Success Story: બ્રોકલીની ખેતીથી ખેડૂતે કરી લાખોમાં કમાણી, જાણો સફળતાની સ્ટોરી

|

Mar 07, 2022 | 6:43 AM

બ્રોકલી એક વિદેશી શાકભાજી છે, જે પોષણ (Nutrition)નો શ્રેષ્ઠ સ્ત્રોત છે. બ્રોકલી કોબીની જાતોમાં આવે છે, પરંતુ આ કોબી શાકભાજી કરતાં સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. બ્રોકલી ઘણા પોષક તત્વોથી ભરપૂર છે.

Success Story: બ્રોકલીની ખેતીથી ખેડૂતે કરી લાખોમાં કમાણી, જાણો સફળતાની સ્ટોરી
Symbolic Image

Follow us on

તમામ શાકભાજીમાં બ્રોકલી (Broccoli)નું શાક સૌથી મોંઘુ શાક માનવામાં આવે છે. બ્રોકલી એક વિદેશી શાકભાજી છે, જે પોષણ (Nutrition)નો શ્રેષ્ઠ સ્ત્રોત છે. બ્રોકલી કોબીની જાતોમાં આવે છે, પરંતુ આ કોબી શાકભાજી કરતાં સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. બ્રોકલી ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. જેમ કે આયર્ન, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, ક્રોમિયમ, વિટામિન-એ અને વિટામિન-સી વગેરે. આની સાથે તેમાં ફાઈટોકેમિકલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે, જે આપણા શરીરને મજબૂત કરવા અને બીમારીઓથી બચાવવા માટે ખૂબ જ ફાયદાકારક છે.

બ્રોકલીમાં હાજર આ તમામ પોષક તત્વોને કારણે તે બજારમાં ઉંચી કિંમતે વેચાય છે. તેથી જો તમે બ્રોકલીની ખેતી કરો છો, તો તમે તમારા ખેતરમાંથી મહિને લાખો રૂપિયા કમાઈ શકો છો. આવું જ એક ઉદાહરણ મધ્યપ્રદેશના સિંગરૌલીના એક સફળ ખેડૂતનું છે, જેમણે બ્રોકલીની ખેતીથી થોડા મહિનામાં સારો નફો કર્યો છે. તો ચાલો જાણીએ સિંગરૌલીના ખેડૂતની કહાની વિશે.

વાસ્તવમાં, મોતીલાલ કિસન સિંગરૌલી જિલ્લાના ઓરગાઈ ટિયારા ગ્રામ પંચાયતના રહેવાસી છે, જેમણે પોતાના ખેતરમાં બ્રોકલીની સફળ ખેતી કરીને ઘણો નફો મેળવ્યો છે. આ ઉપરાંત મોતીલાલ એક સફળ ખેડૂત (Successful Farmer)ના રૂપમાં તમામ જિલ્લાના ખેડૂતો માટે ઉદાહરણરૂપ પણ બની રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ખેડૂત મોતીલાલ કહે છે કે તેણે પોલીહાઉસ ટેકનોલોજી અપનાવીને બ્રોકલીની ખેતી કરી છે. ખેડૂત કહે છે કે તેમણે બ્રોકલીની ખેતી માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોની સલાહ લીધી છે. જે બાદ તેણે વૈજ્ઞાનિકોની સલાહથી બ્રોકલીની ખેતી કરી.

કેટલો ખર્ચ થાય છે

મોતીલાલ કહે છે કે તેમણે બ્રોકલીની ખેતીમાં માત્ર 40 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જેના કારણે તેણે થોડા મહિનામાં બ્રોકલીની ખેતીમાંથી લગભગ દોઢ લાખ રૂપિયાની કમાણી કરી હતી.

પ્રયોગની સફળતાની કહાનીમાં મોતીલાલનું નામ નોંધાયું

મોતીલાલના આ સફળ પ્રયોગથી તેમણે સમગ્ર જિલ્લામાં દાખલો બેસાડ્યો એટલું જ નહીં, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ પણ તેમના સફળ કાર્યને બિરદાવ્યું. આ સિવાય દેશના વડાપ્રધાને પણ પ્રશંસા કરી છે. પીએમઓ પોર્ટલ પર મોતીલાલ ખેડૂતનું નામ પણ નોંધાવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Russia Ukraine War: રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને યુક્રેનમાંથી બહાર કાઢવાની તૈયારીમાં USA અને UK, લિથુઆનિયામાં 150 નેવી સીલ કમાન્ડો તૈનાત

આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં ભારે ઉથલ-પાથલ, ડુંગળીના ઉત્પાદકોને 11 કરોડ 72 લાખ રૂપિયાનું નુકસાન

Next Article