Agriculture: ખેડૂતોએ જુલાઈ માસમાં દિવેલા, મકાઈ અને બાજરીના પાકમાં કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

Agriculture: ખેડૂતોએ જુલાઈ માસમાં દિવેલા, મકાઈ અને બાજરીના પાકમાં કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી
Castor Crop
| Edited By: | Updated on: Jul 07, 2023 | 12:28 PM

ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જે પાકનું વાવેતર કરવાના છે તો તેઓએ વાવેતર કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેની માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેતી કાર્યો અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. ચાલો જાણીએ કે ખેડૂતોએ દિવેલા (Castor), મકાઈ અને બાજરીના પાકમાં કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

દિવેલાના પાકમાં ખેતી કાર્યો

1. દિવેલાનું વાવેતર ૧૫ જુલાઈ થી ૧૫ ઓગસ્ટ વચ્ચે કરો. જીએયુસી-૧, જીસીએચ-૬, જીસીએચ-૫, જીસીએચ-૭, ૯ જીસીએમ-૪, જીસીએમ -૬ જાતનું વાવેતર કરવું.

2. બિયારણનો દર: ૬ કિલો / હેકટરે, બીજને બાવિસ્ટીન ૨ ગ્રામ અથવા થાયરમ ૩ ગ્રામ કિલો દિઠ પટ આપવો.

3. પાકમાં રાસાયણિક ખાતર: ૧૨૦+૫૦+૫૦ ના. ફો. પો. આપવું.

4. નાઈટ્રોજન અને પોટાશ પાયામાં ૫૦% તેમજ નાઈટ્રોજન બાકી રહેલ બે હપ્તામાં તથા પોટાશ ૪૫ દિવસે બાકીનો જથ્થો આપો.

5. ખારા પાણીમાં દિવેલા ઉગાડવા જીસી-૩ જાતનું વાવેતર કરવા ભલામણ છે. રાસાયણિક ખાતર સાથે છાણીયું ખાતર ૧૦ ટન તથા જીપ્સમ ૩ ટન હેકટરે નાખવું.

મકાઈના પાકમાં ખેતી કાર્યો

1. ટપકાવાળી લશ્કરી ઈયળનાં નિયંત્રણ માટે બેસીલસ થુરીન્સીસ નામના જીવાણુંનો પાઉડર ૧૫ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના કે ન્યુંમેરીયા રીલે નામની ફુગનો પાઉડર ૬૦ ગ્રામ અથવા લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) અથવા લીમડાનું તેલ ૩૦ મિ.લી. (૧૦ ગ્રામ કપડા ધોવાનો પાવડર) ૧૦ લીટર પાણીમાં ઉમેરી છોડની ભૂંગળી બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો.

2. મગ, મઠ, અડદ, ગુવાર અને ચોળીમાં સફેદમાખીનાં નિયંત્રણ માટે આ જીવાતનો ઉપદ્રવ જણાય તો લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) અથવા બીવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફુગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

આ પણ વાંચો : Rice Price: ટામેટા અને દાળમાં ભાવ વધારા બાદ હવે ચોખાના ભાવમા ભડકો! 11 વર્ષની ટોચે પહોંચ્યો

બાજરીના પાકમાં ખેતી કાર્યો

1. બાજરી, જુવાર અને ઘાસચારાના પાકો: સાંઠાની માખીનાં નિયંત્રણ માટે ઈમિડાકલોપ્રીડ ૭૦ ડબલ્યુએસ ૫ ગ્રામ / કિ.ગ્રા. બીજ પ્રમાણે માવજત આપી વાવેતર કરવું અથવા વાવણી વખતે ઈમિડાકલોપ્રીડ અથવા ફીપ્રોનીલ ચાસમાં આપવું.

2. બાજરામાં ૮૦-૪૦-૦ ના.ફો.પો. તથા ઝીંક સલ્ફેટ અને ફેરસ સલ્ફેટ ૨૦ કિલો/હે. આપવું.

3. બિયારણનો દર ૫ કિ.ગ્રા. / હેક્ટર પ્રમાણે રાખવો. પારવણી કરાવી અને ખલા પુરાવા.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો