સરકારી પડતર જમીનમાં ટૂંક સમયમાં બાગાયતી ખેતી જોવા મળશે, સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય

જમીનની ફાળવણીમાં ગેરરીતિના કેટલાક આક્ષેપો થયા હતા, જે પછી યોજના સ્થગિત કરવામાં આવી હતી. 'મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન' (બાગાયત વિકાસ મિશન) માટે 2021-22ના બજેટમાં 100 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી હતી. તે હજુ પણ બિનઉપયોગી છે.

સરકારી પડતર જમીનમાં ટૂંક સમયમાં બાગાયતી ખેતી જોવા મળશે, સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય
Farmer ( File photo)
| Edited By: | Updated on: Jan 19, 2022 | 3:28 PM

Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel)સરકાર બાગાયતી ખેતી માટે સરકારી બંજર જમીન ભાડે આપવા માટે મુખ્યમંત્રી બગાયત વિકાસ મિશનને ફરીથી શરૂ કરવા આતુર છે. ગત જાન્યુઆરીમાં ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણી (Vijay Rupani)એ જાહેર કરેલી આ યોજનાને નવી સરકારે ચાર્જ સંભાળ્યા બાદ અટકાવી દેવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય રાજ્યમાં બાગાયતી ખેતી (Horticulture)ને પ્રોત્સાહન આપવાનો છે. રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે (Raghavji Patel)મંગળવારે જાહેરાત કરી હતી કે, ‘સરકાર કેટલાક ફેરફારો સાથે આ યોજનાને ફરીથી શરૂ કરવાનું વિચારી રહી છે.

જમીનની ફાળવણીમાં ગેરરીતિના કેટલાક આક્ષેપો થયા હતા, જે પછી યોજના સ્થગિત કરવામાં આવી હતી. ‘મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન’ (બાગાયત વિકાસ મિશન) માટે 2021-22ના બજેટમાં 100 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી હતી. તે હજુ પણ બિનઉપયોગી છે.

મીડિયાને સંબોધતા કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, “સરકારને બાગાયતી ખેતી માટે બંજર જમીન ફાળવવા માટે 4,000 થી વધુ અરજીઓ મળી છે. અમે શક્ય તેટલી વહેલી તકે આ યોજનાને ફરીથી શરૂ કરવા આતુર છીએ. જમીન ફાળવણીના માપદંડોને અંતિમ સ્વરૂપ આપવા માટે યોજના હોલ્ડ પર છે. હાલમાં ખેતી માટે બંજર જમીનનો કોઈ ઉપયોગ થઈ રહ્યો નથી, તેથી આ યોજના ચોક્કસપણે કૃષિ ઉત્પાદનમાં વધારો કરી શકે છે.

મિશનનો ઉદ્દેશ્ય કૃષિ, બાગાયતને વેગ આપવા અને હર્બલ છોડની ખેતી (Cultivation of herbal plants) ને પ્રોત્સાહન આપવાનો છે. કૃષિ પ્રધાને કહ્યું કે તે આવા ઉત્પાદનોની નિકાસમાં વધારો કરીને રોજગારીની તકો પણ ઉભી કરશે. પ્રથમ તબક્કામાં કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓને આવરી લેવાશે.

બંજર જમીન પર ઔષધીય છોડ અને બાગાયતી પાકોની ખેતી માટે સરકાર દ્વારા નિર્ધારિત કરાયેલા વિસ્તારો અને સર્વે નંબરોમાં આશરે 50,000 હેક્ટર જમીન 30 વર્ષના ભાડાપટ્ટે આપવામાં આવી હતી, જે હાલમાં શૂન્ય ઉત્પાદન કરી રહી છે.

આ પણ વાંચો: શ્રીલંકા પાસે વિદેશી મુદ્રા ભંડાર લગભગ ખતમ, નાદારીથી બચવા શ્રીલંકાએ સોનું વેચવાનું કર્યું શરૂ, ભારતનું આપ્યું ઉદાહરણ

આ પણ વાંચો: BHARUCH : કોરોના સંક્રમણની ચિંતાજનક સ્થિતિ વચ્ચે બાળકોને ઓફલાઈન શિક્ષણ માટે બોલાવાયા, શિક્ષણ વિભાગે નોટિસ ફટકારી કહ્યું કાર્યવાહી માટે તૈયાર રહો