Chilli Price Hike: લીંબુએ દાંત ખાટા કર્યા બાદ હવે વધુ તીખા થયા મરચા, અહીં રેકોર્ડ સ્તરે પહોંચ્યા ભાવ

|

Apr 25, 2022 | 6:36 AM

મોંઘવારીથી ત્રસ્ત ગ્રાહકો માટે મરચાં ભાવની દ્રષ્ટિએ વધુ તીખા બન્યા છે. મહારાષ્ટ્ર લીલા મરચાંના મુખ્ય ઉત્પાદકોમાંનું એક છે. મરચાં (Chilli) એ મસાલાનો પાક છે અને ભારતીય ભોજન તેના વિના અધૂરું છે.

Chilli Price Hike: લીંબુએ દાંત ખાટા કર્યા બાદ હવે વધુ તીખા થયા મરચા, અહીં રેકોર્ડ સ્તરે પહોંચ્યા ભાવ
Chilli Price Hike (ICAR)

Follow us on

આ વર્ષે લીંબુના ભાવ (Lemon Price) રેકોર્ડ સ્તરે છે. દેશની વિવિધ મંડીઓમાં તેનો ભાવ 200થી 300 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં લીલા મરચાં (Green Chilli) કેવી રીતે પાછળ રહી શકે? લીલું મરચું પણ લીંબુના દરનો પીછો કરી રહ્યું છે. છેલ્લા પાંચ મહિનામાં મહારાષ્ટ્રની ઘણી મંડીઓમાં લીલા મરચાના ભાવમાં બેથી ત્રણ ગણો વધારો થયો છે. ડિસેમ્બર 2021માં લીલા મરચાની જથ્થાબંધ કિંમત (Wholesale Price) જે 20થી 40 રૂપિયા પ્રતિ કિલો હતી તે હવે વધીને 60થી 80 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. કેટલાક શહેરોમાં જથ્થાબંધ ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પણ પહોંચી ગયો છે.

મોંઘવારીથી ત્રસ્ત ગ્રાહકો માટે મરચાં ભાવની દ્રષ્ટિએ વધુ તીખા બન્યા છે. મહારાષ્ટ્ર લીલા મરચાંના મુખ્ય ઉત્પાદકોમાંનું એક છે. મરચાં એ મસાલાનો પાક છે અને ભારતીય ભોજન તેના વિના અધૂરું છે. મરચાંની મોંઘવારી વચ્ચે એ પણ જાણવું જોઈએ કે મરચાંની ખેતી ખેડૂતો માટે એટલી ફાયદાકારક છે કે દર વર્ષે તેના વાવેતર વિસ્તારમાં વધારો થઈ રહ્યો છે.

ભારતમાં મરચાનું ઉત્પાદન કેટલું છે

સ્પાઈસ બોર્ડ(Spice Board)ના જણાવ્યા અનુસાર 2001-2002માં જ્યાં તેનું ઉત્પાદન 10,69,000 ટન મરચાનું હતું જે હવે વધીને 20,92,000 ટન થયું છે. ભારત વિશ્વમાં મરચાંનો સૌથી મોટો ઉત્પાદક જ નહીં પણ નિકાસકાર પણ છે. ગયા વર્ષે ભારતે 8,400 કરોડ રૂપિયાના મરચાંની નિકાસ કરી હતી. ઉત્પાદનમાં સતત વધારો થવા છતાં આ વર્ષે મરચાના ભાવ આસમાને કેમ છે? તેની પાછળ એક મોટું કારણ છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

થ્રીપ્સ એટેક એક મોટું કારણ છે

મહારાષ્ટ્રને અડીને આવેલ તેલંગાણા દેશમાં બીજા નંબરનું સૌથી મોટું મરચાંનું ઉત્પાદન કરતું રાજ્ય છે. અહીં થ્રીપ્સના હુમલાને કારણે આ વર્ષે આશરે 9 લાખ એકર જમીનમાં મરચાની ખેતી નાશ પામી છે. મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ થ્રીપ્સનો હુમલો થયો છે. કમોસમી વરસાદને કારણે તેના પાકની ઉત્પાદકતામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આ ભાવ વધારાનું મુખ્ય કારણ છે.

આ ઉપરાંત ઈંધણની વધતી કિંમત પણ મરચાના ભાવ વધારા પાછળ જવાબદાર છે. હાલમાં ખેડૂતોના કહેવા મુજબ તેમની મહેનતનું ફળ વેપારીઓ ઉઠાવી રહ્યા છે. તેઓ 60થી 80 રૂપિયા પ્રતિ કિલોના જથ્થાબંધ ભાવે મરચાં ખરીદે છે અને બજારમાં ગ્રાહકોને 120 રૂપિયા સુધીના ભાવે વેચે છે.

કયા માર્કેટમાં કિંમત કેટલી છે

મહારાષ્ટ્રની મંડીઓના ભાવનું વિશ્લેષણ કરીએ તો ખબર પડે છે કે છેલ્લા ચાર-પાંચ મહિનામાં ભાવ વધ્યા છે. 1 ડિસેમ્બર, 2021ના રોજ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં લીલા મરચાની મહત્તમ કિંમત 1,900 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી, જ્યારે સોલાપુરના મંગલવેધા બજારમાં મહત્તમ ભાવ 2,700 રૂપિયા અને પૂણેમાં 2,000 રૂપિયા હતો.

23 એપ્રિલે કોલ્હાપુરમાં તે વધીને 6,000 રૂપિયા થઈ ગયો. જ્યારે સોલાપુરના મંગલવેધા બજારમાં તેનો મહત્તમ દર 6500, પુણે 6000 અને કોલ્હાપુરમાં 8000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. મંડીઓમાં લીલા મરચાની આવક ઓછી છે, જેના કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

સૌથી વધુ કિંમત ક્યાં હતી?

મહારાષ્ટ્ર સ્ટેટ એગ્રીકલ્ચર માર્કેટિંગ બોર્ડના જણાવ્યા અનુસાર 23 એપ્રિલના રોજ સતારા જિલ્લામાં સ્થિત વાય માર્કેટમાં લીલા મરચાની લઘુત્તમ કિંમત રૂ. 5000 અને મહત્તમ રૂ. 7000 પ્રતિ ક્વિન્ટલ હતી. રત્નાગીરીમાં લઘુત્તમ ભાવ રૂ. 6000 અને મહત્તમ રૂ. 7000 પ્રતિ ક્વિન્ટલ હતા.

કોલ્હાપુરના પેઠ વડગાંવમાં મરચાનો મહત્તમ ભાવ 8000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી ગયો છે. તેવી જ રીતે 20 એપ્રિલે ધુળેના માર્કેટમાં મરચાના ભાવ સૌથી વધુ જોવા મળ્યા હતા. અહીં મોડલ કિંમત 15,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી.

આ પણ વાંચો: Gulkhaira Farming: દવાઓ બનાવવા માટે થાય છે આ છોડનો ઉપયોગ, ગુલખૈરાની ખેતીથી થોડા સમયમાં જ મેળવી શકાય છે સારો નફો

આ પણ વાંચો: Alphonso Mango Price : કેરી રસિયાઓ માટે ખુશખબર, હાફુસની કિંમતમાં આવ્યો ઘટાડો, જાણો શું છે ભાવ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 2:16 pm, Sun, 24 April 22

Next Article