દાડમના સારા ભાવની ખેડૂતોને આશા, ઓછા ભાવમાં વેચાણને બદલે ખેડૂતોએ સંગ્રહને આપી પ્રાથમિકતા

|

Nov 15, 2021 | 3:04 PM

દાડમ બજારમાં ઉપલબ્ધ થઈ રહ્યા નથી. આ વર્ષ કુદરતી આફતો અને બીમારીના પ્રકોપથી દાડમના પાકને સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. લગભગ 70 થી 80 ટકા બાગને નુકસાન થયું છે. દિવાળી બાદથી દાડમ ઉતરવાનું શરૂ થઈ જાય છે.

દાડમના સારા ભાવની ખેડૂતોને આશા, ઓછા ભાવમાં વેચાણને બદલે ખેડૂતોએ સંગ્રહને આપી પ્રાથમિકતા
Pomegranate (File Photo)

Follow us on

બજારમાં દાડમ (Pomegranate)ની આવક શરૂ થઈ ગઈ છે. જોકે, દાડમની કિંમત (Pomegranate Prices) ગત વર્ષની સરખામણીએ ઓછી મળવાનું કારણ છે સંગ્રહ (Storage) પર ભાર દેવામાં આવી રહ્યું છે. જેથી કરી દાડમ બજારમાં ઉપલબ્ધ થઈ રહ્યા નથી. આ વર્ષ કુદરતી આફતો અને બીમારીના પ્રકોપથી દાડમના પાકને સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. લગભગ 70 થી 80 ટકા બાગને નુકસાન થયું છે. દિવાળી બાદથી દાડમ ઉતરવાનું શરૂ થઈ જાય છે.

ભારે વરસાદના કારણે બગીચાને નુકસાન

વરસાદે ન માત્ર ખરીફ પાકોને જ નુકસાન પહોંચાડ્યું પરંતુ બગીચાઓને પણ પ્રભાવિત કર્યા હતા. આ સિવાય ઓટલી ડિઝીઝ અને પિન હોલ જેવા રોગનો પણ ઉપદ્રવ વધારે હતો. જેથી દાડમના પાકને નુકસાન થયું છે. હાલ મહારાષ્ટ્રમાં અને અન્ય રાજ્યમાં ખેડૂતો (Farmers) એ એકથી બે ટકા વિસ્તારમાં દાડમ ઉતારવાનું શરૂ કર્યું છે. દાડમ ખરીદવા માટે વ્યાપારીઓની અવર-જવર રહેતી હોય છે હાલ બજારમાં દાડમની આવક ઓછી છે પરંતુ કિંમતો સ્થિર છે. મહીનાના અંત સુધી દાડમની નિકાસમાં તેજી આવવાની આશા છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

નિકાસ શરૂ થયા બાદ ભાવમાં સુધારો થવાની આશા

હવે દાડમ બજારમાં આવી રહ્યા છે પરંતુ ભાવમાં ઘટાડો નોંધાવાના કારણે સ્ટોકપિલિંગ પર ભાર આપવામાં આવી રહ્યો છે. જો સીઝનની શરૂઆતમાં ભાવ ઓછા કરવામાં આવે છે તો ખર્ચ કરેલું રોકાણ કવર કરવું મુશ્કેલ છે. ત્યારે બાગાયતની ખેતી કરતા ખેડૂતો સાવધાનીથી પગલા ભરી રહ્યા છે. દેશમાં દાડમની નિકાસ આગામી મહિનાથી શરૂ થશે.

આ દરમિયાન ખેડૂતોમાં ભાવમાં વધારાની આશા છે. મહારાષ્ટ્રમાં મોટા પાયે દાડમની ખેતી (Pomegranate Farming) કરવામાં આવે છે. આ વર્ષ પણ શરૂઆતી દિવસોમાં દાડમ માટે અનૂકુળ મોસમ હતું. એટલા માટે ખેડૂતોને આશા હતી આ વર્ષ સીઝન સારી રહેશે. જોકે આ વર્ષ પણ ભારે વરસાદે દાડમને નુકસાન કર્યું અને ખેડૂતોની આશા ધોઈ નાખી છે.

કિંમત વધવાની આશા

હાલ વ્યાપારીઓ દાડમની માગ કરી રહ્યા છે બજારમાં નવો માલ આવવાના કારણે તેની યોગ્ય કિંમતનું અનુમાન લગાવવું મુશ્કેલ છે. એટલા માટે માગ ઘટી રહી છે. જોકે, દાડમની હાલની માગ 110 થી 120 કિલોગ્રામ છે પરંતુ ઉત્પાદકો ભવિષ્યમાં કિંમતોમાં વધારો થવાની આશા સેવી રહ્યા છે. એટલા માટે વેચાણને બદલે સંગ્રહ પર ભાર આપવામાં આવી રહ્યો છે.

 

આ પણ વાંચો:  મશરૂમની ખેતીમાં છે ઓછા રોકાણે સારો નફો, ઘરમાં જ મશરૂમની ખેતી કરી આ મહિલા બની આત્મનિર્ભર

આ પણ વાંચો: તુવેરના પાકમાં જીવાતના ઉપદ્રવને આ રીતે ઘટાડો, નિષ્ણાંતોએ આપી ખેડૂતોને આ મહત્વની સલાહ

Next Article