કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ રાષ્ટ્રીય પશુધન મિશન (National Live Stock Mission-NLM) માટે પોર્ટલ શરૂ કર્યું છે. તેના દ્વારા યોજનાઓને પ્રોત્સાહન આપવા અને પ્રક્રિયા પારદર્શક બનાવવા પર ભાર મુકવામાં આવશે.
NLM પોર્ટલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા (SIDBI) દ્વારા પશુપાલન અને ડેરી વિભાગ સાથે મળીને વિકસાવવામાં આવ્યું છે. ઓનલાઈન પ્લેટફોર્મનો હેતુ રાજ્ય અમલીકરણ એજન્સી (SIA), ધિરાણકર્તા અને મંત્રાલય વચ્ચે જરૂરિયાત આધારિત કાર્ય પ્રવાહ જાળવવાનો છે.
Shri @prupala, Hon’ble Minister of Fisheries, Animal Husbandry & Dairying, launched the #NationalLivestockMission portal – an online platform to bring effectiveness and transparency in implementing the mission.🐮💻
👉🏻https://t.co/3hVSMlXNqQ #TechinAHD #AzadiKaAmritMahotsav pic.twitter.com/1ftiWdePFc
— Dept of Animal Husbandry & Dairying, Min of FAH&D (@Dept_of_AHD) September 13, 2021
રાષ્ટ્રીય પશુધન મિશન શું છે ?
NLM કૃષિ મંત્રાલયની એક પહેલ છે, જે 2014-15માં રજૂ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ પશુધન ક્ષેત્રનો વિકાસ કરવાનો છે. દેશમાં, આ ક્ષેત્રે 2014-15 થી 2019-20 વચ્ચે 8.15 ટકાની સીએજીઆર (CAGR) પર વૃદ્ધિ નોંધાવી છે.
સ્પેશિયલ લાઈવસ્ટોક પેકેજ
મંત્રાલયના રાજ્ય મંત્રીઓ સાથેની બેઠકમાં કેન્દ્રીય મંત્રી રૂપાલાએ આગામી પાંચ વર્ષ માટે જુલાઈ 2021 માં સરકાર દ્વારા પ્રસ્તુત ખાસ પેકેજ વિશે પણ માહિતી આપી હતી. આ 9,800 કરોડ રૂપિયાનું પેકેજ હશે, જેમાં કુલ 54,618 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. વિશેષ પેકેજમાં પશુપાલન અને ડેરી વિભાગની યોજનાઓના તમામ પાસાઓને એક જ જગ્યાએ લાવવામાં આવ્યા છે. તમામ યોજનાઓને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. વિકાસ યોજના, રોગ નિયંત્રણ કાર્યક્રમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ.
ગ્રામીણ સાહસિકતા વધારવા પર ભાર
NLM ગ્રામીણ વિસ્તારોમાં ઉદ્યોગ સાહસિકતા વધારવામાં મદદ કરશે. તેમજ આ પેકેજથી બેરોજગાર યુવાનોને પશુ, ડેરી, મરઘાં, ઘેટાં, બકરી, ડુક્કર, ફીડ અને ઘાસચારો ક્ષેત્રોમાં આજીવિકાની તકો મળશે.
પોર્ટલ પર આ સુવિધાઓ આપવામાં આવી રહી છે
પશુપાલનના ક્ષેત્રમાં આ પ્રકારના પોર્ટલની જરૂર હતી. તેની સૌથી મહત્વની બાબત એ છે કે, પશુપાલન સંબંધિત તમામ પ્રકારની માહિતી અને સુવિધાઓ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. અહીં આવી કેટલીક સુવિધા વિશે જણાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
* પશુપાલન સંબંધિત યોજનાઓ વિશે સમય સમય પર માહિતી
* સબસીડી માટે અરજી કરવાની સુવિધા
* પશુપાલન ઉદ્યોગ શરૂ કરવા માટે લોન સુવિધા
* ધિરાણ આપતી બેંકોની વિગતો
આ ઉપરાંત ખેડૂતો અને પશુપાલકો National Live Stock Mission પોર્ટલની આ લીંક દ્વારા વધારાની માહિતી મેળવી શકે છે.
આ પણ વાંચો : ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે 416 કરોડ રૂપિયાના 21 પ્રોજેક્ટ્સનો શુભારંભ, 8 રાજ્યોના ખેડૂતોને મળશે લાભ
આ પણ વાંચો : Gopal Ratna Award : પશુપાલકોને મળી શકે છે 2 થી 5 લાખ રૂપિયાનો પુરસ્કાર, આ રીતે કરો અરજી