PM Kisan: પીએમ કિસાન યોજનાના 10માં હપ્તાને લઈને આવ્યા મોટા સમાચાર, આ મહિને આવી શકે છે પૈસા

|

Sep 22, 2021 | 6:20 PM

PM Kisan Samman Nidhi Scheme:  કૃષિ મંત્રાલયના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર પીએમ કિસાન સમ્માન નિધિનો 10મો હપ્તો ખેડૂતોના ખાતામાં મોકલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

PM  Kisan: પીએમ કિસાન યોજનાના 10માં હપ્તાને લઈને આવ્યા મોટા સમાચાર, આ મહિને આવી શકે છે પૈસા
File Image

Follow us on

કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવે છે.

 

કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે દેશમાં ખરીફ સિઝન સારી રહી છે. કેન્દ્ર સરકાર રવિ સિઝનના સંદર્ભમાં રાજ્યોની અપેક્ષાઓ પૂરી કરી રહી છે. કૃષિ ક્ષેત્રમાં ઘણા પડકારો છે, જેના પર આપણે પારસ્પરિક સહકારથી તેમને દૂર કરીને લક્ષ્ય તરફ આગળ વધી શકીશું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજના દ્વારા ખેડૂતોને આવક સહાય પૂરી પાડવા માટે ખૂબ જ મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 11.37 કરોડ લાભાર્થીઓને 1.58 લાખ કરોડ રૂપિયા આપવામાં આવી ચુક્યા છે. આ સાથે જ નેનો યુરિયાનો ઉપયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરે છે, જે ઓછી ખર્ચાળ છે અને જમીનની સારી રાખે છે.

 

કરોડો ખેડૂતોને કિસાન ક્રેડિટનો લાભ મળ્યો

તોમરે કહ્યું કે વડાપ્રધાને ખેડૂતોને ઓછા વ્યાજ પર લોન આપવાની વ્યવસ્થા કરી છે. જેથી તેઓ કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર ખેતી કરી શકે. તેમની સૂચનાઓ પર કિસાન ક્રેડિટ કાર્ડ (Kisan Credit Card) દ્વારા ખેડૂતોને લાભ મળી રહ્યો છે. 2.25 કરોડથી વધુ કેસીસીનું વિતરણ કરવામાં આવ્યું છે. જેના દ્વારા ખેડૂતોને 1.25 લાખ કરોડથી વધુની લોન આપવામાં આવી છે.

 

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એક મોટું સુરક્ષા કવચ છે. જે ખેડૂતોને ફાયદો પહોંચાડી રહ્યું છે. તોમરે તમામ નાના ખેડૂતો સુધી વિવિધ યોજનાઓના લાભો સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. કેન્દ્ર સરકાર કઠોળ-તેલીબિયાં-તેલના પામ માટે મિશન મોડ પર કામ કરી રહી છે. જે આયાત પર નિર્ભરતા ઘટાડશે.

 

તમને PM કિસાનના 10માં હપ્તાના 2000 રૂપિયા ક્યારે મળશે?

પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના 10માં હપ્તા અંગે મોટા સમાચાર આવ્યા છે. કૃષિ મંત્રાલયના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર 15 ડિસેમ્બર સુધીમાં ખેડૂતોના ખાતામાં મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. જો તમે હજુ સુધી આ યોજનામાં નોંધણી કરાવી નથી તો વિલંબ કરશો નહીં. જો તમે આ અઠવાડિયે નોંધણી કરાવી લો તો શક્ય છે કે વેરિફિકેશન પછી તમે 10માં હપ્તાનો લાભ પણ મેળવી શકો. તેની ઓફલાઈન અને ઓનલાઇન નોંધણી કરાવી શકો છો.

 

આ રીતે ઘરે બેસીને અરજી કરો

PM-Kisan પોર્ટલ (@pmkisan.gov.in)ની મુલાકાત લો. એક પેજ ખુલશે જેમાં તમને FARMER CORNERSનો ઓપ્શન દેખાશે. NEW FARMER REGISTRATION જોવા મળશે. આ પર ક્લિક કરો. તે પછી એક નવી વિન્ડો તમારી સામે ખુલશે.

 

આમાં તમને આધાર કાર્ડ અને કેપ્ચા દાખલ કરવાનું કહેવામાં આવશે. ત્યારબાદ તમારે Click Here to Continue New પર ક્લિક કરવાનું રહેશે.આને ક્લિક કરવા પર એક નવું પેજ ખુલશે, જેમાં તમને ફોર્મ દેખાશે.આ ફોર્મ સંપૂર્ણ રીતે ભરો. તેમાં સાચી માહિતી ભરો.

 

બેંક ખાતાની માહિતી ભરતી વખતે IFSC કોડને યોગ્ય રીતે ભરો અને તેને સેવ કરી દો. પછી બીજુ પેજ ખુલશે. જેમાં તમને તમારી જમીનની વિગતો પૂછવામાં આવશે. જમીનનો ખાતા નંબર અને એકાઉન્ટ નંબર ભરો અને તેને સેવ કરો. તમારી નોંધણી પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગઈ છે.

 

આ પણ વાંચો : ગેરકાયદે ધર્માતરણ કેસમાં મૌલાના કલીમ સિદ્દીકીની ધરપકડ, વિદેશથી મેળવ્યા હતા 3 કરોડ, સનાખાનના કરાવ્યા હતા નિકાહ

 

આ પણ વાંચો :PM Modi US Visit: પીએમ મોદી અમેરિકા જવા રવાના, કહ્યું – આતંકવાદ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાશે

Next Article