Gujarat: લઘુતમ ટેકાના ભાવથી મગફળી, ડાંગર, મકાઈ અને બાજરીની સીધી ખરીદી માટે નોંધણી પ્રક્રિયાનો શનિવારથી શુભારંભ

|

Sep 30, 2021 | 9:27 PM

મગફળીની ખરીદી માટે 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી જયારે ડાંગર, મકાઈ અને બાજરી માટે 1 ઓક્ટોબરથી 16 નવેમ્બર સુધી નોંધણી કરાવી શકાશે.

Gujarat: લઘુતમ ટેકાના ભાવથી મગફળી, ડાંગર, મકાઈ અને બાજરીની સીધી ખરીદી માટે નોંધણી પ્રક્રિયાનો શનિવારથી શુભારંભ
File photo

Follow us on

રાજ્યના ખેડૂતોને (Farmers) પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ સીઝન 2021-22 માટે રાજ્ય સરકાર (State Government) દ્વારા ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડ મારફત લઘુતમ ટેકાના ભાવે મગફળી, ડાંગર, મકાઇ અને બાજરીની ખરીદી કરવામાં આવશે. આ માટેની નોંધણી પ્રક્રિયા 1 ઓક્ટોબર 2021ના દિવસથી શરૂ થશે.

 

આ અંગે ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડની યાદીમાં જણાવ્યા અનુસાર લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો દ્વારા ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તથા તાલુકા કક્ષાએ APMC ખાતે ઓનલાઈન નોંધણી કરાવી શકાશે. જે અંતર્ગત મગફળીની ખરીદી માટે 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી જ્યારે ડાંગર, મકાઈ અને બાજરી માટે 1 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધી નોંધણી કરાવી શકાશે.

Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ

 

નોંધણી કરાવવા માટે જરૂરી પુરાવા તરીકે આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો 7-12, 8-અની નકલ, ગામ નમૂના-12માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગતમાં બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.

 

ઉલ્લેખનીય છે કે મગફળી, ડાંગર, મકાઈ તથા બાજરી પકવતા ખેડૂતોએ લઘુતમ ટેકાના ભાવે પાકના વેચાણ માટે ઓનલાઈન નોંધણી ફરજિયાત હોઈ, આ માટે સંબંધિત ગ્રામપંચાયત અને તાલુકા કક્ષાએ APMCનો સંપર્ક કરી નોંધણી કરાવવા જણાવાયુ છે. નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો નિગમના હેલ્પલાઇન નંબર 851171718, અથવા 8511171719 ઉપર સંપર્ક કરવા ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડના મેનેજરની યાદીમાં જણાવ્યુ છે.

 

આ પણ વાંચો : SRH vs CSK, LIVE SCORE, IPL 2021 : ચોથી ઓવરમાં જ હૈદરાબાદને ઝટકો મળ્યો, જેસન રોય પેવેલિયન પરત ફર્યો

 

આ પણ વાંચો :ભારતીય અર્થતંત્રને લઈને મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમે આપ્યું નિવેદન, કહ્યું ‘આ નાણાકીય વર્ષમાં ગ્રોથરેટ રહેશે 10 ટકા’

Next Article