મહેસાણા : હવે ઉત્તર ગુજરાતમાં સ્વિટ ક્રાંતિની શરૂઆત થશે

|

Feb 11, 2022 | 5:31 PM

અમૂલના નિષ્ણાત મધ ઉત્પાદકો તથા પ્રોફેશનલ ટ્રેનરો દ્વારા થીયેરીકલ અને પ્રેકટીકલ ટ્રેનીંગ આપવામાં આવશે.આ સાત દિવસ દરમિયાન તાલીમાર્થીઓને રહેવા - જમવા સહીતની સુવિધા મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા પૂરી પાડવામાં આવશે.

મહેસાણા : હવે ઉત્તર ગુજરાતમાં સ્વિટ ક્રાંતિની શરૂઆત થશે
Mehsana: Now the Sweet Revolution will begin in North Gujarat

Follow us on

મહેસાણા :  દૂધસાગર ડેરી (Dudhsagar Dairy)સાથે જોડાયેલા પશુપાલકો દૂધ ઉત્પાદન- ખેતી-ની સાથોસાથ હવે મધ ઉત્પાદન (Honey production)થકી આવકમાં વધારો કરી શકશે. પશુપાલકો વૈજ્ઞાનિક અભિગમ સાથે ઉત્તમ કવૉલિટીનું મધ ઉત્પાદન કરી શકે તે માટેની ટ્રેનીંગ શિબિરની (Training camp)અલગ અલગ તબક્કામાં શરૂઆત થશે.

એક બેન્ચમાં 50 પશુપાલકો ને સાત દિવસ સુધી ટ્રેનીંગ આપવામાં આવશે.આવતીકાલથી તા‌ . 12/02/2022 થી તા. 18/02/2022 સુધીની પ્રથમ બેન્ચની શરૂઆત દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીની ઉપસ્થિતિમાં શુભ શરૂઆત થશે.

અમૂલના નિષ્ણાત મધ ઉત્પાદકો તથા પ્રોફેશનલ ટ્રેનરો દ્વારા થીયેરીકલ અને પ્રેકટીકલ ટ્રેનીંગ આપવામાં આવશે.આ સાત દિવસ દરમિયાન તાલીમાર્થીઓને રહેવા – જમવા સહીતની સુવિધા મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા પૂરી પાડવામાં આવશે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

દૂધસાગર ડેરી સંચાલિત જગુદન ટ્રેનીંગ સેન્ટર ખાતે આ તાલીમ શિબિરનું પ્રથમ આયોજન કરવામાં આવ્યું છે.

તાલિમાર્થી પશુપાલકો ને ભારત સરકારની National BEE BOARD ( NBB ) તથા NATIONAL DAIRY DEVELOPMENT BOARD ( NDDB ) દ્વારા NATIONAL BEE KEEPING AND HONEY MISSION સર્ટિફિકેટ આપવામાં આવશે . જે સમગ્ર દેશમાં માન્યતા પાત્ર ગણાશે . આ સર્ટીફીકેટ મેળવનાર પશુપાલક ભારત સરકાર તથા ગુજરાત સરકાર ની આ વ્યવસાય સાથેની સવલતો – સબસિડી – પ્રારંભિક જરૂરીયાતો મેળવવાનો હકદાર ગણાશે.

મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારમાં ઉત્પન્ન થતા તમામ મધને દૂધસાગર ખરીદશે. તથા તેને પેચ્યૂરાઇઝ્ડ અને પેકીગ કરી અમૂલ હની બ્રાન્ડ તરીકે બજારમાં ઉતારશે.

 

આ પણ વાંચો : મહેસાણા : એસ.આઇ.એસ પ્રાદેશિક તાલીમ સેન્ટર દ્વારા સુરક્ષા જવાન- સુરક્ષા સુપરવાઇઝર માટે તાલુકાસ્તરે ભરતી શિબિરનું આયોજન

આ પણ વાંચો : Ahmedabad: એનજીઓ ચલાવનાર લોકો સાથે સરકારી ગ્રાન્ટ અપાવવાના નામે થઈ ઠગાઈ, પોલીસે આ ચીટરની કરી ધરપકડ

Published On - 5:29 pm, Fri, 11 February 22

Next Article