂતો જુન મહિનામાં કારેલા, ગલકા, દુધી, તુરિયા અને કઠોળની વાવણી કરી શકે છે. આ વેલાવાળા પાકો વરસાદની મોસમમાં વધુ ઉત્પાદન આપે છે. તેમજ રોગોથી મુક્ત રહે છે. જો યોગ્ય રીતે કાળજી લેવામાં આવે તો, કારેલા, ગલકા, દુધી, તુરિયા અને કઠોળ 30 થી 40 દિવસમાં તૈયાર થઈ જાય છે. ત્યારે તેમાથી ચારથી પાંચ મહિના સુધી ઉત્પાદન લઈ શકાય છે. જેના કારણે ખેડૂતોને સારી આવક મળી શકે છે.

મેથી, પાલક અને કોથમીર

આ શાકભાજીની ગણતરી રોકડીયા પાકોમાં થાય છે. તમે આ શાકભાજી પાકો 15મી જૂનની આસપાસ વાવી શકો છો. આને ચોમાસાના વરસાદના બે અઠવાડિયા પહેલા અથવા બે અઠવાડિયા પછી ખેતરોમાં રોપવામાં આવે છે. આ ત્રણેય શાકભાજી ખૂબ ઓછા સમયમાં તૈયાર થાય છે. વરસાદની મોસમમાં બજારમાં તેમની કિંમત પણ સામાન્ય કરતાં વધુ હોય છે. આવી સ્થિતિમાં ખેડૂતો જૂન મહિનામાં મેથી, પાલક અને ધાણા ઉગાડીને સારી આવક મેળવી શકે છે.

ભીંડા, કાકડી અને ડુંગળીની ખેતી

જૂન અને જુલાઈ મહિનામાં ખેડૂતો ભીંડા અને કાકડીના પાકનું વાવેતર કરીને સારી કમાણી કરી શકે છે. ઓગસ્ટથી તેનું ઉત્પાદન શરૂ થાય છે. જે ઑક્ટોબરથી નવેમ્બર મહિના સુધી મળે છે. આ શાકભાજીના ભાવ બજારમાં હંમેશા યોગ્ય હોય છે. આ સિવાય બજારમાં ડુંગળીના ભાવમાં હંમેશા વધઘટ જોવા મળે છે. આવી સ્થિતિમાં ખેડૂતો જૂન મહિનામાં ડુંગળીની ખેતી કરીને સારો નફો મેળવી શકે છે. વાવણી પછી ડુંગળી તૈયાર થવામાં 30 થી 40 દિવસ લાગે છે. તે પછી ઉત્પાદન સાથે કમાણી શરૂ થાય છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો