Tomato Price: ટામેટાના ભાવે અહીં રેકોર્ડ તોડ્યો, 7 અઠવાડિયામાં વધ્યા 7 ગણા ભાવ

|

Jul 25, 2023 | 11:27 AM

અતિવૃષ્ટિ અને પાકની અછતના કારણે ઘણી આવશ્યક શાકભાજી સિવાય ટામેટાના ભાવ જૂનથી સતત વધી રહ્યા છે. જૂનમાં ટામેટાના ભાવ 13 જૂનના રોજ 30 રૂપિયા પ્રતિ કિલોના નિયમિત ભાવથી લગભગ બમણા થઈને 50-60 રૂપિયા થઈ ગયા હતા

Tomato Price: ટામેટાના ભાવે અહીં રેકોર્ડ તોડ્યો, 7 અઠવાડિયામાં વધ્યા 7 ગણા ભાવ
Tomato Price

Follow us on

દેશમાં ભારે વરસાદના કારણે તમામ પ્રકારના લીલા શાકભાજીના ભાવ (Vegetables Price) આસમાને છે. તેમાં પણ જો ટામેટાની (Tomato) વાત કરવામાં આવેએ તો તેના ભાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યા. મોંઘવારી વધવાનું એક કારણ ટામેટાના ભાવ પણ છે. સામાન્ય લોકોના રસોડામાંથી હવે ટામેટા ગાયબ થયા છે. કન્ઝ્યુમર અફેર્સ ડેટા અનુસાર, 23 જુલાઈએ દેશમાં ટામેટાની મહત્તમ કિંમત 200 રૂપિયાની નીચે આવી ગઈ હતી.

મુંબઈમાં ટામેટાના ભાવ 200 રૂપિયાના રેકોર્ડ સ્તરે

જો મુંબઈની વાત કરીએ તો ટામેટાની છૂટક કિંમત 160 રૂપિયા પ્રતિ કિલો હતી, પરંતુ સપ્તાહના અંતે ટામેટાના છૂટક ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. મુંબઈમાં ટામેટાના ભાવ 200 રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. ભાવમાં થયેલા વધારાને લીધે લોકોએ ખરીદી ઓછી કરી છે અને તેનું વેચાણ અત્યાર સુધીના નીચા સ્તરે આવી ગયું છે.

13 જૂનના રોજ 30 રૂપિયા પ્રતિ કિલો ભાવ

અતિવૃષ્ટિ અને પાકની અછતના કારણે ઘણી આવશ્યક શાકભાજી સિવાય ટામેટાના ભાવ જૂનથી સતત વધી રહ્યા છે. જૂનમાં ટામેટાના ભાવ 13 જૂનના રોજ 30 રૂપિયા પ્રતિ કિલોના નિયમિત ભાવથી લગભગ બમણા થઈને 50-60 રૂપિયા થઈ ગયા હતા અને જૂનના અંત સુધીમાં 100 રૂપિયાને પાર થયા હતા. 3 જુલાઈના રોજ તેને 160 રૂપિયાનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારબાદ તેનો ભાવ 200 રૂપિયાનો પાર પહોચ્યો હતો.

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

આ પણ વાંચો : Tomato Price: ટ્રક પલટી જવાથી 15 લાખ રૂપિયાના ટામેટા રસ્તા પર પડ્યા, પોલીસે આપી ખાસ સિક્યોરિટી

TOIના અહેવાલ મુજબ, APMC વાશીના ડિરેક્ટર શંકર પિંગલેના જણાવ્યા અનુસાર, ટામેટાનો જથ્થાબંધ ભાવ 80 રૂપિયા અને 100 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે છે. જો કે, લોનાવાલા ભૂસ્ખલનની ઘટના, ટ્રાફિક જામ અને ડાયવર્ઝનને પગલે વાશી માર્કેટમાં પુરવઠાની તંગી સર્જાઈ, જેના કારણે ભાવમાં વધારો થયો હતો. તેમણે કહ્યું કે, થોડા દિવસ બાદ ટામેટાની સપ્લાય ફરી શરૂ થઈ જશે.

ટામેટાના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો

વાશીના અન્ય વેપારી સચિન શિતોલેએ ખુલાસો કર્યો કે ટામેટા 110 થી 120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. દાદર માર્કેટના વિક્રેતાએ જણાવ્યું કે, જથ્થાબંધ ભાવ 160 થી 180 રૂપિયા પ્રતિ કિલો છે. ખાર માર્કેટ, પાલી માર્કેટ, બાંદ્રા, માટુંગા, ચાર બંગલા, અંધેરી, મલાડ, પરેલ, ઘાટકોપર અને ભાયખલામાં વિવિધ વિક્રેતાઓએ ટામેટાના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવ દર્શાવ્યા હતા, જ્યારે કેટલાક વેપારીઓ 180 રૂપિયાના ભાવે વેચી રહ્યા છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article