Fertilizer Subsidy: ખેડૂતોને રાહત આપવા ખાતર સબસિડીમાં સુધારો કરવાની તૈયારીમાં સરકાર

|

Apr 20, 2022 | 8:52 AM

ખાતર વિભાગ વતી, આ રજૂઆત કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ (Agriculture And Farmer welfare Department) દ્વારા આયોજિત ખરીફ ઝુંબેશ 2022-23 માટે કૃષિ પરની રાષ્ટ્રીય પરિષદ દરમિયાન આપવામાં આવી છે.

Fertilizer Subsidy: ખેડૂતોને રાહત આપવા ખાતર સબસિડીમાં સુધારો કરવાની તૈયારીમાં સરકાર
Fertilizer Subsidy (File Photo)

Follow us on

ખાતર(Fertilizer)ના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન, કેન્દ્ર સરકાર આ અંગે એક્શન મોડમાં આવી છે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર ખરીફ સિઝનમાં ખેડૂતોને રાહત આપવા ખાતર સબસિડી (Fertilizer Subsidy)માં સુધારો કરવાની તૈયારી કરી રહી છે. આ અંગે મંગળવારે ફર્ટિલાઈઝર ડિપાર્ટમેન્ટ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જેમાં આ માહિતી આપવામાં આવી છે. ફર્ટિલાઈઝર ડિપાર્ટમેન્ટ વતી, આ રજૂઆત કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ (Agriculture And Farmer welfare Department)દ્વારા આયોજિત ખરીફ ઝુંબેશ 2022-23 માટે કૃષિ પરની રાષ્ટ્રીય પરિષદ દરમિયાન આપવામાં આવી છે. આ સંમેલનમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર હતા. આ દરમિયાન ફર્ટિલાઈઝર ડિપાર્ટમેન્ટે ખાતર સબસિડી અંગેના સુધારા અંગે માહિતી આપી છે.

કેબિનેટની મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ

અંગ્રેજી અખબાર મિન્ટના અહેવાલ અનુસાર, ફર્ટિલાઈઝર ડિપાર્ટમેન્ટ પ્રેઝન્ટેશનમાં જણાવ્યું હતું કે જાન્યુઆરી 2021થી ખાતર અને કાચા માલની આંતરરાષ્ટ્રીય કિંમતો સતત વધી રહી છે. ઉપરાંત, પ્રેઝન્ટેશનમાં જણાવ્યું હતું કે આંતર-મંત્રાલય સમિતિએ ખરીફ 2022 માટે નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ અને સલ્ફર માટે પોષક તત્ત્વો આધારિત સબસિડીના દરોમાં સુધારો કરવાની ભલામણ કરી છે, જે ફક્ત આ સમય માટે જ હશે. અને આ સબસિડી તેના આધારે નક્કી કરવામાં આવશે. માર્ચ 2022 માં ખાતરની સરેરાશ આંતરરાષ્ટ્રીય કિંમતોના આધારે નક્કી થશે. મિન્ટના અહેવાલ મુજબ, પ્રેઝન્ટેશનમાં કહેવામાં આવ્યું છે કે ખરીફ 2022 માટે પોષક તત્વ આધારિત સબસિડી દરો પર કેબિનેટની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.

એપ્રિલમાં DAPની કિંમતમાં થયો રૂપિયા 150નો વધારો

ભારતની અગ્રણી સહકારી સંસ્થા ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ ઈફ્કો (IFFCO) એ 1 એપ્રિલના રોજ ખાતરના ભાવમાં વધારો કર્યો હતો. જે અંતર્ગત ઇફ્કોએ ડાય એમોનિયમ ફોસ્ફેટ (DAP) અને એનપીકેના ભાવમાં વધારો કર્યો હતો. જેમાં ઇફ્કોએ ડીએપીના ભાવમાં રૂ. 150નો વધારો કર્યો હતો.
આ પહેલા પણ ઈફ્કો સહિત અન્ય ખાતર કંપનીઓએ ખાતરના ભાવમાં વધારો કર્યો હતો. આવી સ્થિતિમાં ખેતી ખર્ચમાં વધારો થતા ખેડૂતો ચિંતિત છે. હકીકતમાં હવે ખરીફ સિઝન નજીક છે, આવી સ્થિતિમાં ખાતરના વધેલા ભાવ ખેડૂતોનું ગણિત બગાડી શકે છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

યુદ્ધને કારણે વૈશ્વિક ખાતરના ભાવ વધે છે

ભૂતકાળમાં ખાતરની કિંમતમાં વધારો થવા પાછળનું કારણ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ગણાવવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં રશિયામાંથી ખાતરનો કાચો માલ મોટા પ્રમાણમાં આવે છે, આવી સ્થિતિમાં યુદ્ધને જોતા અમેરિકાએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા છે, તો તેની સમગ્ર સપ્લાય ચેઈનને અસર થઈ છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ખાતરના ભાવમાં વધારો થયો છે.

આ પણ વાંચો: Agriculture Drone : ખેતીમાં ડ્રોનના ઉપયોગને લીલી ઝંડી, હવે CHCમાં અન્ય કૃષિ સાધનો સાથે જોડાશે

આ પણ વાંચો: Russia Ukraine War: અવળચંડાઈ બાદ હવે પુતિન યુદ્ધ ખતમ કરવાની ફિરાકમાં, રશિયાએ યુક્રેનની સેનાને આપી છેલ્લી ચેતવણી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 8:37 am, Wed, 20 April 22

Next Article