વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ચાર લાખ સ્વ-સહાય જૂથોને રૂ. 1,625 કરોડની સહાય અને પીએમ ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ (PMFME) હેઠળ 7,500 સ્વ-સહાય જૂથોને રૂ. 25 કરોડની સહાયની રકમ આપવામાં આવી હતી. PMFME ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયની એક યોજના છે. તેવી જ રીતે, પ્રધાનમંત્રીએ મિશન હેઠળ આવતા 75 FPOs (ખેડૂત ઉત્પાદક સંગઠનો) ને 4.13 કરોડની રકમ આપી.
પીએમ મોદી ‘આત્મનિર્ભર નારી-શક્તિ સે સંવાદ’ નામથી આયોજિત કાર્યક્રમમાં દીનદયાલ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સાથે સંકળાયેલ મહિલા સ્વ-સહાય જૂથોની મહિલા સભ્યો સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન, તેમણે કહ્યું કે છેલ્લા સાત વર્ષમાં, સ્વ-સહાય જૂથોમાં ત્રણ ગણાથી વધુનો વધારો થયો છે અને આ સમય દરમિયાન તેઓએ લોનની રકમ ચૂકવવામાં અભૂતપૂર્વ કામગીરી કરી છે, જેના કારણે ખરાબ લોનની ટકાવારી આજે 9% થી ઘટી 2.5% પર આવી છે.
દેશમાં 70 લાખ સ્વ -સહાય જૂથો છે
પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે દેશભરમાં આશરે 70 લાખ સ્વનિર્ભર જૂથો છે, જેની સાથે લગભગ આઠ કરોડ બહેનો જોડાયેલી છે. તેમણે કહ્યું કે છેલ્લા છ-સાત વર્ષ દરમિયાન, સ્વ-સહાય જૂથમાં ત્રણ ગણાથી વધુનો વધારો થયો છે અને ત્રણ ગણી બહેનોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સ્વયં સહાય જૂથો અને દીનદયાલ અંત્યોદય યોજના ગ્રામીણ ભારતમાં નવી ક્રાંતિ લાવી રહી છે અને સ્વ -સહાય જૂથોની મહિલા સભ્યો દ્વારા આ શક્ય બન્યું છે.
વડાપ્રધાને કહ્યું કે છેલ્લા સાત વર્ષમાં સ્વ-સહાય જૂથોએ લોનની ચુકવણીમાં ખૂબ સારું કામ કર્યું છે. તેમણે કહ્યું, ‘એક સમય હતો જ્યારે આ લોનમાંથી નવ ટકા ખરાબ લોન હતી. રકમ પાછી આપી શકાતી ન હતી. હવે તે 2.5% સુધી આવી ગઈ છે.’ સ્વ-સહાય જૂથોને હવે 20 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. “પહેલા આ રકમ 10 લાખ રૂપિયા હતી જે હવે બમણી કરી દેવામાં આવી છે.”
આત્મનિર્ભર ભારત અભિયાનમાં નારી શક્તિ આપી રહી છે નવી તાકાત
તેમણે કહ્યું કે આજે દેશની આત્મનિર્ભર મહિલા શક્તિ આત્મનિર્ભર ભારત અભિયાનને નવી તાકાત આપી રહી છે અને તેમને આમાંથી પ્રેરણા પણ મળી રહી છે. મહિલાઓની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, ‘સંવાદ દરમિયાન હું તેમનો આત્મવિશ્વાસ અનુભવી રહ્યો હતો. તેમની પાસે આગળ વધવાનો અને કંઈક કરવાની ઉત્સાહ છે જે આપણા બધા માટે પ્રેરણાદાયી છે. આ આપણને દેશમાં ચાલી રહેલી મહિલા શક્તિના મજબૂત આંદોલનની ઝલક આપે છે.
આ પણ વાંચો : Tulsi Farming : તુલસીની ખેતીમાં નજીવું રોકાણ કરવાથી થશે મબલક કમાણી
આ પણ વાંચો : ડીઝલ ખર્ચ અને વીજળીના બિલમાંથી છુટકારો મેળવો, સિંચાઈ માટે સોલર પંપ લગાવો, સરકાર આપી રહી છે પૈસા