ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ કરે છે કુદરતી ખેતી, પહેલા વર્ષ મળી અસફળતા બાદ જાણો શું થયું

|

Apr 14, 2022 | 7:08 AM

Natural Farming Experience: યુનોનો એક રિપોર્ટ આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો યુરિયા, ડીએપીને આગામી 50 વર્ષ સુધી પૃથ્વીમાં આ રીતે નાખવામાં આવશે તો પૃથ્વી કંઈ પણ ઉત્પન્ન કરી શકશે નહીં.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ કરે છે કુદરતી ખેતી, પહેલા વર્ષ મળી અસફળતા બાદ જાણો શું થયું
Gujarat Governor Acharya Devvrat (MP Government)

Follow us on

કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહી છે. રાજ્ય સરકારોએ પણ પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. જે અંતર્ગત બુધવારે મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં ઝીરો બજેટ કુદરતી ખેતી પદ્ધતિ અંગે રાજ્ય સ્તરીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, મધ્ય પ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કોન્ફરન્સમાં કુદરતી ખેતી સંબંધિત તેમના અનુભવો શેર કર્યા હતા.

તેમણે કહ્યું કે છેલ્લા 30-40 વર્ષથી કેન્દ્ર અને રાજ્ય સરકારો કુદરતી ખેતી (Natural Farming) પર મોટી ગ્રાન્ટ આપે છે અને તેને પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે તે મુજબ તેમણે કુદરતી ખેતી પણ અપનાવી અને કુદરતી ખેતી કરી છે.

પહેલા વર્ષે 5 એકરમાં કંઈ જ ન થયું, પછી આવી સફળતા મળી

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ સિસ્ટમ પર રાજ્ય કક્ષાની કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં ઘણા ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે, ભારતના વિવિધ ભાગોમાં પણ સજીવ ખેતી કરવામાં આવી રહી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે સરકારની ગ્રાન્ટને જોતા તેમણે 5 એકરમાં ઓર્ગેનિક ખેતી પણ કરી હતી. તેમણે કહ્યું કે તેઓ જાણતા હતા કે જો તેઓ કુદરતી ખેતી કરશે તો તેમને એક-બે વર્ષ સુધી મુશ્કેલીનો સામનો કરવો પડશે, આમ પ્રથમ વર્ષમાં કંઈ જ ઉત્પાદન થયું નહી. તેમણે વધુમાં કહ્યું કે આ પછી બીજા વર્ષે પણ તેમણે ઓર્ગેનિક ખેતી કરી તો 50 ટકા ઉત્પાદન મેળવ્યું. જ્યારે ત્રીજા વર્ષે કુદરતી ખેતીએ 80 ટકા ઉત્પાદન આપ્યું હતું.

જો તમે આ રીતે યુરિયા ઉમેરતા રહેશો, તો આવનારા 50 વર્ષમાં પૃથ્વી કંઈપણ ઉત્પન્ન કરી શકશે નહીં

ગુજરાતના રાજ્યપાલે પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે કુદરતી ખેતી વખતે જો તમે નિયમોનો ભંગ કરશો તો તમને કશું મળશે નહીં અને જો તમે પૂરા સમર્પણથી કરશો તો ચોક્કસ મળશે. તેમણે કહ્યું કે યુનોનો એક રિપોર્ટ આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો યુરિયા, ડીએપીને આગામી 50 વર્ષ સુધી પૃથ્વીમાં આ રીતે નાખવામાં આવશે તો પૃથ્વી કંઈપણ ઉત્પન્ન કરી શકશે નહીં.

તેમણે કહ્યું કે વિજ્ઞાનની ભાષામાં જે જમીનમાં ઓર્ગેનિક કાર્બન 3456 છે. તે લગભગ બંજર બની ગઈ છે. જો તમે સમગ્ર ભારતની જમીનના ઓર્ગેનિક કાર્બન પર નજર નાખો તો તે 0.5 પર આવી ગયો છે. તેમણે કહ્યું કે હવે જો તેમાં વધુ યુરિયા નાખવામાં આવશે તો જમીન વધુ નબળી બનશે. જેમાં ખેડૂતનો ખર્ચ વધશે અને ઉત્પાદન ઘટશે.

શિવરાજ સિંહ ચૌહાણ પણ 5 એકરમાં કુદરતી ખેતી કરશે

રાજ્ય સ્તરીય સંમેલનને સંબોધતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે તેઓ પોતે પણ હવે કુદરતી ખેતી કરવાની પ્રતિજ્ઞા લે છે. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે તેઓ પોતે 5 એકર જમીનમાં કુદરતી ખેતી કરશે. ખેડૂતોને સંબોધતા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે ‘મારે અમારા તમામ ખેડૂત સાથીઓને કહેવું છે કે જો તમારી પાસે 2 એકર જમીન છે તો અડધા એકરમાં કુદરતી ખેતી કરો. બીજી તરફ 5 એકર જમીન હોય તો એક એકરમાં કુદરતી ખેતી કરો.’

આ પણ વાંચો: માલની નિકાસથી કેટલુ અલગ છે સર્વિસ એક્સપોર્ટ, જેમાં ભારતે હાંસલ કર્યું  250 અબજ ડોલરનું લક્ષ્ય

આ પણ વાંચો: COVID-19 XE Variant : કોરોનાના XE વેરિઅન્ટે ચીનમાં મચાવ્યો હાહાકાર, લોકડાઉનથી લોકોની હાલત કફોડી, એક ટંક ખાવાના પણ સાસા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article