ડુંગળીના ભાવ (Onion Prices) રાતોરાત બદલાય જાય છે. આ અંગે વેપારીઓ અને ખેડૂતો (Farmers)પણ સારી રીતે જાણે છે. જોકે, ડુંગળીના ભાવ લગભગ એક મહિનાથી સ્થિર હતા. માત્ર લાલ ડુંગળી જ નહી પરંતુ ઉનાળુ ડુંગળીથી પણ ખેડૂતોને સારો ફાયદો થયો છે. પરંતુ છેલ્લા આઠ દિવસમાં ખેડૂતોનું ગણિત બગડી ગયું છે. લાલ ડુંગળીના ભાવમાં આઠ દિવસમાં 764 રૂપિયાનો ઘટાડો થયો છે જ્યારે ઉનાળુ ડુંગળીના ભાવમાં 630 રૂપિયાનો ઘટાડો થયો છે.
માગ કરતાં ડુંગળીની આવક વધુ રહી છે, પરંતુ યુદ્ધની સ્થિતિને કારણે નિકાસમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાવમાં અચાનક ઘટાડો થવાને કારણે ડુંગળીના ઉત્પાદકોને 11 કરોડ 72 લાખ રૂપિયાનું નુકસાન થયું છે, જેના કારણે ડુંગળી ઉત્પાદકોમાં ચિંતા વધી છે.
વધતી ગરમીને કારણે મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને દેશના અન્ય રાજ્યોમાંથી લાલ ડુંગળીનો મોટો જથ્થો મંડીઓમાં પહોંચી રહ્યો છે. ઉપરાંત, ઉનાળુ સિઝનની ડુંગળીના આગમનને કારણે સ્થાનિક પુરવઠો માગ કરતાં વધુ છે. ગત અઠવાડિયે, લાલ ડુંગળીનો મહત્તમ ભાવ રૂ. 2,625 હતો. પરંતુ 5 માર્ચ શનિવારના રોજ લાલ ડુંગળીની કિંમત ઘટીને 1,861 રૂપિયા થઈ ગઈ હતી. ઉનાળાની સિઝનની નવી ડુંગળીનો ભાવ ગત સપ્તાહે રૂ.2430 રહ્યો હતો, પરંતુ આઠ દિવસમાં ડુંગળીના ભાવ ઘટી ગયા હતા. 5 માર્ચે ઉનાળુ લાલ ડુંગળીનો ભાવ 1800 રૂપિયા મળી રહ્યો છે.
લાસલગાંવ માર્કેટ કમિટીમાં છેલ્લા આઠ દિવસમાં 1 લાખ 41 હજાર 969 ક્વિન્ટલ લાલ ડુંગળી વેચાણ માટે બજારમાં પહોંચી હતી, પરંતુ ભાવમાં 764 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. તે જ સમયે, ઉનાળુ નવી લાલ ડુંગળીનો ભાવ 2552 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયો હતો અને તેમાં 630 રૂપિયાનો ઘટાડો થયો હતો. લાસલગાંવ સહિત નાશિક જિલ્લામાં ડુંગળીની 17 બજાર સમિતિઓ છે. ડુંગળીના ભાવ ઘટવાથી દરેકને મોટું નુકસાન થયું છે.
લાલ ડુંગળીના આગમન સાથે ઉનાળુ ડુંગળીની સિઝન શરૂ થઈ ગઈ છે. હવે લાલ ડુંગળીના આગમન સાથે નવી ઉનાળુ ડુંગળીની આવક વધી છે, જેના કારણે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, ખેડૂત સંગઠનો માગ કરી રહ્યા છે કે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ અંગે નીતિ નક્કી કરવી જોઈએ.
આ પણ વાંચો: Russia Ukraine Crisis: એપલ બાદ Microsoftની મોટી કાર્યવાહી, હવે રશિયામાં નહીં વેચાય કંપનીની પ્રોડક્ટ