Alphonso Mango Price : કેરી રસિયાઓ માટે ખુશખબર, હાફુસની કિંમતમાં આવ્યો ઘટાડો, જાણો શું છે ભાવ

|

Apr 24, 2022 | 6:48 AM

હાલ નવી મુંબઈ (Navi Mumbai)ની વાશી મંડીમાં હાફુસ કેરી સહિત અન્ય કેરીની આવક વધી રહી છે. બીજી તરફ ખેડૂતો (Farmers)નું કહેવું છે કે અગાઉ ઉત્પાદન ઘટવાથી અમે ચિંતિત હતા, પરંતુ હવે આવક વધવાથી ભાવ નીચે આવવા લાગ્યા છે.

Alphonso Mango Price : કેરી રસિયાઓ માટે ખુશખબર, હાફુસની કિંમતમાં આવ્યો ઘટાડો, જાણો શું છે ભાવ
Mango (Symbolic Image)

Follow us on

રત્નાગીરીની હાફુસ કેરીની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને વાતાવરણમાં ફેરફારને કારણે કેરીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે હાફુસ (Alphonso)કેરી બજારોમાં મોડી પહોંચી હતી અને સાથે સાથે ભાવ પણ ઊંચા હતા. જેના કારણે દરેક લોકો કેરી ખરીદતા ન હતા. લોકો ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હાફુસ કેરીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ નવી મુંબઈ (Navi Mumbai)ની વાશી મંડીમાં હાફુસ કેરી સહિત અન્ય કેરીની આવક વધી રહી છે. બીજી તરફ ખેડૂતો(Farmers)નું કહેવું છે કે અગાઉ ઉત્પાદન ઘટવાથી અમે ચિંતિત હતા,પરંતુ હવે આવક વધવાથી ભાવ નીચે આવવા લાગ્યા છે.

નવી મુંબઈના વાશી એપીએમસીના ફ્રૂટ ડિરેક્ટર સંજય પાનસરે ટીવી-9 ડિજિટલ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે શનિવારે હાફુસ કેરીના 60 હજાર બોક્સ વાશી મંડીમાં પહોંચ્યા છે. પાનસરે જણાવ્યું હતું કે હવે આવકો વધી રહી છે અને ભાવ પણ નીચે આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં ભાવ હજુ વધુ નીચે આવી શકે છે.

વાશી મંડીમાં ઘણી જગ્યાએથી કેરી આવી રહી છે

ગત મહિને જ્યાં હાફુસ કેરીની આવકમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે હવે આવક વધી રહી છે. વાશી એપીએમસીના ફ્રુટ ડાયરેક્ટર સંજય પાનસરે જણાવ્યું હતું કે હાલમાં રત્નાગીરી, સિંધુદુર્ગ જિલ્લા અને રાયગઢ જિલ્લામાંથી કેરીનું આગમન મંડીમાં પહોંચી રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

તેમજ આ વખતે 24 હજાર કેરીના બોક્સ કર્ણાટક પહોંચી રહ્યા છે જેના કારણે હાફુસ કેરીની આવક વધી છે. પાનસારનું કહેવું છે કે આગામી દિવસોમાં વધુ આવક થઈ શકે છે. જૂન મહિનામાં વધુ હાફુસ કેરી આવવાની ધારણા છે.

હાફુસ કેરીના ભાવ ઘટયા છે

લોકો હાફુસ કેરીના ભાવ ઘટવાની આતુરતાથી રાહ જોતા હોય છે, પરંતુ દર વર્ષની સરખામણીએ આ વર્ષની શરૂઆતમાં કેરીના ભાવમાં 500 થી 700 રૂપિયા પ્રતિ ડર્ઝનનો વધારો થયો છે. જેના કારણે કેરીનો ભાવ 2000 થી 6000 રૂપિયા પ્રતિ ડર્ઝન સુધી પહોંચી ગયો હતો, પરંતુ હવે કેરી પ્રેમીઓ માટે રાહતના સમાચાર છે. હાફુસ કેરીના ભાવમાં ઘટાડો થયો છે. હાલમાં જથ્થાબંધ બજારમાં હાફુસ કેરી રૂ.1200 થી રૂ.4000 હજાર પ્રતિ ડર્ઝનના ભાવે ઉપલબ્ધ છે.

કેરીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો હતો

રત્નાગીરીની કેરી દેશભરમાં પ્રખ્યાત છે. તેમાંથી સૌથી ખાસ છે આલ્ફોન્સો. દર વર્ષે ઉનાળો શરૂ થતાની સાથે જ તેને ખાવાની લોકોમાં વિશેષ ઉત્સુકતા જોવા મળે છે. કોંકણ પ્રદેશમાં ફળોના રાજાનું આગમન માર્ચની શરૂઆતમાં થાય છે, પરંતુ આ વર્ષે કુદરતના પ્રકોપને કારણે ઉત્પાદન પર અસર પડી હતી. જેના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. કૃષિ નિષ્ણાતો કહે છે કે શરૂઆતમાં રેકોર્ડ ભાવ હશે, પરંતુ સિઝનના અંતે તે કંઈક અંશે નીચે આવશે.

આ પણ વાંચો: Success Story: મર્ચન્ટ નેવીમાંથી રિટાયર થયા બાદ શરૂ કરી ખેતી, પોલીહાઉસમાં કાકડી અને ટામેટાના પાક દ્વારા કરી લાખોની કમાણી

આ પણ વાંચો: Tech News: હવે Google Play Store પર નહીં મળે Call Recording એપ્સ, પરંતુ હજુ પણ તેનો ઉપાય છે ઉપલબ્ધ!

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article