Alphonso Mango Price: બજારમાં આવવા લાગી સૌથી મોંઘી કેરી, એક ડઝન હાફુસ કેરીનો આટલો છે ભાવ

|

Mar 27, 2022 | 3:32 PM

સિઝનની શરૂઆતથી અનેક અવરોધોને પાર કર્યા બાદ હવે કેરી સ્થાનિક બજારમાં પહોંચી છે. અગાઉ હાફુસ કેરી મુખ્ય બજારમાં જ પહોંચતી હતી પરંતુ હવે આ કેરીનું આગમન રત્નાગીરી જિલ્લાના પાવાસ, ગણેશગુલે અને ગણપતિપુલે જેવા તમામ સ્થાનિક બજારોમાં શરૂ થઈ ગયું છે.

Alphonso Mango Price: બજારમાં આવવા લાગી સૌથી મોંઘી કેરી, એક ડઝન હાફુસ કેરીનો આટલો છે ભાવ
Alphonso Mango (File Photo)

Follow us on

કેરી એ ફળોનો રાજા છે અને આલ્ફોન્સો (Alphonso Mango)એટલે કે હાફુસ કેરીઓમાં વિશેષ છે. તેથી જ લોકો તેની આતુરતાથી રાહ જુએ છે. આ રાહ હવે પૂરી થઈ છે. સિઝનની શરૂઆતથી અનેક અવરોધોને પાર કર્યા બાદ હવે કેરી સ્થાનિક બજારમાં પહોંચી છે. અગાઉ હાફુસ કેરી મુખ્ય બજારમાં જ પહોંચતી હતી પરંતુ હવે આ કેરીનું આગમન રત્નાગીરી જિલ્લાના પાવાસ, ગણેશગુલે અને ગણપતિપુલે જેવા તમામ સ્થાનિક બજારોમાં શરૂ થઈ ગયું છે. આ વર્ષે નુકસાન છતાં હાફુસ કેરીના ભાવ (Price)યથાવત્ છે. નુકસાન બાદ ભાવ ઘટવાની ધારણા હતી, પરંતુ હાફુસ કેરીએ તેનું મૂલ્ય જાળવી રાખ્યું છે. હાલમાં એક ડઝન હાફુસની કિંમત રૂ.1200 થી રૂ.2000 સુધીની છે.

આ વર્ષે હાફુસ કેરી બજારોમાં મોડી પહોંચી છે. વેપારીઓનું કહેવું છે કે ‘કેરીના ભાવ ઘટતા હજુ સમય લાગશે’. બીજી તરફ, વાશી એપીએમસી, નવી મુંબઈના ફ્રૂટ ડિરેક્ટર સંજય પાનસરે ટીવી-9 ડિજિટલ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આ વખતે હાફુસ કેરીના 25,000 બોક્સ વાશી મંડીમાં પહોંચી રહ્યા છે. જેની બજાર કિંમત રૂ.1500 થી રૂ.4000 સુધી ચાલી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં રૂ.500 થી 700નો વધારો થયો છે. પાનસરે જણાવ્યું હતું કે એપ્રિલના અંત સુધીમાં ભાવ નીચે આવી શકે છે.

હાફુસ કેરીના ઉત્પાદનમાં ઘટાડો

કેરીના બગીચા ચાલુ સિઝનની શરૂઆતથી જ કમોસમી વરસાદ અને ખરાબ હવામાનની ઝપેટમાં હતા. આથી કેરીનું ઉત્પાદન ઘટી ગયું છે. આ કારણે આ વર્ષે ભાવ ઊંચા રહેવાની ધારણા છે. મહારાષ્ટ્ર હાફુસ કેરીનું સૌથી મોટું ઉત્પાદક છે. અહીં રત્નાગીરી, રાયગઢ અને કોંકણ ક્ષેત્રમાં સૌથી વધુ ઉત્પાદન થાય છે. આ વર્ષે ઓછા ઉત્પાદનના કારણે ખેડૂતો પરેશાન હતા, પરંતુ સારા ભાવને કારણે નુકસાનની ભરપાઈ થઈ રહી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

કેરી એ ભારતનું રાષ્ટ્રીય ફળ છે

કેરી આપણું રાષ્ટ્રીય ફળ છે. આલ્ફોન્સો તેમાં પણ ખાસ છે. દર વર્ષે ઉનાળો શરૂ થતાની સાથે જ તેને ખાનારા લોકોમાં વિશેષ ઉત્સુકતા જોવા મળે છે. કોંકણ પ્રદેશમાં તો ફળોનો રાજા માર્ચની શરૂઆતમાં જ આવી જાય છે. પરંતુ આ વર્ષે પ્રકૃતિના મારને કારણે ઉત્પાદન પર અસર પડી છે. કૃષિ નિષ્ણાતો કહે છે કે શરૂઆતમાં રેકોર્ડ દરો હશે પરંતુ સિઝનના અંતે તે કંઈક અંશે નીચે આવશે.

આ વર્ષે નિકાસને લઈને મૂંઝવણ સર્જાઈ છે કારણ કે ફળોના ઉત્પાદનમાં પણ જીવાતો અને રોગોની અસર થઈ હતી. જોકે, ગત સપ્તાહે જ પુણેથી અમેરિકામાં હાફુસની નિકાસ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં હવે જોવાનું રહેશે કે ઉત્પાદન ઘટવા છતાં વધેલા ભાવથી ખેડૂતોને રાહત મળશે કે કેમ.

આટલો છે હાફુસ કેરીનો ભાવ

મુખ્ય બજાર બાદ હવે રત્નાગીરી જિલ્લાના સ્થાનિક બજારમાં હાફુસ કેરીનું આગમન શરૂ થઈ ગયું છે. રત્નાગીરી નજીકના ગણેશગુલે અને ગણપતિપુલે સ્થાનિક બજારોમાં કેરીઓ આવવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ ગત વર્ષ કરતા આ વર્ષ ભાવમાં 500 થી 700 રૂપિયાનો વધારો છે તેથી કેટલાક સામાન્ય ગ્રાહકો ઇચ્છે તો પણ ખરીદી નથી શકતા. કેરીના ભાવ ઘટવા માટે મે સુધી રાહ જોવી પડશે. અત્યારે તો પૈસાવાળા જ તેનો સ્વાદ ચાખી શકશે.

આ પણ વાંચો: મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને 1 વર્ષની સજા, 11 વર્ષ જૂના કેસમાં ઈન્દોર કોર્ટેનો આદેશ

આ પણ વાંચો: Tech Tips: WhatsApp પર નંબર સેવ કર્યા વિના કોઈ પણ અજાણ્યા વ્યક્તિને મોકલી શકો છો મેસેજ, ફોલો કરો આ સરળ સ્ટેપ્સ

Published On - 3:28 pm, Sun, 27 March 22

Next Article