ખેડૂતો માટે સારા સમાચાર, સરકારે શેરડીના ભાવમાં કર્યો આટલો વધારો

|

Aug 25, 2021 | 5:52 PM

સરકારના નિર્ણયો વિશે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે FRP વધીને 290 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે FRP માં 10 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો હતો.

ખેડૂતો માટે સારા સમાચાર, સરકારે શેરડીના ભાવમાં કર્યો આટલો વધારો
Sugarcane Farming

Follow us on

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં શેરડીની FRP (Fair & Remunerative Price) પ્રતિ ક્વિન્ટલ 5 રૂપિયા વધારવાની મંજૂરી આપવામાં આવી છે. તાજેતરમાં, ખાદ્ય મંત્રાલયે આ અંગે કેબિનેટ નોંધ બહાર પાડી હતી. તમને જણાવી દઈએ કે ગત સીઝનમાં કેન્દ્ર સરકારે FRP પ્રતિ ક્વિન્ટલ 10 રૂપિયા વધારીને 285 રૂપિયા કરી હતી.

FRP વધાવાથી ખેડૂતોને કેટલો ફાયદો થશે તે જાણીએ. શેરડીની ખેતી સાથે જોડાયેલા ખેડૂતોનું કહેવું છે કે હાલમાં શેરડીમાં ખેતી ખર્ચ વધ્યો છે. એટલા માટે સરકારે ભાવમાં 25-30 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારો કરવો જોઈએ.

FRP કેટલી થઈ ?

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

સરકારના નિર્ણયો વિશે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે FRP પ્રતિ ક્વિન્ટલ 5 રૂપિયા વધીને 290 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે FRP માં 10 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો હતો. પીયૂષ ગોયલે કહ્યું કે ખાંડની એફઆરપી 290 પ્રતિ ક્વિન્ટલ છે – જે 10 ટકા રિકવરી પર આધારિત હશે. 70 લાખ ટન ખાંડની નિકાસ થશે. જેમાંથી 55 લાખ ટન થઈ ગયું છે.

હાલમાં, 7.5 ટકાથી 8 ટકા ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવી રહ્યું છે. આગામી કેટલાક વર્ષોમાં સંમિશ્રણ 20 ટકા થઈ જશે. નિર્ણય બાદ ભારત એક માત્ર એવો દેશ બનશે જ્યાં શેરડીના ખેડૂતોને ખાંડના ભાવના લગભગ 90-91% મળશે. વિશ્વના દેશોમાં શેરડીના ખેડૂતોને ખાંડના 70 થી 75% ભાવ મળે છે.

સરકારની નીતિઓને કારણે શેરડીના ખેડૂતોને તેમના ઉત્પાદનના સારા ભાવ મળશે. શેરડીની FRP કિંમત પ્રતિ ક્વિન્ટલ 290 રૂપિયા હોવાથી ખેડૂતોને ખર્ચનું 87% વળતર મળશે. પીયૂષ ગોયલે કહ્યું કે ખાંડ વર્ષ 2020-21માં શેરડીની ખેતી કરતા ખેડૂતોને 91,000 કરોડ ચૂકવવા પડ્યા હતા, જેમાંથી 86,000 કરોડ ચૂકવવામાં આવ્યા છે. આ બતાવે છે કે કેન્દ્ર સરકારની યોજનાઓને કારણે શેરડીના ખેડૂતોને તેમની ચુકવણીની રાહ જોવી પડતી નથી.

કેન્દ્ર સરકારે ખેડૂતો અને ગ્રાહકના હિતનું ધ્યાન રાખ્યું છે, જેથી ખેડૂતોને શેરડી માટે સમયસર ચૂકવણી કરવામાં આવે અને ગ્રાહકને મોંઘી ખાંડ ખરીદવી ન પડે.

FRP શું છે ?

FRP એ લઘુતમ ભાવ છે, જેના પર ખાંડ મિલોએ ખેડૂતો પાસેથી શેરડી ખરીદવી પડે છે. Commission for Agricultural Costs and Prices (CACP) દર વર્ષે FRP ની ભલામણ કરે છે. સીએસીપી શેરડી સહિતના મુખ્ય કૃષિ ઉત્પાદનોના ભાવ અંગે સરકારને તેની ભલામણો મોકલે છે. તેના પર વિચાર કર્યા બાદ સરકાર તેનો અમલ કરે છે.

 

આ પણ વાંચો : ખેડૂતો માટે મોટા સમાચાર, હવે સ્માર્ટફોન દ્વારા સરળતાથી જાણી શકાશે ખેતરની માટીનું સ્વાસ્થ્ય

આ પણ વાંચો : પાકની સાથે રાસાયણિક દવાઓ ખેડૂતોના સ્વાસ્થ્ય પર પણ કરે છે અસર, જાણો આરોગ્ય પર શું પડે છે અસર

Published On - 5:51 pm, Wed, 25 August 21

Next Article