દેશના ખેડૂતો (Farmers) માટે સારા સમાચાર સામે આવ્યા છે. જે ખેડૂતોએ પીએમ કિસાન (PM Kisan) યોજનામાં નોંધણી કરાવી છે તેને 14મા હપ્તાની રાહ પૂરી થઈ છે. પીએમ કિસાનનો 14મો હપ્તો અંગે સમાચાર સામે આવ્યા છે. દેશભરના કરોડો ખેડૂતોના ખાતામાં ટૂંક સમયમાં 2000 રૂપિયા જમા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, સરકારે કહ્યું છે કે પીએમ કિસાન નિધિના 14મા હપ્તાના રૂપિયા જુલાઈ મહિનામાં જ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે.
14મા હપ્તાના નાણા એપ્રિલથી જુલાઈ વચ્ચે આવવાના હતા. જુલાઈ મહિનો ચાલી રહ્યો હોવાથી ખેડૂતોના ખાતામાં PM સન્માન નિધિના પૈસા ગમે તે સમયે ખેડૂતોના ખાતામાં આવી શકે છે. એક સરકારી વેબસાઈટ પરથી મળેલી માહિતી મુજબ પીએમ કિસાન સન્માન નિધિની રકમ 28 જુલાઈએ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. આ નાણાં DBT દ્વારા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે.
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મૂજબ પીએમ કિસાન નિધિના 14મા હપ્તાની રકમ દેશના 9 કરોડ ખેડૂતોને આપવામાં આવશે. જે ખેડૂતોએ પીએમ કિસાન યોજનામાં નોંધણી કરાવી છે તેવા અંદાજે 9 કરોડ ખેડૂતોને હપ્તાનો લાભ મેળશે. વડાપ્રધાન મોદી 28 જુલાઈના રોજ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા ખેડૂતોના ખાતામાં 18,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે. આ પહેલા 27 ફેબ્રુઆરી 2023ના રોજ પીએમ કિસાનનો 13મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમાં કરાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Tomato Price: ટામેટા વેચીને આ ખેડૂત બન્યો કરોડપતિ, આ રીતે કરી 2.8 કરોડ રૂપિયાની કમાણી
ખેડૂતોએ 14મા હપ્તાની રકમ મેળવવા માટે E-KYC કરાવું ફરજીયાત છે, કારણે કે તેના વગર હપ્તાની રકમ જમાં થશે નહી. ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવવું ખૂબ જ સરળ છે. તેઓ તેમના નજીકના CSC પર જઈને KYC કરાવી શકે છે. આ ઉપરાંત જમીનના રેકોર્ડનું પ્રમાણીકરણ પણ જરૂરી છે. ખેડૂતો નજીકની ખેતીવાડી કચેરીની મુલાકાત લઈને આ તે સરળતાથી કરી શકે છે. એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે સાવચેત રહો, નામ, સરનામું, આધાર નંબર, એકાઉન્ટ નંબર વગેરેમાં થયેલી ભૂલ પણ તમારા હપ્તામાં વિલંબ કરી શકે છે.
Published On - 4:52 pm, Mon, 17 July 23