Agriculture News: ખેડૂતો માટે મોટા સમાચાર, કઠોળની કિંમતોમાં આવ્યો ઘટાડો

|

Mar 01, 2022 | 3:18 PM

આવશ્યક ખાદ્ય ચીજો (Essential Commodities)ની સ્થાનિક પ્રાપ્યતા વધારવા અને તેની કિંમતો સ્થિર રાખવા માટે સરકારે ઘણા સક્રિય અને નિવારક પગલાં લીધા છે.

Agriculture News: ખેડૂતો માટે મોટા સમાચાર, કઠોળની કિંમતોમાં આવ્યો ઘટાડો
Pulses (File Photo)

Follow us on

કેન્દ્ર સરકારે (Government of India) સરળ અને અવિરત આયાત સુનિશ્ચિત કરવા માટે 15 મે, 2021થી ‘ફ્રી કેટેગરી’ હેઠળ તુવેર, અડદ અને મગની આયાતને મંજૂરી આપી હતી. આવશ્યક ખાદ્ય ચીજો (Essential Commodities)ની સ્થાનિક પ્રાપ્યતા વધારવા અને તેની કિંમતો સ્થિર રાખવા માટે સરકારે ઘણા સક્રિય અને નિવારક પગલાં લીધા છે. આ પગલાંને કારણે મગની દાળના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે. ઉપભોક્તા બાબતોના વિભાગ (DOCA)ના સત્તાવાર ડેટા અનુસાર 28 ફેબ્રુઆરી, 2022ના રોજ મગની દાળની અખિલ ભારતીય સરેરાશ છૂટક કિંમત 102.36 રૂપિયા પ્રતિ કિ.ગ્રા નોંધવામાં આવી હતી, જોકે 28 ફેબ્રુઆરી 2022એ 106.47 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી અને આ પ્રકારે 3.86 ટકાનો ઘટાડો આવ્યો.

કઠોળના ભાવમાં ઘટાડો

મે 2021માં આવશ્યક ખાદ્ય ચીજોની કિંમતો પર દેખરેખ રાખવા અને આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ, 1955 હેઠળ મિલરો, આયાતકારો અને વેપારીઓ દ્વારા રાખવામાં આવેલ કઠોળના સ્ટોકની જાહેરાતને સુનિશ્ચિત કરવા માટે રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોને એક સલાહ આપવામાં આવી હતી.

મગ સિવાય તમામ કઠોળ માટે સ્ટોક મર્યાદા લાગુ કરવાનો નિર્ણય 2 જુલાઈ, 2021ના ​​રોજ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 31 ઓક્ટોબર 2021 સુધીના સમયગાળા માટે ચાર કઠોળ – તુવેર, અડદ, મસૂર, ચણાના સંદર્ભમાં સ્ટોક મર્યાદા નક્કી કરવા માટે 19 જુલાઈ 2021ના રોજ એક સુધારિત આદેશ જાહેર કરવામાં આવ્યો હતો.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

કઠોળની ઉપલબ્ધતામાં સુધારો કરવા અને તેમની કિંમતો સ્થિર રાખવા માટે સરકારે સરળ અને અવિરત આયાત નક્કી કરવાના હેતુથી 15મી મે, 2021થી 31મી ઓક્ટોબર, 2021 સુધી ‘ફ્રી કેટેગરી’ હેઠળ તુવેર, અડદ અને મગની આયાતની મંજૂરી આપી છે.

તે પછી તુવેર અને અડદની આયાતના સંદર્ભમાં ફ્રી સિસ્ટમને 31 માર્ચ, 2022 સુધી લંબાવવામાં આવી હતી. આ નીતિના પગલાને સંબંધિત વિભાગો/સંસ્થાઓ દ્વારા વિવિધ સુવિધાઓ અને અમલીકરણની નજીકથી દેખરેખ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. આયાત નીતિના પગલાંને કારણે છેલ્લા બે વર્ષના સમાન સમયગાળાની તુલનામાં તુવેર, અડદ અને મગની આયાતમાં નોંધપાત્ર વધારો થયો છે.

આ પણ વાંચો: Technology: Instagram એ અપડેટ કર્યા સિક્યોરિટી ફિચર્સ, યુઝર્સને મળશે હવે વધુ સુરક્ષા

આ પણ વાંચો: Tech News: 16 રાજ્યના લાખો ગામડાઓને બ્રોડબેન્ડથી જોડવાની સરકારની યોજના અટકી, આ છે કારણ

Next Article