દૂધ ઉત્પાદકો (Milk Producers) એવા પશુપાલકો (Animal Husbandry) માટે પશુઓની કાળજી લેવી ખૂબ જરૂરી હોય છે. દૂધની પૌષ્ટિકતા અને દૂધનું ઉત્પાદન વધારવા માટે ગાય – ભેંસને પરિવારના સભ્ય માની તેમની ઉપર મમતા રાખી તેમનું જતન કરવુ ખૂબ જરુરી છે. દૂધ સાગર ડેરીના તજજ્ઞોએ પશુપાલકોને દિશાસૂચન કર્યા છે કે જો પશુઓનું જતન સારી રીતે કરવામાં આવે તો દુધનું ઉત્પાદન અને તેની ગુણવત્તા વધવા લાગશે.
ડેન્માર્કના એક સમૃદ્ધ પશુપાલક ડેવિસ નાર્દિયર એક મોટા પશુપાલક હોવાની સાથે સાથે એક પશુ વૈજ્ઞાનિક પણ છે. તેમણે પણ કેટલાક પ્રયોગો સાથે દુધ ઉત્પાદમાં વધારો અને દુધની ગુણવત્તામાં સુધારો કર્યો છે. પોતાના આ અનુભવથી અન્ય લોકોને પણ દુધ ઉત્પાદન અને તેની ગુણવત્તા સુધારવામાં મદદ મળે તે માટે તેમણે કેટલીક ટિપ્સ આપી છે. જે ટિપ્સ નીચે મુજબ છે.
1. તમારા પાલતું પશુઓ એ તમારી રોજગારીનું કેન્દ્ર છે : તેની સાથે પરિવારના સભ્ય જેવું વર્તન રાખો .
2. તમારા પશુઓ ઉપર દિવસમાં ચાર – પાંચ વાર હાથ પ્રસરાવો : આ સાધારણ લાગતી વાતથી તમારા પશુઓ સાથે તમારા દોસ્તાના સબંધો સ્થાપિત કરશે .
3. તમારા પશુઓ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરો. એની પાસે તમારી ભાષા નથી,પણ એની કક્ષાની સમજણ જરૂર છે
4. તમારા પશુને તમારા પરિવારના સભ્યની જેમ એક નામ આપો. એ નામથી વારંવાર એને સંબોધિત કરો. ચમત્કાર જોજો. થોડાક દિવસોમાં તમારા એ સાદ ને તે સમજવા લાગશે
5. તમારા પશુના મૂડને સમજવાનો પ્રયત્ન કરો. તેના વિવિધ ભાવથી તે પોતાની વાત તમને કહેવાની કોશિષ કરશે.
6. તમારા પશુના રહેઠાણની સતત કાળજી રાખો અને એવું વાતાવરણ ઉભું કરો કે એ કદાપિ ભયભીત અવસ્થામાં ના રહે
7. તમારા પશુઓને ઋતું અનુસાર ઘાસચારો કે અન્ય ખોરાક આપો. પરંતુ,એના ગમા-અણગમાનો પણ ખ્યાલ રાખો
8. તમારા પશુઓ પાસેથી દૂધ લેતાં પહેલાં થોડોક સમય એની પાસે ગાળો. શકય હોય તો એક નિયમિત સંગીત વગાળી ચૌકકસ રીતે દૂધ લેવાનો એક માહોલ ઉભો કરો
9. છેલ્લે દૂધ દોહ્યા પછી તમને અમૃતધારા આપનાર એ પશુની પીઠ પર હળવો પ્રેમાળ હાથ ફેરવી એનો આભાર જરૂર માનો
પશુપાલક ડેવિસ નાર્દિયરના જણાવ્યા અનુસાર ઉપરોક્ત વાતોને લાગણીના માપદંડથી જોશો તો જ પરિણામ આપશે. તેમણે જણાવ્યુ કે માણસ અને આ પશુઓ વચ્ચે બુધ્ધિ અને લાગણીના ભાવજગતનું અંતર છે. તેથી પશુઓ સાથે બુધ્ધિથી નહીં લાગણીથી વર્તવુ જોઇએ. એ લાગણીના ઉભરાને માણસથી પણ વધું સમજી શકે છે
પશુપાલક ડેવિસ નાર્દિયરે જણાવ્યુ કે લાગણીના આ પ્રયોગથી તમારા પશુ થોડા દિવસમાં ઉંચી ગુણવત્તા યુક્ત વધારે પ્રમાણમાં દૂધ આપશે. સાથે સાથે પશુપાલનનો વ્યવસાય બોજ નહીં પણ શોખ લાગવા માંડશે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-
Published On - 2:52 pm, Sat, 5 February 22