Mahogany Farming Profit: ભારત એક કૃષિપ્રધાન દેશ છે. દેશની લગભગ 58% વસ્તી માટે આજીવિકાનો પ્રાથમિક સ્ત્રોત કૃષિ છે. પરંતુ તેમ છતાં ખેડૂતો(Farmers)ની આર્થિક સ્થિતિ સારી નથી. દર વર્ષે હવામાન, પૂર કે અન્ય કોઈ કારણોસર લાખો ખેડૂતોનો પાક બરબાદ થઈ જાય છે અને જે પાક બચે છે તેને બજારમાં યોગ્ય ભાવ મળતો નથી. જેના કારણે ખેડૂત હંમેશા પરેશાન રહે છે.
ખેડૂતો માટે ખેતીની આવી ઘણી પદ્ધતિઓ છે, જેની મદદથી તેઓ લાખો અને કરોડો રૂપિયાની કમાણી કરી શકે છે. મહોગનીની ખેતી એ એક અવો જ વ્યવસાયિક આઈડિયા છે. આ વૃક્ષ વાવીને ખેડૂતો કરોડપતિ બની શકે છે. જો એક એકર જમીનમાં 100 થી વધુ મહોગની વૃક્ષો વાવવામાં આવે તો તમે માત્ર 12 વર્ષમાં કરોડપતિ બની શકો છો.
એક વીઘામાં તેના વાવેતરનો ખર્ચ 40-50 હજાર રૂપિયા આવે છે. એક મહોગનીનું ઝાડ 20 થી 30 હજારમાં વેચાય છે. આવી સ્થિતિમાં તમે તમારા ખેતરમાં મોટા પાયે ખેતી કરીને કરોડો રૂપિયાની કમાણી કરી શકો છો. માત્ર તેની કિંમત જ નહીં, પરંતુ આ વૃક્ષમાં ઔષધીય ગુણો પણ છે અને તેનું લાકડું અનેક રીતે ઉપયોગી છે.
સારા નિતારવાળી કાળી, ગોરાડુ, મધ્યમ ભાસ્મિક અથવા ખડકાળ જમીનમાં આ વૃક્ષની ખેતી કરી શકાય છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં મહોગનીના વાવેતર (Mahogany Farming In Gujarat) માટે સાનુકૂળ જમીન અને વાતાવરણ ઉપલબ્ધ છે.
મહોગની લાકડું મજબૂત અને લાંબા સમય સુધી સારુ રહેતુ લાકડું છે. મહોગની લાકડું બજારમાં ખૂબ મોંઘા ભાવમાં વેચાય છે. આ લાકડું લાલ અને ભૂરા રંગનું હોય છે. પાણીની પણ તેના પર કોઈ અસર થતી નથી. આ વૃક્ષ 50 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનને સહન કરવાની ક્ષમતા ધરાવે છે અને પાણી ન હોવા છતાં પણ તે વધતું રહે છે.
મહોગની લાકડાનો ફર્નિચર અને બંદૂકમાં ઉપયોગ થાય છે. આ ઉપરાંત તેમાંથી બોટ પણ બનાવવામાં આવે છે. તે તબીબી હેતુઓ માટે પણ ખૂબ મૂલ્યવાન માનવામાં આવે છે. તેના પાનનો ઉપયોગ મુખ્યત્વે કેન્સર, બ્લડપ્રેશર, અસ્થમા, શરદી અને ડાયાબિટીસ સહિત અનેક પ્રકારના રોગોમાં થાય છે.
આ સિવાય તેના પાંદડા અને બીજના તેલનો ઉપયોગ મચ્છર ભગાડતી દવાઓ અને જંતુનાશક બનાવવામાં થાય છે. તેના તેલનો ઉપયોગ કરીને સાબુ, પેઇન્ટ, વાર્નિશ અને અનેક પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે.
મહોગની પ્લાન્ટ પાંચ વર્ષમાં એકવાર બીજ આપે છે. એક છોડમાંથી પાંચ કિલો સુધી બીજ મેળવી શકાય છે. તેના બીજની કિંમત ઘણી વધારે છે અને તે એક હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાય છે. ત્યારે તેનું લાકડું હોલસેલમાં ઓછામાં ઓછા બે હજારથી 2200 રૂપિયા પ્રતિ ઘનફૂટમાં વેચાય છે.
પ્લાન્ટ લવર તરીકે જાણીતા ચક્રધરપુરના ચંદ્રશેખર પ્રધાને મહોગનીના વૃક્ષો વાવીને કરોડોની કમાણી કરી છે. ચંદ્રશેખર પ્રધાન માય ફ્યુચર લાઈફ સંસ્થામાં જોડાઈને સારી આવક માટે ખેડૂતોને મહોગનીના વૃક્ષો વાવવાની તાલીમ આપી રહ્યા છે. સંગઠન દ્વારા પશ્ચિમ અને પૂર્વ સિંઘભૂમ જિલ્લામાં અત્યાર સુધીમાં 42 હજાર મહોગની વૃક્ષો વાવવામાં આવ્યા છે. આનાથી તેમને ખૂબ સારી આવક થઈ.
આ પણ વાંચો: બવ કરી! 11 વખત વેક્સિન લઈ કાકા 12 મી વખત ગયા લેવા, લોકોએ કહ્યું શરીરમાં લોહી નહી વેક્સિન જ વેક્સિન છે