પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Sanman Nidhi Yojana) કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજનાઓમાંની એક છે. આ અંતર્ગત સરકાર ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપે છે. ખેડૂતોને અત્યાર સુધીમાં PM કિસાન યોજનાના કુલ 9 હપ્તા મળ્યા છે અને હવે દસમાં હપ્તાની રાહ જોવાઈ રહી છે. PM કિસાન યોજના હેઠળ દેશભરના ખેડૂતોને જલ્દી જ 10મો હપ્તો મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આવતા મહિને 15 ડિસેમ્બર સુધીમાં સરકાર ખેડૂતોના બેંક ખાતામા બે હજાર રૂપિયાનો 10મો હપ્તો મોકલી શકે છે.
પીએમ કિસાન યોજના હેઠળ જે ખેડૂત પરિવારને છ હજાર રૂપિયા આપવામાં આવે છે. સરકારે તેમના માટે ઘણા નિયમો પણ બનાવ્યા છે. ઘણી વખત પ્રશ્ન થાય છે કે શું પતિ-પત્ની બંને પીએમ કિસાન યોજના હેઠળ છ હજાર રૂપિયા લેવાને પાત્ર છે ? તો જવાબ છે ના. વાસ્તવમાં એક પરિવારમાં માત્ર એક જ વ્યક્તિ પીએમ કિસાન યોજનાનનો લાભ લઈ શકે છે. 6 હજાર રૂપિયા પતિ કે પત્ની બંનેમાંથી એકને આપવામાં આવશે.
સરકારે આ યોજના માટે પરિવારની વ્યાખ્યા કરી છે. આ હેઠળ પતિ, પત્ની અને સગીર બાળકો છે. રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન એવા ખેડૂત પરિવારોને ઓળખે છે જેઓ યોજનાની માર્ગદર્શિકા અનુસાર સહાય માટે પાત્ર છે. રકમ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
આ સિવાય જો કોઈ વ્યક્તિ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરે છે તો તેને પણ આ સ્કીમનો લાભ મળી શકશે નહીં. નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોની આવક વધારવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM કિસાન) યોજના શરૂ કરવામાં આવી હતી. ડિજિટલ ઈન્ડિયા પહેલ સાથે મળીને આ યોજનાથી દેશના લગભગ 12 કરોડ ખેડૂતોને ફાયદો થયો છે.
પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in છે. આના દ્વારા તમને આ સ્કીમ સંબંધિત દરેક માહિતી મળશે. તમારા ખાતામાં છેલ્લો હપ્તો ક્યારે આવ્યો અને કયા બેંક ખાતામાં જમા થયો તે પણ જાણી શકાશે.
તમને જણાવી દઈએ કે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરવા અને ઉત્પાદન વધારવામાં મદદ કરવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા 01 ડિસેમ્બર 2018માં પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ વર્ષમાં ત્રણ વખત 2-2 હજાર રૂપિયાના હપ્તા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
2 હેક્ટર અથવા તેનાથી ઓછી જમીન ધરાવતા ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજના હેઠળ પસંદ કરેલા ખેડૂતોને 5 વર્ષ માટે વાર્ષિક રૂ 6000 (2000-2000ના ત્રણ હપ્તામાં) આપવાની જોગવાઈ છે. આ હેઠળ પૈસા સીધા લાભાર્થીના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે.
આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહનું યુવાનોને આહ્વાન, કૃષિ સ્ટાર્ટઅપ થકી બનાવો ઉજ્જવળ ભવિષ્ય
આ પણ વાંચો: Edible Oil Price: ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો, સરકારે કહ્યું-20 રૂપિયા પ્રતિ કિલો સુધી ઘટ્યા ભાવ