Onion Price: ટામેટા બાદ હવે ડુંગળી લોકોને રડાવશે, એક કિલોના ભાવ થશે 70 રૂપિયા, જાણો શું છે કારણ

આ વર્ષે ચોમાસું શરૂ થતાની સાથે જ તમામ ખાદ્ય ચીજ-વસ્તુઓ મોંઘી થઈ છે. તેમાં પણ ટામેટાના ભાવમાં ઘણો વધારો થયો છે. 30 થી 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતા ટામેટા જુલાઈના પ્રથમ સપ્તાહમાં જ 150 થી 200 રૂપિયા પ્રતિ કિલો થયા હતા.

Onion Price: ટામેટા બાદ હવે ડુંગળી લોકોને રડાવશે, એક કિલોના ભાવ થશે 70 રૂપિયા, જાણો શું છે કારણ
Onion Price
| Edited By: | Updated on: Aug 06, 2023 | 3:50 PM

ટામેટા (Tomato Price) બાદ હવે ડુંગળી સામાન્ય લોકોની આંખમાંથી આંસુ લાવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડુંગળીના ભાવમાં (Onion Price) વધારો થઈ શકે છે. એક કિલો ડુંગળીનો ભાવ 60 રૂપિયાને પાર કરી શકે છે. ક્રિસિલ માર્કેટ ઈન્ટેલિજન્સ એન્ડ એનાલિટીકે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે, ટામેટા બાદ હવે ડુંગળીના ભાવ સામાન્ય લોકોનું બજેટ બગાડી શકે છે. આવતા મહિનાથી રિટેલ માર્કેટમાં ડુંગળી મોંઘી થશે.

ડુંગળીનો ભાવ 60 થી 70 રૂપિયા સુધી પહોંચશે

રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બર મહિનામાં ડુંગળીના ભાવમાં વધારો થવાની સંભાવના છે. ટામેટાની જેમ ડુંગળીના આવક પર પણ અસર પડી શકે છે. આવી સ્થિતિમાં માગની સામે પુરવઠો ઓછો થતા ભાવ આપોઆપ વધી જશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓગસ્ટના અંતિમ સપ્તાહ સુધીમાં ડુંગળીના વધતા ભાવની અસર છૂટક બજારમાં જોવા મળશે. સપ્ટેમ્બર સુધીમાં એક કિલો ડુંગળીનો ભાવ 60 થી 70 રૂપિયા સુધી પહોંચી જશે.

માગ-પુરવઠામાં તફાવતને કારણે ડુંગળીના ભાવ વધશે

આ સાથે, ક્રિસિલના રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે માગ અને પુરવઠામાં તફાવતને કારણે ડુંગળીના ભાવમાં વધારો થશે. જો કે ડુંગળીનો દર 2020 ના તેના ઉચ્ચતમ સ્તરથી નીચે રહેશે. ક્રિસિલના અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબરમાં ખરીફની આવક શરૂ થવાને કારણે ડુંગળીના પુરવઠાને અસર થશે. આ કારણે ભાવ સ્થિર નહીં રહે.

ટામેટાના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો

આ વર્ષે ચોમાસું શરૂ થતાની સાથે જ તમામ ખાદ્ય ચીજ-વસ્તુઓ મોંઘી થઈ છે. તેમાં પણ ટામેટાના ભાવમાં ઘણો વધારો થયો છે. 30 થી 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતા ટામેટા જુલાઈના પ્રથમ સપ્તાહમાં જ 150 થી 200 રૂપિયા પ્રતિ કિલો થયા હતા. આ ઉપરાંત લીલા શાકભાજી પણ મોંઘા થયા છે.

આ પણ વાંચો : Tomato Price: મોંઘવારીનો વધુ એક માર ! ટામેટા આ મહિને પહોંચી શકે છે 300 રૂપિયાને પાર

હાલમાં છૂટક બજારમાં ભીંડા, તુવેર, પરવલ, કારેલા, કેપ્સીકમ સહિતના અનેક પ્રકારના લીલા શાકભાજીના ભાવ સાતમા આસમાને છે. આ તમામ શાકભાજી 50 થી 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. પરંતુ, આટલી મોંઘવારી છતાં અત્યાર સુધી ડુંગળી સસ્તી હતી. બજારમાં સારી ગુણવત્તાની ડુંગળી 25 થી 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. પરંતુ આવતા મહિનાથી તેની કિંમતોમાં વધારાથી સામાન્ય લોકોનું ટેન્શન વધી જશે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:48 pm, Sun, 6 August 23