ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના બરેલીમાં એક હોમિયોપેથી (Homeopathy)ડોક્ટરનો ખેતી પ્રત્યે લગાવને તેમને પાકના ડોક્ટરના નામથી લોકપ્રિય કરી દીધા. હકીકતમાં બરેલીના ડો. વિકાસ વર્માએ બેચલર ઓફ હોમિયોપેથી મેડિસિન (Bachelor of Homeopathy Medicine)ની ડીગ્રી મેળવ્યા બાદ પ્રેક્ટિસમાં નામ કમાવાનું શરૂ કર્યુ્ં, પરંતુ સારી પ્રેક્ટિસ બાદ પણ તેમને લાગ્યું કે જીવનમાં કંઈક છૂટી રહ્યું છે અને તેની શોધમાં તેઓ ખેતર અને વાડીઓ સુધી પહોંચ્યા અને ઓર્ગેનિક ફાર્મિંગ (Organic farming)કરવા લાગ્યા.
ઓર્ગેનિક ફાર્મિંગમાં વગર પેસ્ટિસાઈડથી પાકમાં કીટકોથી બચવું મુશ્કેલ થઈ રહ્યું હતું. ત્યારે વિકાસ વર્માએ પાકને બચાવા માટે પોતાની હોમિયોપેથી દવાઓનું મિશ્રણને કીટનાશક તરીકે ઉપયોગ કર્યો. અહીંથી સફર શરૂ થઈ એક હોમિયોપેથી ડોક્ટરની પાકના ડોક્ટર બનાવાની. પોતાના પાક પર સફળ પ્રયોગ બાદ ડોક્ટરે હોમિયોપેથી દવાઓથી ઓર્ગેનિક ખેતી કરનારને ફ્રી માં મદદ કરવાનું શરૂ કર્યું.
બરેલીમાં અમુક પ્રગતિશીલ ખેડૂત પરંપરાગત રાસાયણિક ખેતી છોડી જૈવિક ખેતી અપનાવી પોતાના સપના સાકાર કરવાની દિશામાં કામ કરી રહ્યા છે. બરેલીમાં અમુક પ્રગતિશીલ ખેડૂત ઓર્ગેનિક પાક લઈ રહ્યા છે. તેવી જ રીતે બરેલી શહેરથી લગભગ સાત કિલોમીટરની દુરી પર રિઠૌરા નજીક એક ખેડૂતનું કૃષિ ફાર્મ છે. જ્યાં તેઓ ધાન, ઘઉં, લેમન ગ્રાસ, ફુદીનો, શાકભાજી વગેરેની ખેતી કરે છે.
એક ખેડૂતના ધાનના પાકમાં રોગનો ઉપદ્રવ ઘણો વધારે હતો ત્યારે તેઓએ વિકાસ વર્માને પોતાની સમસ્યા જણાવી જેમાં વિકાસ વર્માએ તેમને હોમિયોપેથીક દવા આપી જેનો ખેડૂતે છંટકાવ કર્યો અને તેમને ચમત્કારીક ફાયદો થયો. છંટકાવના દશમાં દિવસે પાકમાં દવાની અસર જોવા મળી હતી. તે ખેડૂતે તમામ રાસાયણિક દવાઓનો ઉપયોગ કર્યો પરંતુ તેમને તેનું રીઝલ્ટ મળ્યું નહીં અંતે હોમિયોપેથી દવાથી તેમને જોરદાર રિઝલ્ટ મળ્યું.
વિકાસ વર્મા અનુસાર તેઓ પહેલા દવાનો પ્રયોગ તેમના પોતાના ફાર્મ પર કરતા હતા અને એ જ તકનીકથી તેઓ જામફળ, શેરડી, ઘઉં, ડાંગર, સરસવ, હળદર, અળસી, લેમન ગ્રાસ, મસૂર, ચણા, અડદ વગેરેની ખેતી કરી રહ્યા છે. સાથે જ ભારતના અનેક પ્રાંતોથી ખેડૂતો તેમની પાસે દવા મંગાવી રહ્યા છે. જેમાં ગુજરાતના ડૂંગળી, મગફળી અને કપાસના ખેડૂતો પણ તેમની પાસેથી દવા મેળવી રહ્યા છે.
આ પણ વાંચો: શું તમને ખબર છે શા માટે પિઝ્ઝા ચોરસ બોક્સમાં જ હોય છે ગોળ બોક્સમાં કેમ નહીં ? જાણો અહીં