કિસાન ક્રેડિટ કાર્ડ પર સમયસર લોન ચૂકવવી છે ફાયદાકારક, જાણો સરળ ભાષામાં વ્યાજનું ગણિત

|

Jan 26, 2022 | 12:58 PM

Kisan Credit Card: કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે. જેના કારણે ખેડૂતોને ખેતી કરવા માટે સમયસર પૈસા મળે છે. જેમાં ખેડૂતોને નાણાં પર ઓછું વ્યાજ ચૂકવવાનું રહે છે.

કિસાન ક્રેડિટ કાર્ડ પર સમયસર લોન ચૂકવવી છે ફાયદાકારક, જાણો સરળ ભાષામાં વ્યાજનું ગણિત
Farmer (File Photo)

Follow us on

કિસાન ક્રેડિટ કાર્ડ (Kisan Credit Card)ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે. દેશના ખેડૂતો (Farmers)ને ખેતી માટે આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે અને તેમને યોગ્ય સમયે ખેતી કરવા માટે નાણાં મળી શકે તે માટે કિસાન ક્રેડિટ કાર્ડની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ KCC કાર્ડ ધારકોએ તેમના ખાતાને સમયાંતરે રિન્યુ કરાવવું જરૂરી છે. જે ખેડૂતો રિન્યુ કરી શકતા નથી, તેમને સબસિડીનો લાભ મળતો નથી અને એવી ઘણી બેંકો છે જે લોનના વ્યાજની સાથે દંડ પણ વસૂલે છે. તેઓ દ્વારા KCC ખાતા પર વ્યાજ દર સાત ટકાને બદલે નવ ટકા સુધી વસૂલવામાં આવે છે. એટલું જ નહીં, આ વ્યાજ દર દર વર્ષે વધતું જ રહે છે. કેટલાક કિસ્સાઓમાં અને બેંકોમાં, વ્યાજ દર ત્રણ વર્ષ પછી 14 ટકા સુધી પહોંચે છે.

કિસાન ક્રિડિટ કાર્ડને કેસીસી (KCC)પણ કહેવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડની લોન હંમેશા યોગ્ય સમયે ભરવી જોઈએ. તેનાથી ખેડૂતોને ફાયદો થાય છે. આ સિવાય ખેડૂતોએ સમજવું જોઈએ કે લોન માફીની રાહ જોવામાં વધુ ફાયદો છે કે સમયસર લોન ચૂકવવામાં વધુ ફાયદો છે. કિસાન ક્રેડિટ કાર્ડ પર કાર્ડ ધારકોએ એક રૂપિયાથી લઈને ત્રણ લાખ રૂપિયા સુધી સાત ટકાના દરે વ્યાજ ચૂકવવું પડે છે. તે છ માસિક ધોરણે (31મી મે અને 30મી નવેમ્બરે) થાય છે. આ ઉપરાંત, KCC કાર્ડ ધારકે એક વર્ષની અંદર તેમનું ખાતું રિન્યુ કરાવવું જોઈએ. નવીકરણ પર, સબસિડી તરીકે 3% વ્યાજ પરત કરવામાં આવે છે. આ રીતે જે ખેડૂતો તેમની લોન યોગ્ય સમયે ચૂકવે છે તેમને ચાર ટકાના દરે લોન મળે છે.

લોન ચૂકવવામાં ભૂલ ન કરો

ઘણી વખત ખેડૂતો યોગ્ય સમયે KCC લોન ભરવામાં ભૂલ કરે છે. ઘણી વખત ચૂંટણી વાયદાઓની આશાએ લોન માફીના વચનો પર વિશ્વાસ કરે છે. આ આશાએ ઘણી વખત ખેડૂતો નિયમિત વ્યાજ ચૂકવતા નથી. તેના કારણે ખેડૂતોને બેંક વતી નીલામીની કાર્યવાહીનો સામનો કરવો પડે છે, આ સિવાય ઘણી વખત બેંકો ખાતાધારક પાસેથી દંડ, વ્યાજ, વસૂલાત ખર્ચ, લીગર ચાર્જ સહિતના અનેક ચાર્જ ઉમેરીને પૈસા વસૂલે છે. કારણ કે નિષ્ણાતો માને છે કે કોઈપણ સરકાર ક્યારેય પણ સમગ્ર KCC લોન માફ કરી શકે નહીં.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

KCC લોનનું પુન:ચુકવણી ગણિત

ધારો કે એક ખેડૂતે 3 લાખ રૂપિયાની KCC લોન લીધી છે અને તે ત્રણ વર્ષ માટે સમયસર રિન્યૂ કરાવે છે, તો તે 4 વર્ષમાં કુલ વ્યાજ 12000X 4 = 48000 રૂપિયા ચૂકવે છે, જ્યારે ખેડૂત ચાર વર્ષ સુધી લોન માફીની રાહ જુએ છે. અને જો તે એક રૂપિયો પણ નહીં ચૂકવે તો તેનું પ્રથમ વર્ષનું વ્યાજ 300000 થી 21000 રૂપિયાના 7 ટકા થશે. જેની (એક વર્ષ પછી કૂલ પ્રિન્સિપાલ 321000 થશે). બીજા વર્ષમાં 9 ટકાના દરે વ્યાજ વસૂલવામાં આવશે. એટલે કે 321000 ના 9 ટકા બીજા વર્ષમાં 28890 થશે.

આ રીતે બીજા વર્ષ પછી કુલ મૂળ રકમ 349890 થશે. ત્રીજા વર્ષમાં, બીજા વર્ષની મૂળ રકમ પર વ્યાજ વસૂલવામાં આવશે. ત્રીજા વર્ષમાં 11 ટકા ચાર્જ લેવામાં આવશે. આ રીતે, 349890 ના 11 ટકા 38487 થશે. આમ ત્રીજા વર્ષ પછી કુલ મૂળ રકમ 388377 થશે. ચોથા વર્ષે ત્રીજા વર્ષની મૂળ રકમ પર 14 ટકા વ્યાજ વસૂલવામાં આવશે. આ રીતે ચોથા વર્ષનું વ્યાજ 87472 અને મૂળ રકમ 475849 થશે.

KCC લોન સમયસર ચૂકવવાના ફાયદા

આ રીતે સમયસર લોન ભરનાર ખેડૂતે વ્યાજ પેટે રૂપિયા 48000 ચૂકવવા પડ્યા હતા. જ્યારે જે ખેડૂત પાસેથી સમયસર પેમેન્ટ ન થયું તેણે વ્યાજ પેટે રૂ. 175849 ચૂકવવા પડ્યા. બીજી તરફ, જો બેંક દ્વારા લેવામાં આવેલા અન્ય ચાર્જીસને આ રકમમાં ઉમેરવામાં આવે તો રકમ લગભગ 250000 થઈ જાય છે. આ સિવાય તમારો CIBIL સ્કોર પણ ખરાબ થઈ શકે છે જેના કારણે તમારે બેંકમાંથી લોન લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો: ઠંડીમાં દૂધાળા પશુઓની રાખો ખાસ કાળજી, દૂધ ઉત્પાદન વધારવા અપનાવો આ રીત

આ પણ વાંચો: ડેવિડ વોર્નરને ચડ્યો ફિલ્મ Pushpaનો ફિવર, સોશિયલ મીડિયા પર શેર કર્યો શાનદાર વીડિયો

Next Article