Oregano Farming: જાણો ઓરેગાનોની ખેતીના ફાયદા અને તેના વ્યવાસાયિક લાભ

|

Mar 05, 2022 | 1:15 PM

ઓરેગાનોની ખેતી કેવી રીતે ફાયદાકારક છે અને ખેડૂતો તેને બજારમાં વેચીને સારો નફો કેવી રીતે મેળવી શકે છે. જો તમે આ ખેતી વિશે જાણતા નથી. તો ચાલો આ લેખમાં ઓરેગાનોની ખેતી વિશે વિગતવાર જાણીએ.

Oregano Farming: જાણો ઓરેગાનોની ખેતીના ફાયદા અને તેના વ્યવાસાયિક લાભ
Oregano Farming (PC: Krishijagran)

Follow us on

ઓરેગાનો (Oregano) ભૂમધ્ય પ્રદેશમાં સ્થાનિક છોડ છે પરંતુ તેની ખેતી મેક્સિકો, ઇટાલી, તુર્કી, ડોમિનિકન રિપબ્લિક અને ગ્રીસમાં થાય છે. ભારતમાં તે કાશ્મીરથી સિક્કિમ સુધી સમશીતોષ્ણ હિમાલયમાં જોવા મળે છે. જો તમે ખેડૂત (Farmer) છો. તો તમે ઓરેગાનોની ખેતી (Oregano Farming) વિશે જાણતા જ હશો. તે આપણા માટે કેવી રીતે ફાયદાકારક છે અને ખેડૂતો તેને બજારમાં વેચીને સારો નફો કેવી રીતે મેળવી શકે છે. જો તમે આ ખેતી વિશે જાણતા નથી. તો ચાલો આ લેખમાં ઓરેગાનોની ખેતી વિશે વિગતવાર જાણીએ.

ઓરેગાનો શું છે?

ઓરેગાનો એક પ્રકારની જડીબુટ્ટી તેમજ ઔષધીય છોડ છે. જેનો ઉપયોગ માત્ર ઈટાલિયન વાનગીઓ બનાવવા માટે જ નહીં, પરંતુ અનેક પ્રકારની દવા બનાવવામાં પણ થાય છે. તે ઘણા ખતરનાક રોગો સામે લડવા માટે રક્ષણાત્મક કવચ છે. તેનો ઉપયોગ મોટાભાગે ગ્રીક લોકો કરે છે. તે પણ શિયાળાના મહિનાઓમાં થતા અનેક રોગોની સારવાર માટે તેનો ઉપયોગ થાય છે.

ઓરેગાનોની ખેતીના ફાયદા

ઓરેગાનોની ખેતી કરીને ખેડૂતો ઓછા સમયમાં તેમની આવક વધારી શકે છે.
ઓરેગાનો શરીરમાં થતા ખતરનાક રોગો સામે લડવામાં મદદ કરે છે.
તેની અંદર ખૂબ જ શક્તિશાળી એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે.
આ ઉપરાંત, તે શરીરની બળતરા ઘટાડવામાં મદદ કરે છે.
તેના સેવનથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.
ઓરેગાનો વધુ માત્રામાં ખાવાથી હૃદય રોગ થતો નથી.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ઓરેગાનો ખેતીના વ્યવસાયિક લાભો

ખેડૂતો આ ખેતી વ્યવસાયિક રીતે પણ કરે છે. કારણ કે તેના દ્વારા ઉત્પાદિત ઉત્પાદનો દેશ-વિદેશમાં સારા ભાવે આયાત અને નિકાસ કરવામાં આવે છે.
ઓરેગાનો ખાવામાં મીઠાશ અને સ્વાદ લાવે છે. જેના કારણે તે માર્કેટમાં વધુ વેચાય છે.
તે તાજા, સૂકા અથવા તેલના સ્વરૂપમાં જોવા મળે છે.
ઓરેગાનોનો સૌથી વધુ ઉપયોગ તેલ તરીકે થાય છે.

ભૂમધ્ય તટપ્રદેશ, લેટિન અમેરિકા અને આર્જેન્ટિના સહિત ઘણા દેશોની વાનગીઓમાં ઓરેગાનોનો વ્યાવસાયિક રીતે ઉપયોગ થાય છે. તેથી ખેડૂતો તેની ખેતી કરીને થોડા મહિનામાં લાખોની કમાણી કરી શકે છે. ખેડૂતોની આવક વધારવા માટે આ એક સરસ રીત છે.

આ પણ વાંચો: કુદરતી ખેતી કરતા ખેડૂતોને મોટો ફાયદો થશે, નિકાસને પ્રોત્સાહન આપવાનું આયોજન કરી રહ્યું છે APEDA

આ પણ વાંચો: ડાન્સ કરતા કરતા પૂજા હેગડે સાથે આ શું કર્યું સલમાન ખાને!

Next Article