Cotton Prices: વધતા-ઘટતા ભાવમાં ખેડૂતોએ કપાસનો સ્ટોક કરવો કે વેચવો ? જાણો શું છે કૃષિ નિષ્ણાંતોની સલાહ

|

Feb 03, 2022 | 1:37 PM

કપાસની સિઝન તેના અંતિમ તબક્કામાં હોવા છતાં ભાવને લઈને તમામની નજર આ પાક પર ટકેલી છે. છેલ્લા 50 વર્ષમાં કપાસના જે ભાવ મળતા ન હતા તે હવે મળી રહ્યા છે, તેવું ખેડૂતોનું કહેવું છે. જો કે વરસાદના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે, પરંતુ ભાવમાં વધારો થયો છે. જેથી ખેડૂતોને રાહત મળી છે.

Cotton Prices: વધતા-ઘટતા ભાવમાં ખેડૂતોએ કપાસનો સ્ટોક કરવો કે વેચવો ? જાણો શું છે કૃષિ નિષ્ણાંતોની સલાહ
Cotton
Image Credit source: File Photo

Follow us on

ખરીફમાં માત્ર કપાસના ભાવ (Cotton prices) જ સરેરાશથી ઉપર રહ્યા હતા. આ ઉપરાંત સિઝનની શરૂઆતથી શરૂ થયેલો ભાવ વધારો અત્યાર સુધી યથાવત છે. પરિણામે ઉત્પાદનમાં ઘટાડો થશે તો પણ તેની અછત સરભર થઈ જશે. કપાસ હજુ અંતિમ તબક્કામાં છે, ખેડૂતો (Farmers)એ ઉંચા ભાવની અપેક્ષાએ સોયાબીન (Soybean)તેમજ કપાસનો સ્ટોક કરી રાખ્યો હતો. પરંતુ છેલ્લા થોડા દિવસોથી કપાસના ભાવમાં સોયાબીનની જેમ ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. એટલા માટે સોયાબીનને વેચવા જોઈએ કે સ્ટોર કરવો જોઈએ તેનો પ્રશ્ન રહ્યો હતો, ત્યારે ખેડૂતોએ પણ કપાસનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું. પરંતુ કેટલાક ખેડૂતોએ કપાસનો સ્ટોક કર્યો હતો, કારણ કે ખેડૂતોને પ્રશ્ન છે કે ભવિષ્યમાં ભાવમાં કોઈ વધારો થશે કે નહીં.એટલે ખેડૂતો થોડા ચિંતત પણ છે.

ગત અઠવાડિયે કપાસના ભાવ કેવા રહ્યા

કપાસની સિઝન તેના અંતિમ તબક્કામાં હોવા છતાં ભાવને લઈને તમામની નજર આ પાક પર ટકેલી છે. છેલ્લા 50 વર્ષમાં કપાસના જે ભાવ મળતા ન હતા તે હવે મળી રહ્યા છે, તેમ ખેડૂતોનું કહેવું છે. જો કે વરસાદના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે, પરંતુ ભાવમાં વધારો થયો છે. જેથી ખેડૂતોને રાહત મળી છે, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને શનિવારે 5500 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. જેનો મહત્તમ ભાવ 8,400 થી 9,800 હતા, પરંતુ ખેડૂતો મુંઝવણમાં છે. કારણ કે ભાવ વધવા છતાં દર સ્થિર ન રહેતા ખેડૂતો ભવિષ્યમાં કપાસના ભાવને લઈ ચિંતત છે.

શું છે કૃષિ વૈજ્ઞાનિકોની સલાહ

ખરીફમાં માત્ર કપાસના પાકે ખેડૂતોને મોટી રાહત આપી છે. બજારમાં વધેલી માગ અને વાસ્તવિક ઉત્પાદન વચ્ચે મોટો તફાવત છે, તેથી કપાસના ભાવ સમગ્ર સિઝન દરમિયાન સ્થિર રહ્યા હતા, તેમજ વેચાણ કે સંગ્રહ ત્યારે જ થાય છે જ્યારે ખેડૂતોને યોગ્ય ભાવ મળે છે. તેથી હવે છેલ્લા તબક્કામાં પણ ખેડૂતોએ પોતાનો કપાસ લાંબા સમય સુધી સંગ્રહ કર્યા વિના તબક્કાવાર વેચવાની જરૂર છે, તો જ નુકસાન ટાળી શકાશે તેમ કૃષિવિજ્ઞાની સંતોષ ઘાસિંગે (Santosh Ghasing, Agronomist) જણાવ્યું હતું.

Plant in pot : ઉનાળામાં જેડ પ્લાન પાન ખરી જાય છે ? આ ખાતરનો ઉપયોગ કરો લીલોછમ રહેશે છોડ
કોઈ પાસેથી લીધેલા નાણાં પાછા નહીં આપો તો શું થાય ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
શું યુરિક એસિડ વધી રહ્યુ છે? આ પાંચ વસ્તુઓનુ શરૂ કરો સેવન
Chapped lips : ઉનાળામાં હોઠ ફાટવાના કારણો શું છે?
Vastu Tips : તુલસીને સિંદૂર લગાવવું જોઈએ કે નહીં? જાણી લો
જો તમારા મોંમાંથી દુર્ગંધ આવે છે, તો તમારા દાંત નહીં, પેટ સાફ કરો

આ પણ વાંચો: નવી યોજનાઓની જાહેરાતથી દેશની જનતાને ફાયદો થશે, ખેડૂતોની આવક બમણી થશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

આ પણ વાંચો: Ginger farming: ઓછા રોકાણે મળે છે વધુ નફો, આદુની ખેતીથી કરી શકાય છે લાખોની કમાણી

Published On - 1:21 pm, Thu, 3 February 22

Next Article