Gulkhaira Farming: દવાઓ બનાવવા માટે થાય છે આ છોડનો ઉપયોગ, ગુલખૈરાની ખેતીથી થોડા સમયમાં જ મેળવી શકાય છે સારો નફો

|

Apr 24, 2022 | 9:06 AM

Gulkhaira Cultivation: ગુલખેરાનો ઉપયોગ ઘણી દવાઓ માટે થાય છે. આ ફૂલ ખેડૂતો (Farmers) માટે નફાકારક સોદો છે કારણ કે આ છોડના ફૂલના પાંદડા, દાંડી અને બીજ બજારમાં સારા ભાવે વેચાય છે. આવી સ્થિતિમાં ખેડૂતો આ ફૂલની ખેતી કરીને સરળતાથી બમણો નફો મેળવી શકે છે.

Gulkhaira Farming: દવાઓ બનાવવા માટે થાય છે આ છોડનો ઉપયોગ, ગુલખૈરાની ખેતીથી થોડા સમયમાં જ મેળવી શકાય છે સારો નફો
Gulkhaira Cultivation (File Photo)

Follow us on

પરંપરાગત ખેતીમાં સતત નુકશાન અને વધતા ખર્ચને કારણે ખેડૂતો હવે અન્ય ખેતી તરફ વળ્યા છે. આ અંતર્ગત હવે ઘણા ખેડૂતોએ ઔષધીય છોડ ગુલખૈરાની ખેતી (Gulkhaira Cultivation)શરૂ કરી છે. ગુલખૈરાને ગુલ-એ-ખૈરા પણ કહેવાય છે. તેની ખાસ વાત એ છે કે તમે તેને કોઈપણ પાકની વચ્ચે લગાવીને સારો નફો કમાઈ શકો છો. ગુલખેરાનો ઉપયોગ ઘણી દવાઓ માટે થાય છે. આ ફૂલ ખેડૂતો માટે નફાકારક સોદો છે કારણ કે આ છોડના ફૂલના પાંદડા, દાંડી અને બીજ બજારમાં સારા ભાવે વેચાય છે. આવી સ્થિતિમાં ખેડૂતો આ ફૂલની ખેતી કરીને સરળતાથી બમણો નફો મેળવી શકે છે.

જણાવી દઈએ કે બજારમાં ગુલખૈરા 10 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી વેચાય છે, એક વીઘામાં પાંચ ક્વિન્ટલ સુધીના ગુલખૈરા નીકળે છે, આવા એક વીઘામાં 50 થી 60 હજાર રૂપિયા સરળતાથી મળી જાય છે. આ મુજબ, એક એકરમાં લગભગ 15 ક્વિન્ટલ ગુલખૈરા હોય છે, જે લગભગ 1.50 લાખ રૂપિયામાં વેચાય છે.

ગુલખૈરાના ફૂલો, પાંદડા અને દાંડીનો ઉપયોગ યુનાની દવાઓ બનાવવામાં પણ થાય છે. આ ફૂલનો ઉપયોગ પુરુષો માટે શક્તિવર્ધન દવાઓમાં પણ થાય છે. આ સિવાય આ ફૂલમાંથી બનેલી દવાઓ તાવ, ઉધરસ અને અનેક બીમારીઓ સામે ઘણી અસરકારક સાબિત થાય છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

આ છોડની ખેતી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં મોટા પાયે થાય છે. ધીરે ધીરે તેની ખેતી ભારતમાં પણ શરૂ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશમાં, ઘણા રાજ્યોમાં, ખેડૂતો મોટા પાયે તેની ખેતી શરૂ કરીને સારો નફો કમાઈ રહ્યા છે. કન્નૌજ અને હરદોઈ જેવા વિસ્તારોમાં ખેડૂતો મોટા પાયે તેની ખેતી કરતા જોવા મળે છે. અત્યારના સમયમાં પોલી હાઉસમાં કોઈ પણ છોડની ખેતી કરવી શક્ય છે જેમાં છોડને અનૂકુળ હવામાન અને યોગ્ય પ્રમાણમાં સિંચાઈ અને ખાતર દ્વારા ખેતી કરી શકાય છે.

આ પણ વાંચો: Success Story: મર્ચન્ટ નેવીમાંથી રિટાયર થયા બાદ શરૂ કરી ખેતી, પોલીહાઉસમાં કાકડી અને ટામેટાના પાક દ્વારા કરી લાખોની કમાણી

આ પણ વાંચો: Tech News: હવે Google Play Store પર નહીં મળે Call Recording એપ્સ, પરંતુ હજુ પણ તેનો ઉપાય છે ઉપલબ્ધ!

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article