Success Story: નિવૃત્ત બાદ શરૂ કરી બાગાયતી પાકોની ખેતી, દર મહિને કરે છે લાખો રૂપિયાની કમાણી

|

Aug 21, 2023 | 4:41 PM

રાજેશ કુમારે એક પ્રયોગ તરીકે પપૈયાની ખેતી શરૂ કરી હતી. પહેલા વર્ષમાં જ તેણે પપૈયાનું વેચાણ કરીને 12.5 લાખ રૂપિયાની કમાણી કરી હતી. નફાથી પ્રોત્સાહિત થઈને તેણે બીજા વર્ષથી કેળા અને લીલા શાકભાજીની ખેતી કરવાનું શરૂ કર્યું.

Success Story: નિવૃત્ત બાદ શરૂ કરી બાગાયતી પાકોની ખેતી, દર મહિને કરે છે લાખો રૂપિયાની કમાણી
Horticulture Farming

Follow us on

નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ મોટાભાગના લોકો આરામ કરવા માંગે છે. લોકો વિચારે છે કે પેન્શનથી બાકીનું જીવન આરામથી જીવવું જોઈએ. પરંતુ બિહારમાં સેનાના એક જવાને રિટાયરમેન્ટ બાદ કમાલ કરી છે. તેમણે પોતાના ગામ આવીને બાગાયતી પાકોની (Horticulture Crop) ખેતી કરવા લાગ્યા, જેના કારણે તેને પહેલા કરતા વધુ આવક (Farmers Income) મળી રહી છે. તે એક વર્ષમાં શાકભાજી વેચીને લાખો રૂપિયાની કમાણી કરે છે.

ગામના લોકો તેની મજાક ઉડાવતા હતા

નિવૃત્ત સૈનિક પૂર્વ ચંપારણ જિલ્લાના પિપરા કોઠી બ્લોકમાં સ્થિત સૂર્ય પૂર્વા પંચાયતનો રહેવાસી છે. તેનું નામ રાજેશ કુમાર છે. નિવૃત્તિ બાદ તેમણે આરામ કરવાને બદલે ખેતી કરવાનું પસંદ કર્યું. તેણે ખેતી શરૂ કરી તો ગામના લોકો તેની મજાક ઉડાવતા હતા. પરંતુ રાજેશે તેને અવગણીને પોતાનું કામ ચાલુ રાખ્યું. પરંતુ જ્યારે ફાયદો થવા લાગ્યો ત્યારે બધાની બોલતી બંધ થઈ ગઈ હતી.

મહિનામાં 1.5 લાખ રૂપિયાની કમાણી

રાજેશ કુમારે એક પ્રયોગ તરીકે પપૈયાની ખેતી શરૂ કરી હતી. પહેલા વર્ષમાં જ તેણે પપૈયાનું વેચાણ કરીને 12.5 લાખ રૂપિયાની કમાણી કરી હતી. નફાથી પ્રોત્સાહિત થઈને તેણે બીજા વર્ષથી કેળા અને લીલા શાકભાજીની ખેતી કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેમણે કોળાની ખેતી શરૂ કરી છે. તે રોજના 300 કોળા વેચી રહ્યો છે, જેના કારણે તેને 4 થી 5 હજાર રૂપિયાની કમાણી થઈ રહી છે. આ રીતે તે એક મહિનામાં લગભગ 1.5 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યો છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

વેપારીઓ ગામમાં આવીને કરે છે કોળાની ખરીદી

રાજેશ કુમારને પોતાની પ્રોડક્ટ વેચવા માટે બજારમાં જવું પડતું નથી. વેપારીઓ ખેતર પર આવીને શાકભાજીની ખરીદી કરે છે. ગોપાલગંજ, સિવાન, સીતામઢી અને શિવહરના વેપારીઓ રાજેશ કુમાર પાસેથી શાકભાજી ખરીદવા તેમના ગામમાં આવે છે.

આ પણ વાંચો : Paddy Farming: ખેડૂતે કરી કમાલ, ઓગસ્ટમાં જ શરૂ કરી ડાંગરની કાપણી, માત્ર 45 દિવસમાં તૈયાર થયો પાક

કોળાની ખેતીથી આવકમાં થયો વધારો

ખેડૂત રાજેશ કુમારના જણાવ્યા અનુસાર કોળાની ખેતી કરવા માટે 10 થી 20 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. આ રીતે, તેનો અંદાજ છે કે ખર્ચને બાદ કર્યા પછી, તેને આ મહિને 1.30 લાખ રૂપિયાનો નફો થશે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article