આજે અમે તમને ભારત સરકારની એક એવી ખાસ યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં રોકાણ કરીને તમે થોડા વર્ષોમાં તમારા પૈસા ડબલ કરી શકો છો. ભારત સરકાર (Government of India)ની આ યોજના ખૂબ જ ખાસ છે. તે ખાસ કરીને ભારતીય ખેડૂતો માટે બનાવવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ખેડૂતો(farmers) આ યોજના હેઠળ સરળતાથી તેમનું ખાતું ખોલાવી શકે છે.
આમાં તેમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો નહીં પડે. કિસાન વિકાસ પત્ર યોજના હેઠળ ખાતું ખોલાવવાની પ્રક્રિયા એકદમ સરળ છે. બેંકો અને પોસ્ટ ઓફિસમાં ઘણી નાની બચત યોજનાઓ ચાલી રહી છે. કિસાન વિકાસ પત્ર (Kisan Vikas Patra scheme)પણ એક નાની બચત યોજના છે. આ યોજનામાં ખાતું ખોલવા માટે, તમારે ભારતીય પોસ્ટ ઓફિસ (Indian Post Office)ની શાખાની મુલાકાત લેવી પડશે. આમાં રોકાણ કરેલ તમારા પૈસા 124 મહિનામાં બમણા થઈ જશે.
કિસાન વિકાસ પત્ર યોજના શું છે?
આ એક બચત યોજના છે. જો તમે આ યોજનામાં રોકાણ કરો છો, તો તમને વાર્ષિક 6.9 ટકાના દરે વ્યાજ મળશે. આ સ્કીમની સૌથી ખાસ વાત એ છે કે તમે આ સ્કીમમાં ઓછા પૈસાથી રોકાણ કરી શરૂઆત કરી શકો છો. કિસાન વિકાસ પત્રમાં તમે માત્ર 1000 રૂપિયા જમા કરીને તમારું ખાતું ખોલાવી શકો છો.
તમે ભારતમાં કોઈપણ પોસ્ટ ઓફિસમાં જઈને આ બચત યોજનામાં તમારું ખાતું ખોલાવી શકો છો. જો તમે આ યોજનામાં તમારા નાણાંનું રોકાણ કરવા ઈચ્છો છો, તો તમારે માત્ર પોસ્ટ ઓફિસની મુલાકાત લઈને ખાતું ખોલવી ફોર્મ ભરવાનું રહેશે. તે પછી તમારા જરૂરી દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી ખાતું ખોલવામાં આવશે. તમે ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરીને કિસાન વિકાસ પત્રમાં તમારું ખાતું પણ ખોલી શકો છો.
જો તમારી ઉંમર 10 વર્ષથી વધુ છે, તો તમે આ યોજનામાં સરળતાથી તમારું ખાતું ખોલાવી શકો છો. તમે આ યોજનામાં તમારા પૈસાની મહત્તમ રકમનું રોકાણ કરી શકો છો. ભારતમાં મોટા પાયે લોકો કિસાન વિકાસ પત્ર યોજનામાં તેમના નાણાંનું રોકાણ કરી રહ્યા છે.
આ પણ વાંચો: ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં આવ્યો ઘટાડો, ગોલ્ડ રિઝર્વ ઘટાડાની દેખાઈ અસર
આ પણ વાંચો: નાળિયેરના પાકમાં સફેદ માખીનો પ્રકોપ વધતા યુવાને સોશિયલ મીડિયામાંથી શોધ્યો રામબાણ ઈલાજ