દેશમાં તમામ લીલા શાકભાજીના ભાવમાં (Vegetables Price) વધારો થયો છે. તેમાં પણ જો ટામેટાની (Tomato) વાત કરવામાં આવે તો તેના ભાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યા. મોંઘવારી વધવાનું એક કારણ ટામેટાના ભાવ પણ છે. ખાવા-પીવાની એક વસ્તુ સસ્તી થાય છે તો બીજી વસ્તુ મોંઘી થાય છે. તેલંગાણાના આદિલાબાદ જિલ્લામાં ટામેટાના ભાવમાં ઘટાડા બાદ ફરી એકવાર 100% નો વધારો નોંધાયો છે. અહીં ટામેટાનો ભાવ 20 રૂપિયા થયો છે.
એક સપ્તાહ પહેલા અદિલાબાદના રાયથુ માર્કેટમાં એક કિલો ટામેટા 100 રૂપિયામાં વેચાતા હતા. પરંતુ 7 દિવસ પછી તેની કિંમત બમણી થઈ ગઈ. રાયથુ માર્કેટમાં એક કિલો ટામેટાની કિંમત 200 રૂપિયા થઈ છે. જેના કારણે સામાન્ય જનતાનું બજેટ ફરી એકવાર બગડ્યું છે. આદિલાબાદ જિલ્લામાં દરરોજ લગભગ 50 ટન ટામેટાનો વપરાશ થતો હતો. પરંતુ, ભાવ વધારાના કારણે વપરાશમાં ઘટાડો થયો છે.
લોકો શાક બનાવવા તેમજ સલાડ અને કરી બનાવવા માટે ટામેટાનો ઉપયોગ કરે છે. મોંઘવારી વધવાના કારણે લોકો ટામેટાનો ઓછો ઉપયોગ કરે છે. સાથે જ એવા અનેક પરિવારો છે જેમણે ભાવ વધારા બાદ ટામેટાની ખરીદી બંધ કરી દીધી છે. તેઓ ટામેટાના બદલે દહીં અને આમલીનો ઉપયોગ કરી રહ્યા છે.
અદિલાબાદ જિલ્લામાં લગભગ 20,000 એકરમાં ટામેટાની ખેતી થાય છે. પરંતુ, યોગ્ય ભાવ ન મળવાને કારણે તેનો વિસ્તાર ઘટી રહ્યો છે. જિલ્લામાં ઉત્પાદિત થતા ટામેટા સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં બજારમાં પહોંચી જાય છે. ત્યારે તેનો ભાવ 20 થી 30 રૂપિયા પ્રતિ કિલો હોય છે. ત્યારબાદ જો અન્ય રાજ્યોમાંથી ટામેટાનો પુરવઠો આવે તો ભાવમાં વધુ ઘટાડો થાય છે.
આ પણ વાંચો : Ginger Farming: જુલાઈ-ઓગસ્ટ મહિનામાં આદુની આ જાતોની વાવણી કરો, ખેડૂતોને મળશે બમ્પર ઉત્પાદન
મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાંથી સમગ્ર દેશમાં ટામેટાની સપ્લાય કરવામાં આવી રહી છે. દેશના ઘણા ખેડૂતો ટામેટા વેચીને કરોડપતિ બની ગયા છે. અત્યારે ઘણા રાજ્યોમાં 25 કિલો ટામેટાની કિંમત 2,500-3,000 રૂપિયા છે. હવે, જથ્થાબંધ વેપારીઓ તે રાજ્યોમાંથી ટામેટા ખરીદી રહ્યા છે અને 25 કિલો રૂ.3500-4000માં વેચી રહ્યા છે. જોકે આગામી દિવસોમાં ભાવ ઘટશે તેવી લોકોને આશા છે.