IFFCOના નવા પ્રમુખ દિલીપ સંઘાણી ‘સહકારથી સમુદ્ધિ’ પર કરશે કામ, ખેડૂતોની આવક કરાશે બમણી

|

Jan 20, 2022 | 11:27 AM

IFFCOના નવા પ્રમુખ દિલીપ સંઘાણી અનુસાર તેઓ 'સહકાર સે સમૃદ્ધિ'ના સરકારના લક્ષ્યને હાંસલ કરવા માટે કામ કરશે. સંઘાણીને બુધવારે વિશ્વની સૌથી મોટી સહકારી સમિતિઓમાંની એક IFFCOના નવા અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

IFFCOના નવા પ્રમુખ દિલીપ સંઘાણી સહકારથી સમુદ્ધિ પર કરશે કામ, ખેડૂતોની આવક કરાશે બમણી
Dilip Sanghani elected new president of IFFCO (PC:aajtak)

Follow us on

ખેડૂતો માટે વ્યાજબી ભાવે ખાતર (Fertilizer)બનાવવા માટે IFFCO વિશ્વની સૌથી મોટી સહકારી મંડળી (Co-Operative Society)છે. IFFCO દેશની સૌથી મોટી ખાતર ઉત્પાદક કંપની છે. IFFCOના નવા પ્રમુખ દિલીપ સંઘાણી અનુસાર તેઓ ‘સહકાર સે સમૃદ્ધિ’ના સરકારના લક્ષ્યને હાંસલ કરવા માટે કામ કરશે. સંઘાણીને બુધવારે વિશ્વની સૌથી મોટી સહકારી સમિતિઓમાંની એક IFFCOના નવા અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

ખેડૂતોની આવક કરાશે બમણી

IFFCOના 17મા પ્રમુખ તરીકે ચૂંટાયેલા સંઘાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે IFFCO ખેડૂતો અને સહકારી સંસ્થાઓના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સહકાર સે સમૃદ્ધિ’ના વિઝનને અનુસરીને ખેડૂતો માટે કામ કરવાનું ચાલુ રાખશે. સંઘાણી અગાઉ IFFCOના ઉપપ્રમુખ હતા. 11 ઑક્ટોબર 2021 ના ​​રોજ IFFCO ના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બલવિંદર સિંહ નિકાઈના અવસાન પછી, પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી અને તેના માટે સંઘાણીની પસંદગી કરવામાં આવી હતી.

આ પ્રસંગે IFFCOના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ઉદય શંકર અવસ્થીએ જણાવ્યું હતું કે IFFCO આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર કૃષિ દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના PM મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે કામ કરી રહી છે. સંઘાણી ગુજરાતના વતની છે અને સહકારી ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ ગુજરાત સરકારમાં કૃષિ, સહકાર, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌપાલન, જેલ, ઉત્પાદન કાયદો અને ન્યાય, કાયદાકીય અને સંસદીય બાબતોના મંત્રી પણ રહી ચુક્યા છે. આવી સ્થિતિમાં IFFCOને તેમના અનુભવનો લાભ મળશે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

IFFCO ખેડૂતો માટે કામ કરે છે

IFFCO ભારતીય ખેડૂતોને વાજબી ભાવે ખાતર આપે છે. દેશના યુરિયા માર્કેટમાં તેનો હિસ્સો લગભગ 30% છે. તે દેશની સૌથી મોટી ખાતર બનાવતી કંપની છે. આ સમિતિ 1970ના દાયકાની હરિયાળી ક્રાંતિથી લઈને 2000ના દાયકામાં ગ્રામીણ મોબાઈલ સંચાર ક્રાંતિ સુધી ખેડૂતોને મદદ કરી રહી છે.

આ પણ વાંચો: ખેડૂતોની આવક વધારવા માટે આ બજેટમાં થઈ શકે છે મોટી જાહેરાત, સરકાર પ્રોત્સાહન આપવા પર કરી રહી છે વિચાર

આ પણ વાંચો: મુંબઈમાં 1500 રૂપિયામાં કોરોના વેક્સિનેશનના ફેક સર્ટિફિકેટ કૌભાંડનો પર્દાફાશ, 2 આરોપીની ધરપકડ

આ પણ વાંચો: Smartphone Tips And Tricks: મોબાઈલ ડેટાના વધુ પડતા વપરાશથી પરેશાન છો, તો આ ચાર સેટિંગ્સ બદલો

Next Article