Pulses Price Hike: કેન્દ્રએ લીધો મોટો નિર્ણય, હવે દાળના વધતા ભાવ પર લાગશે બ્રેક

|

Jun 27, 2023 | 4:37 PM

કેન્દ્ર સરકાર હરાજી દ્વારા બજારમાં તુવેર દાળનું વેચાણ કરશે. આ માટે ખાદ્ય મંત્રાલયે NAFED અને NCCF ને આદેશો આપ્યા છે. નાફેડ અને એનસીસીએફ ઓનલાઈન હરાજી દ્વારા મિલ માલિકોને કઠોળ વેચશે, જેથી બજારમાં તુવેર દાળનો સ્ટોક વધારી શકાય.

Pulses Price Hike: કેન્દ્રએ લીધો મોટો નિર્ણય, હવે દાળના વધતા ભાવ પર લાગશે બ્રેક
Pulses Price

Follow us on

દાળની વધતી કિંમતોને (Pulses Price Hike) રોકવા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Narendra Modi) સરકાર હવે ઘઉંની જેમ બફર સ્ટોકમાંથી કઠોળ વેચશે. સરકારને આશા છે કે બજારમાં તુવેર દાળની આવક વધવાને કારણે કિંમતોમાં થોડીક અંશે ઘટાડો આવી શકે છે. હાલ દેશના ઘણા રાજ્યોમાં તુવેર દાળ પહેલા કરતા ઘણી મોંઘી વેચાઈ રહી છે. એક કિલો તુવેર દાળ માટે લોકોને 160 થી 170 રૂપિયા ખર્ચવા પડે છે.

ખાદ્ય મંત્રાલયે NAFED અને NCCF ને આદેશો આપ્યા

મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર હરાજી દ્વારા બજારમાં તુવેર દાળનું વેચાણ કરશે. આ માટે ખાદ્ય મંત્રાલયે NAFED અને NCCF ને આદેશો આપ્યા છે. નાફેડ અને એનસીસીએફ ઓનલાઈન હરાજી દ્વારા મિલ માલિકોને કઠોળ વેચશે, જેથી બજારમાં તુવેર દાળનો સ્ટોક વધારી શકાય. બજારમાં દાળનો સ્ટોક વધતા તેની અસર ભાવ પર પણ પડશે.

કેન્દ્ર સરકારે જાન્યુઆરીમાં આવો જ નિર્ણય લીધો હતો

મોંઘવારીને કાબૂમાં લેવા માટે અને લોટની વધતી કિંમતોને રોકવા માટે કેન્દ્ર સરકારે જાન્યુઆરીમાં આવો જ નિર્ણય લીધો હતો. તે સમયે કેન્દ્ર સરકારે બફર સ્ટોકમાંથી હરાજી દ્વારા લાખો ટન ઘઉં બજારમાં વેચ્યા હતા. લોટના ભાવમાં પ્રતિ કિલો 5 થી 7 રૂપિયાનો ઘટાડો થયો હતો. હાલમાં દિલ્હીમાં લોટ 30 થી 35 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યો છે, જ્યારે જાન્યુઆરીમાં તે 35 થી 42 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કઠોળની સ્ટોક લિમિટ 31 ઓક્ટોબર 2023 સુધી નક્કી કરવામાં આવી

2 જૂને કેન્દ્રની ભાજપ સરકારે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 લાગુ કરીને દાળના સંગ્રહને રોકવા માટે સ્ટોક લિમિટ નક્કી કરી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો હતો કે કઠોળની સ્ટોક લિમિટ 31 ઓક્ટોબર 2023 સુધી નક્કી કરવામાં આવી છે. જથ્થાબંધ વેપારીઓ 200 મેટ્રિક ટનથી વધુ દાળનો સંગ્રહ કરી શકશે નહીં.

આ પણ વાંચો : Mousambi Farming: મોસંબીથી કરી શકાય છે વધારે કમાણી, આ પદ્ધતિથી ખેતી કરવાથી મળશે બમ્પર ઉત્પાદન

છૂટક વેપારીઓ અને દુકાનદારો માટે સ્ટોક લિમિટ 5 મેટ્રિક ટન છે. મિલ માલિકોને કહેવામાં આવ્યું હતું કે તેઓ તેમની કુલ ક્ષમતાના 25 ટકાથી વધુ કઠોળનો સ્ટોક કરી શકતા નથી. જો કોઈ વેપારી નિયત મર્યાદા કરતા વધુ દાળનો સંગ્રહ કરતા ઝડપાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:32 pm, Tue, 27 June 23

Next Article