ગુજરાતમાં 21.74 ટકા વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર પૂર્ણ, સૌથી વધુ કપાસ-મગફળીની વાવણી

કઠોળ પાકોમાં કુલ 15,498 હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે, જે સામાન્ય વિસ્તારના 3.72 ટકા જેટલું છે. તેમાં તુવેરનું 14,097 હેક્ટર, મગનું 540 હેક્ટર, અડદનું 820 હેક્ટર અને મઠનું 20 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે.

ગુજરાતમાં 21.74 ટકા વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર પૂર્ણ, સૌથી વધુ કપાસ-મગફળીની વાવણી
| Updated on: Jul 09, 2026 | 3:58 PM

ગુજરાતમાં આ વર્ષે મોડા બેઠેલા ચોમાસાને કારણે ખરીફ પાકનુ વાવેતર પણ પાછલા વર્ષની સરખામણીએ ઓછું થવા પામ્યું છે. ગુજરાતમાં ચાલુ ખરીફ સીઝન દરમિયાન 6 જુલાઈ 2026 સુધી રાજ્યમાં કુલ 18.54 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે, જે સામાન્ય વાવેતર વિસ્તારના 21.74 ટકા જેટલું છે. કૃષિ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધુ વાવેતર કપાસ અને મગફળીના પાકમાં નોંધાયું છે. રાજ્યના આંકડાઓ વરસાદની સ્થિતિને અનુરૂપ ખરીફ વાવેતર ધીમે ધીમે આગળ વધી રહ્યું હોવાનું દર્શાવે છે.

આંકડા મુજબ કપાસનું વાવેતર 9.31 લાખ હેક્ટર વિસ્તારમાં થયું છે. જે સામાન્ય વિસ્તારના 39.10 ટકા જેટલું છે. જ્યારે મગફળીનું વાવેતર 6.29 લાખ હેક્ટર વિસ્તારમાં નોંધાયું છે. જે સામાન્ય વિસ્તારના 32.83 ટકા જેટલું છે.

તેલિબિયાં પાકોમાં કુલ 6.66 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થવા પામ્યું છે. જે સામાન્ય વિસ્તારના 22.72 ટકા બરાબર છે. તેમાં સોયાબીનનું વાવેતર 35,200 હેક્ટર, તલનું 901 હેક્ટર અને એરંડાનું 1,041 હેક્ટર વિસ્તારમાં નોંધાયું છે.

અનાજ પાકોની વાત કરીએ તો કુલ 76,683 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. જે સામાન્ય વિસ્તારના 5.56 ટકા જેટલું છે. તેમાં ડાંગરના પાકનું વાવેતર 30,435 હેક્ટર, મકાઈના પાકનું વાવેતર 37,101 હેક્ટર વિસ્તારમાં થયું છે. જ્યારે બાજરીનું વાવેતર માત્ર 8,534 હેક્ટર વિસ્તારમાં થયું છે.

કઠોળ પાકોમાં કુલ 15,498 હેક્ટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે, જે સામાન્ય વિસ્તારના 3.72 ટકા જેટલું છે. તેમાં તુવેરનું 14,097 હેક્ટર, મગનું 540 હેક્ટર, અડદનું 820 હેક્ટર અને મઠનું 20 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે.

અન્ય પાકોમાં શાકભાજીનું વાવેતર 57,695 હેક્ટર, ઘાસચારોનું 1.05 લાખ હેક્ટર, જ્યારે ગુવારનું 963 હેક્ટર વિસ્તારમાં નોંધાયું છે.

ગત વર્ષની સમાન તારીખની સરખામણીએ આ વર્ષે અનેક પાકોમાં વાવેતરનો વિસ્તાર ઓછો જોવા મળે છે. જોકે, જુલાઈમાં ચોમાસાની ગતિ તેજ બનતા આગામી દિવસોમાં ખરીફ વાવેતરમાં નોંધપાત્ર વધારો થવાની કૃષિ ક્ષેત્રે અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Farming Tips : ખેતરોમાં પાણી ભરાવા પાછળ માત્ર વરસાદ નહીં, વર્ષોની રાસાયણિક ખેતી પણ છે જવાબદાર ?

Published On - 3:46 pm, Thu, 9 July 26

Follow Us