શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ ખેડૂતો માટે ખૂબ જ નવતર અને રોમાંચક પહેલની શરૂઆત કરી છે. ખેડૂતોને મદદ કરવાના હેતુથી એક વિશેષ ઝુંબેશમાં, તેમણે ભારતના વિવિધ શહેરો અને નગરોમાં 100 કિસાન ડ્રોન (Kisan Drone)ને ફ્લેગ ઓફ કર્યું જે સમગ્ર ભારતમાં ખેતરોમાં જંતુનાશકો અને અન્ય સામગ્રીનો છંટકાવ કરવા માટે ઉડાન ભરે છે. તેઓએ જણાવ્યું કે આ એકવીસમી સદીમાં આધુનિક કૃષિ વ્યવસ્થાની દિશામાં એક નવો અધ્યાય છે.
વડાપ્રધાને તેમના સંબોધનમાં જણાવ્યું કે ગરૂડ એરોસ્પેસએ આગામી બે વર્ષોમાં એક લાખ મેઈડ ઈન ઈન્ડિયા ડ્રોન બનાવાનું લક્ષ્ય રાખ્યું છે. જેનાથી અનેક યુવાઓને નવા રોજગાર અને નવા અવસર મળશે. હું તેના માટે ગરૂડ એરોસ્પેસની ટીમના તમામ નૌજવાન સાથીઓને અભિનંદન આપું છું.
તેઓએ આગળ જણાવ્યું કે દેશ માટે આ સમય આઝાદીના અમૃતકાળનો સમય છે. આ યુવા ભારતનો સમય છે. અને ભારતના યુવાનોનો સમય છે. ગત થોડા વર્ષોમાં દેશમાં જે રિર્ફોમ થયા છે તેને યુવાનો અને પ્રાયવેટ સેક્ટરને એક નવી તાકત આપી છે. ડ્રોનને લઈ ભારતે આશંકાઓમાં સમય વેડફ્યો નથી અમે યુવા ટેલેન્ટ પર વિશ્વાસ કર્યો અને નવા વિચાર સાથે આગળ વધ્યા.
બજેટનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, બજેટમાં થયેલી જાહેરતોથી લઈ અન્ય નીતિગત નિર્ણયોમાં દેશએ ખુલ્લીને ટેક્નોલોજી અને ઈનોવેશનને પ્રાથમિકતા આપી છે. જેના પરીણામ આજે આપણી સામે છે. વર્તમાનમાં જ આપણે જોઈ રહ્યા છીએ કે ડ્રોનનો કેટલો વિવિધ રીતે ઉપયોગ થઈ રહ્યો છે.
In a special drive aimed at helping farmers, PM Narendra Modi yesterday flagged off 100 Kisan drones in different cities and towns of India to spray pesticides in farms across India. pic.twitter.com/5kFBgVGvF0
— ANI (@ANI) February 19, 2022
આજે સ્વામિત્વ યોજના હેઠળ ગામોમાં ડ્રોન દ્વારા જમીનના ઘરોના હિસાબ કિતાબ તૈયાર થઈ રહ્યા છે. ડ્રોન દ્વારા દવાઓની સપ્લાઈ થઈ રહી છે. દુરગમ વિસ્તારોમાં વેક્સિન પહોંચી રહી છે. અનેક જગ્યાએ ખેતરોમાં ડ્રોનથી દવાઓનો છંટકાવ પણ શરૂ થઈ ગયો છે. કિસાન ડ્રોન હવે આ દિશામાં એક ન્યું એઝ રિવોલ્યુશનની શરૂઆત છે. ઉદાહરણ તરીકે આવનાર સમયમાં હાઈ કેપિસિટી ડ્રોનની મદદથી ખેડૂતો પોતાના ખેતરોમાંથી તાજા શાકભાજી, ફળ, ફૂલ બજારમાં મોકલી શકશે.
મત્સ્ય પાલન કરતા ખેડૂતો પણ પોતાની તાજી માછલીઓ માર્કેટમાં મોકલી શકશે. મને ખુશી છે કે દેશમાં અનેક કંપનીઓ આ દિશામાં ગતિથી આગળ વધી રહી છે. ભારતમાં ડ્રોન સ્ટાર્ટઅપનું એક નવું ઈકો સિસ્ટમ તૈયાર થઈ રહ્યું છે. અત્યારે દેશમાં 200 થી વધુ ડ્રોન સ્ટાર્ટઅપ કામ કરી રહ્યા છે. ખુબ જ જલ્દી તેની સંખ્યા હજારોમાં થઈ જશે જેનાથી રોજગારના પણ લાખો નવા અવસર બનશે. તેઓએ આગળ જણાવ્યું કે, મને વિશ્વાસ છે આવનાર સમયમાં ભારતનું આ વધતું સાર્મથ્ય સમગ્ર દુનિયાને ડ્રોનના ક્ષેત્રમાં નવું નેતૃત્વ આપશે.
આ પણ વાંચો: PMFBY: ખેડૂતોને પાક વીમા પોલિસી માટે સરકાર ડોર-ટુ-ડોર કરશે પ્રચાર, ‘મેરી પોલિસી મેરે હાથ’ ચલાવશે અભિયાન
Published On - 11:14 am, Sat, 19 February 22