PM Kisan Scheme : 10.50 કરોડ ખેડૂતોને સરકાર આપે છે પૈસા, તમે પણ આ યોજનાનો લાભ લેવા માટે આ રીતે કરો અરજી

|

Jan 11, 2022 | 7:45 AM

પીએમ કિસાન યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા શું છે, કયા દસ્તાવેજોની જરૂર પડશે. અત્યાર સુધીમાં કેટલા ખેડૂતોને યોજનાનો લાભ મળ્યો?આવો જાણીએ

PM Kisan Scheme : 10.50 કરોડ ખેડૂતોને સરકાર આપે છે પૈસા, તમે પણ આ યોજનાનો લાભ લેવા માટે આ રીતે કરો અરજી
Farmers (File photo)

Follow us on

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના(PM kisan scheme) 10મા હપ્તા હેઠળ, 2000-2000 રૂપિયાની રકમ 10,50,72,528 ખેડૂતોના બેંક ખાતામાં પહોંચી છે. જો રેકોર્ડ સાચો હોય તો હવે 65 લાખથી એક કરોડ વધુ ખેડૂતોને પૈસા મળશે. જો તમે હજુ સુધી આ સ્કીમ માટે અરજી કરી નથી જલદી જ કરી લો. હવે અરજી માટે કોઈ અધિકારી પાસે જવાની જરૂર નથી. કેન્દ્ર સરકારે ખેડૂતોને (farmers) જાતે જ અરજી કરવાની સુવિધા આપી છે. જો તમે આ સમયે ફોર્મ ભરો છો તો તમે 31 માર્ચ પહેલા વર્તમાન હપ્તાના પૈસા પણ મેળવી શકો છો.

દેશમાં લગભગ 11.50 કરોડ ખેડૂતો આ યોજનામાં નોંધાયેલા છે. મોદી સરકારની આ મહત્વની ખેડૂત યોજનામાંથી મળેલી રકમથી ખેડૂતોનું જીવન ઘણું સરળ બન્યું છે. તેના દ્વારા એક વર્ષમાં મળેલા 6000 રૂપિયાથી નાના ખેડૂતોને ખેતી માટે ખાતર, બિયારણ જેવી વસ્તુઓ ખરીદવામાં મદદ મળી છે.

આ રીતે અરજી કરો

તમે પીએમ-કિસાન પોર્ટલ (https://pmkisan.gov.in/) ની મુલાકાત લઈને જાતે અરજી કરી શકો છો. આ માટે કોઈ અધિકારીની મુલાકાત લેવાની જરૂર નથી. તેનો એક વધુ ફાયદો છે. તમે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) સરળતાથી મેળવી શકો છો. જેમાં 3 લાખ રૂપિયાની લોન માત્ર 4 ટકા વ્યાજ દરે મળશે. તેનું ફોર્મ પીએમ કિસાન યોજનાની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

સૌથી પહેલા તમારે આ સ્કીમ સાથે સંબંધિત ઓફિશિયલ સાઇટ પર જવું પડશે. પછી જમણી બાજુએ તમને FARMER CORNERS નો વિકલ્પ દેખાશે. તેના પર NEW FARMER Registration પર ક્લિક કરો. આ પછી એક નવું પેજ ખુલશે જેમાં શહેરી અને ગ્રામીણ ખેડૂતનો વિકલ્પ હશે. આ સાથે તમે કઈ ભાષામાં ફોર્મ ભરવા માંગો છો તે પણ આપવામાં આવ્યું છે.

આ તમામ માહિતી આપવાની રહેશે

તેમાં આધાર નંબર, મોબાઈલ નંબર, રાજ્યનું નામ દાખલ કરો. અહીં OTP અને કેપ્ચા ભર્યા પછી તમારી સાથે બીજું ફોર્મ ખુલશે. જેમાં રાજ્ય, જિલ્લા, તાલુકા, બ્લોક અને ગામ ભરવાના રહેશે. જેમાં જેન્ડર અને કેટેગરી ભરીને બેંકનું નામ, એકાઉન્ટ નંબર, સરનામું, માતા, પિતા કે પતિનું નામ, જમીન નોંધણી આઈડી, રેશનકાર્ડ નંબર, જન્મ તારીખ અને જમીનનો રેકોર્ડ સેવ કરવાનો રહેશે. તમારે આને લગતા કેટલાક દસ્તાવેજો પણ અપલોડ કરવા પડશે.

જો તમે આવકવેરો ભરો છો તો તમે ફોર્મ ભરી શકતા નથી

ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખો કે જો તમે આવકવેરાદાતા છો તો તમે તેનો લાભ નહીં લઈ શકો. રાજ્ય કે કેન્દ્ર સરકારના અધિકારીઓ પણ આ માટે લાયક નથી. વર્તમાન કે પૂર્વ મેયર, મંત્રી, ધારાસભ્ય પણ આ માટે લાયક નથી. એ જ રીતે જેઓ એક મહિનામાં દસ હજાર રૂપિયાથી વધુનું પેન્શન લે છે તેઓ પણ તેમાં અરજી કરી શકશે નહીં

ખેડૂતોને અત્યાર સુધીમાં કેટલી રકમ મળી?

યોજનાની બિનસત્તાવાર શરૂઆત 1 ડિસેમ્બર 2018 ના રોજ થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં આ અંતર્ગત ખેડૂતોને 1.81 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ રકમ આપવામાં આવી છે. આ અંતર્ગત સરકારે તમામ 14.5 કરોડ ખેડૂતોને નાણાં આપવાનું લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ આ લક્ષ્યાંક 36 મહિનામાં પૂરો થઈ શક્યો નથી. આવી સ્થિતિમાં, જો તમે હજી સુધી અરજી કરી નથી, તો તે કરો જેથી તમને ખેતી માટે પૈસા પણ મળવા લાગશે.

આ પણ વાંચો : ખેડૂતોની આવક વધારવા અનોખી પહેલ, દેશની પહેલી મોબાઈલ હની પ્રોસેસિંગ વેન કરાઈ લોન્ચ

આ પણ વાંચો  : Success Story: ખેડૂતોએ પહેલા શરૂ કરી જૈવિક ખેતી, હવે સ્ટોરમાં ઉત્પાદકો વેચીને કરે છે કમાણી

Next Article