Most Costliest Mango: કિંમત જાણી લોકોના ઉડી જાય છે હોંશ, બગીચાની સુરક્ષામાં તૈનાત છે 3 ગાર્ડ અને 9 કૂતરા, જાણો આ કેરીની ખાસિયત

આ કેરીને એગ ઓફ સન એટલે કે સુર્યનું ઈંડુ પણ કહેવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ કેરી ઘણી ચર્ચામાં રહી છે. વાસ્તવમાં, તે તેની કિંમતને કારણે લોકોમાં ચર્ચાઈ રહી છે. થોડા સમય પહેલા બગીચામાંથી કેટલીક કેરીઓ પણ ચોરાઈ હતી.

Most Costliest Mango: કિંમત જાણી લોકોના ઉડી જાય છે હોંશ, બગીચાની સુરક્ષામાં તૈનાત છે 3 ગાર્ડ અને 9 કૂતરા, જાણો આ કેરીની ખાસિયત
Mango Tree (File Photo)
| Edited By: | Updated on: Mar 31, 2022 | 11:14 AM

ભારતમાં કેરી (Mango)ને લોકોનું સૌથી પ્રિય ફળ માનવામાં આવે છે. અહીં સારી ગુણવત્તાની કેરી ખાવા માટે લોકો સારી એવી રકમ ખર્ચવા તૈયાર છે. આ જ કારણ છે કે દેશમાં વિવિધ પ્રકારની કેરીની જાતો પણ ઉગાડવામાં આવે છે. આપને જણાવી દઈએ કે મધ્યપ્રદેશના જબલપુરમાં આ પ્રકારની કેરી ઉગાડવામાં આવે છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2 લાખ 70 હજાર રૂપિયા પ્રતિ કિલો છે. તે સામાન્ય રીતે જાપાનમાં ઉગાડવામાં આવે છે. જો કે તેની ખેતી જબલપુરમાં શરૂ થઈ ગઈ છે. ટાઈયો નો ટમૈંગો (Taiyo no Tamago)નામની આ કેરીની કિંમત વધુ હોવાથી તેની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

મધ્યપ્રદેશના જબલપુરના રહેવાસી સંકલ્પ પરિહારે આ કેરીઓને બચાવવા માટે પોતાના બગીચામાં 3 ગાર્ડ અને 9 કૂતરા રાખ્યા છે. સંકલ્પ પરિહાર જણાવે છે કે આ કેરીને એગ ઓફ સન એટલે કે સુર્યનું ઈંડુ પણ કહેવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ કેરી ઘણી ચર્ચામાં રહી છે. વાસ્તવમાં, તે તેની કિંમતને કારણે લોકોમાં ચર્ચાઈ રહી છે. થોડા સમય પહેલા બગીચામાંથી કેટલીક કેરીઓ પણ ચોરાઈ હતી.

આવી સ્થિતિમાં તેઓએ કેરીની સલામતી માટે વ્યવસ્થા કરવી પડી હતી. આ માટે તેમને વધારાના પૈસા પણ ખર્ચવા પડે છે. નિષ્ણાતો કહે છે કે જ્યારે આ કેરી સંપૂર્ણ પાકી જાય છે ત્યારે તેનું વજન 900 ગ્રામ સુધી પહોંચી જાય છે. આ સાથે તેનો રંગ આછો લાલ અને પીળો થઈ જાય છે અને તેની મીઠાશ પણ દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ સિવાય અન્ય કેરીની સરખામણીમાં રેશા બિલકુલ જોવા મળતા નથી.

કેરીની આ જાત જાપાનમાં પોલી હાઉસમાં ઉગાડવામાં આવે છે, પરંતુ સંકલ્પ સિંહ પરિહારે તેને પોતાની બંજર જમીન પર ખુલ્લા વાતાવરણમાં ઉગાડી છે. તે કહે છે કે શરૂઆતમાં તેમણે 4 એકરના બગીચામાં આંબાના કેટલાક વૃક્ષો વાવ્યા હતા. તેના બગીચામાં હવે તેની પાસે 14 હાઈબ્રિડ અને છ વિદેશી જાતોની કેરી છે. હાલમાં તેમણે તેમના 4 એકરના બગીચામાં 14 વિવિધ પ્રકારની કેરીઓનું વાવેતર કર્યું છે. આ ઉપરાંત તેમણે ટાઈયો નો ટમૈંગોના પણ 52 વૃક્ષો વાવ્યા છે.

આ પણ વાંચો: Himachal Pradesh Assembly Election 2022: ચૂંટણીમાં મહિલાઓને ટિકિટ આપવાના મામલે હિમાચલ અન્ય રાજ્યોથી પાછળ, 2017માં માત્ર 9 મહિલાઓને મળી ટિકિટ

આ પણ વાંચો: નાણાકીય વર્ષના પ્રથમ 10 મહિનામાં ભારતીય કૃષિ ઉત્પાદનોની નિકાસમાં 25 ટકાનો ઉછાળો