Success Story: સિંગાપુરમાં લાખોની નોકરી છોડી આ શખ્સે શરૂ કરી ઓર્ગેનિક ખેતી, આજે છે 1 કરોડનું ટર્નઓવર

આ પ્રગતિશીલ ખેડૂત પહેલા સિંગાપુરમાં એક કંપનીમાં કામ કરતા હતા. નોકરી કરતી વખતે તે 15 લાખ રૂપિયા કમાઈ લેતા હતા, નોકરી છોડી અને તેને આધુનિક ખેતી અપનાવી અને અત્યારે તેમાંથી ભારે નફો કમાઈ રહ્યા છે.

Success Story: સિંગાપુરમાં લાખોની નોકરી છોડી આ શખ્સે શરૂ કરી ઓર્ગેનિક ખેતી, આજે છે 1 કરોડનું ટર્નઓવર
Symbolic Image
Image Credit source: File Photo
| Edited By: | Updated on: Mar 20, 2022 | 1:37 PM

તમે દરરોજ આવી કહાનીઓ સાંભળી હશે કે કોઈએ લાખોની નોકરી છોડીને ખેતી કરવાનું શરૂ કર્યું. ઘણી વાર તમે વિચારતા હશો કે એવી કઈ મજબૂરી હતી કે જેના કારણે લાખોની નોકરીઓ છોડી દીધી અને ખેતી કરી. પરંતુ જ્યારે તમે ખેતી કરીને લાખો કમાઈ શકાય શકો છો ત્યારે અહેસાસ થશે કે નોકરી છોડી ખેતીનો નિર્ણય સાચો હતો. રાજસ્થાનના જયપુરમાં રહેતા એક શખ્સે પણ કંઈક આવું જ કર્યું. તેણે સિંગાપુરની લાખોની નોકરી છોડીને જૈવિક ખેતી (Organic Farming) શરૂ કરી છે અને આજે તે તેમાંથી મોટી કમાણી કરી રહ્યા છે.

રાજસ્થાનના જયપુરમાં રહેતા આ ખેડૂતે સિંગાપુરની લાખોની નોકરી છોડીને જૈવિક ખેતી શરૂ કરી છે. આ પ્રગતિશીલ ખેડૂત પહેલા સિંગાપુરમાં જાપાનની એક કંપનીમાં કામ કરતા હતા. નોકરી કરતી વખતે તે 15 લાખ રૂપિયા કમાઈ લેતા હતા, નોકરી છોડી અને તેને આધુનિક ખેતી અપનાવી અને અત્યારે તેમાંથી ભારે નફો કમાઈ રહ્યા છે.

15 લાખની નોકરી છોડી, આજે કરોડોનું ટર્નઓવર

રાજસ્થાનના આ ખેડૂત લગભગ 4 વર્ષ પહેલા સુધી સિંગાપુરમાં જાપાનની એક કંપનીમાં કામ કરતા હતા. ત્યાં તેમનું વાર્ષિક પેકેજ 15 લાખ રૂપિયા હતું. હવે તે નોકરી છોડીને જયપુરમાં પોતાના ઘરે પાછા આવ્યા છે અને ખેતી કરી રહ્યા છે. હવે તેઓ વાર્ષિક 20 લાખ રૂપિયા સુધીનો નફો કમાય છે. આ સાથે જ તેમનું કુલ ટર્નઓવર હવે 1 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. તેમની મોટી કમાણીનું રહસ્ય આધુનિક ખેતી છે.

પ્રગતિશીલ ખેડૂત કરે છે ઓર્ગેનિક ખેતી

પ્રગતિશીલ ખેડૂતે આધુનિક ખેતી અપનાવીને ઓર્ગેનિક ખેતી કરી છે. એટલે કે તેનું કારણ ઓર્ગેનિક શાકભાજી ઉગાડવાનું છે. આપને જણાવી દઈએ કે ઓર્ગેનિક ખેતીમાં કોઈ રસાયણનો ઉપયોગ થતો નથી. આવી સ્થિતિમાં ઓર્ગેનિક શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ખેડૂતનું કહેવું છે કે “મેં 2018માં ખેતી કરવાનું શરૂ કર્યું. અહીં અમે ઓર્ગેનિક શાકભાજી ઉગાડીએ છીએ. આ શાકભાજીની બજારમાં સારી માગ છે અને સારા પૈસા મળે છે.”

આ ખેડૂતની ખેતી કેવી રીતે છે ખાસ?

જયપુરમાં રહેતા આ ખેડૂત નિયંત્રિત વાતાવરણમાં ખેતી કરે છે. તે વરસાદી પાણીનો સંગ્રહ કરે છે અને શેડનેટમાં વિદેશી શાકભાજી ઉગાડે છે, જેના સારા ભાવ મળે છે. તેમની પાસે 5 વીઘામાં લગભગ 4 શેડનેટ છે. આમાં તે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરે છે, જે હેઠળ તે ઝુચિની, ઈટાલિયન ફરસી, રોઝમેરી, કલર કેપ્સિકમ અને તાઈવાનની કાકડી ઉગાડે છે. તેમની તાઈવાની કાકડીઓ સ્થાનિક બજારમાં વેચાય છે, જ્યારે કલર કેપ્સિકમ, ઝુચીની અને વિદેશી શાકભાજી સીધા દિલ્હીમાં સપ્લાય કરવામાં આવે છે.

આ પણ વાંચો: Clove Cultivation: લવિંગની ખેતીમાંથી ખેડૂતો કરી શકે છે સારી કમાણી, બજારમાં રહે છે હંમેશા માગ

આ પણ વાંચો: PM Kisan Yojana: જલ્દી જ તમારા ખાતાને કરો આધાર સાથે લીંક, નહિંતર નહીં મળે આ યોજનાનો લાભ

Published On - 1:37 pm, Sun, 20 March 22