નો માસ્ક નો વેજીટેબલ, આ શાક માર્કેટના વેપારીઓએ કર્યો મોટો નિર્ણય

|

Dec 28, 2021 | 7:49 AM

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનો ખતરો સતત વધી રહ્યો છે. જેને જોતા રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મુંબઈના શાકભાજીના વેપારીઓએ એક અનોખી પહેલ કરી છે. માર્કેટમાં આવનાર માસ્ક ન પહેરેલા વ્યક્તિને શાકભાજી ન આપવાની જાહેરાત કરવામાં આવી છે.

નો માસ્ક નો વેજીટેબલ, આ શાક માર્કેટના વેપારીઓએ કર્યો મોટો નિર્ણય
No mask no vegetable

Follow us on

મહારાષ્ટ્ર (Maharashtra)માં ઓમિક્રોનના કેસ (Omicron case)માં સતત વધારો થઈ રહ્યો છે જેને જોતા રાજ્ય સરકારે ઘણા નિયંત્રણો લાદવાનું શરૂ કર્યું છે. મુંબઈ (Mumbai)ના ભાયખલા શાક માર્કેટના વેપારીઓએ એક અનોખી પહેલ શરૂ કરી છે. શાકભાજી વિક્રેતાઓએ મુંબઈના ભાયખલા સ્થિત શાકભાજી માર્કેટ (Vegetable market)માં દુકાનોની બહાર નો માસ્ક નો વેજીટેબલ (No mask no vegetable)ના પ્લેકાર્ડ લટકાવી દીધા છે.

આ શાકમાર્કેટમાં દરરોજ હજારોની સંખ્યામાં ભીડ જામે છે.આ ભાયખલા શાકમાર્કેટના જથ્થાબંધ વેપારીઓ કે જેઓ નાના છૂટક વેપારીઓને શાકભાજી વેચે છે તેઓએ આવો નિર્ણય લીધો છે.આ શાકમાર્કેટ (Vegetable trader)માં સવારના 5 થી બપોરે 12 વાગ્યા સુધી ભીડ જોવા મળે છે. આવી સ્થિતિમાં રોગચાળો વધુ ફેલાવાનો ભય છે.તેને ધ્યાનમાં રાખીને શાકભાજી વેપારી એસોસિએશને માસ્ક વિના આવતા લોકોને શાકભાજી નહીં આપવાનો નિર્ણય લીધો છે.આ શાક માર્કેટ લગભગ 160 વર્ષ જૂનું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. .

વેપારીઓનું શું કહેવું છે

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ભાયખલા શાકમાર્કેટ એ પહેલું શાક માર્કેટ છે જેણે આવી પહેલ શરૂ કરી છે. તો એ જ માર્કેટના વેપારીઓનું કહેવું છે કે અમે સૌપ્રથમ માર્કેટનો સર્વે કર્યો અને જોયું કે માસ્ક વગરના લોકો માર્કેટમાં આવી રહ્યા છે. તેમાં વધારો થઈ રહ્યો છે.

ગ્રાહકોનું શું કહેવું છે

ભાયખલા શાકમાર્કેટમાં આવેલા ગ્રાહકોએ જણાવ્યું કે, આ એકદમ સંપૂર્ણ શાકમાર્કેટ છે. લોકો દૂર-દૂરથી શાકભાજી લેવા આવે છે, જેના કારણે સૌથી વધુ ભીડ જોવા મળે છે. ઓમીક્રોનના જોખમને જોતા વેપારીઓએ માસ્ક વિનાના લોકોને શાકભાજી ન આપવાનો નિર્ણય લીધો છે, આ સાથે અમે ગ્રાહકો સંપૂર્ણપણે સંમત છીએ, તેથી કેટલાક ગ્રાહકોનું પણ એવું જ કહેવું છે. આવી પહેલ દરેક શાક માર્કેટમાં થવી જોઈએ.

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ

ઓમિક્રોનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેથી રાજ્યમાં ઓમિક્રોનના કેસ સામે આવી રહ્યા છે. ઓમિક્રોનના ખતરાને જોતા રાજ્ય સરકારોએ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે અને તમામ નિયંત્રણો લાગુ કર્યા છે. મહારાષ્ટ્રમાં BMCએ ક્રિસમસ અને નવા વર્ષની પાર્ટીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. બજારમાં શાકભાજી ખરીદનારા લોકો પણ શાકભાજી વિક્રેતાઓની આ પહેલની પ્રશંસા કરી રહ્યા છે.

આ પણ વાંચો: Technology: ભારતમાં 5G ટ્રાયલને લઈ આવ્યા મોટા સમાચાર, આ શહેરોથી થશે ટેસ્ટિંગની પહેલી શરૂઆત

આ પણ વાંચો: Viral: જુગાડ રિક્શા ચલાવતા દિવ્યાંગથી પ્રભાવિત થયા આનંદ મહિન્દ્રા, આપી જોબની ઓફર

Next Article