Gopal Ratna Award : પશુપાલકોને મળી શકે છે 2 થી 5 લાખ રૂપિયાનો પુરસ્કાર, આ રીતે કરો અરજી

|

Sep 15, 2021 | 5:22 PM

ગૌરત્ન પુરસ્કાર યોજના હેઠળ પશુપાલન અને ડેરી માટે ત્રણ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવશે. પ્રથમ ઇનામ તરીકે પાંચ લાખ રૂપિયા, બીજા ઇનામ માટે ત્રણ લાખ રૂપિયા અને ત્રીજા સ્થાને બે લાખ રૂપિયા આપવામાં આવશે.

Gopal Ratna Award : પશુપાલકોને મળી શકે છે 2 થી 5 લાખ રૂપિયાનો પુરસ્કાર, આ રીતે કરો અરજી
Gopal Ratna Award

Follow us on

ખેડૂતોને (Farmers) વધુને વધુ પશુપાલન ક્ષેત્ર સાથે જોડવા માટે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય ગોકુલ મિશન યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ ગોપાલ રત્ન એવોર્ડ (Gopal Ratna Award) આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે, 15 સપ્ટેમ્બર અરજી કરવાનો છેલ્લો દિવસ છે. આ એવોર્ડ ત્રણ કેટેગરીમાં આપવામાં આવશે. આ યોજના હેઠળ પ્રથમ ઇનામ તરીકે પાંચ લાખ રૂપિયા, બીજા ઇનામ તરીકે ત્રણ લાખ રૂપિયા અને ત્રીજા સ્થાને બે લાખ રૂપિયા આપવામાં આવશે. જો તમે હજી સુધી અરજી કરી નથી, તો તરત જ અરજી કરો, અમે તમને અરજી કેવી રીતે કરવી તે વિશે માહિતી આપી રહ્યા છીએ.

આ એવોર્ડ કોને મળી શકે છે ?

ગોપાલ રત્ન એવોર્ડ પશુપાલકોને આપવામાં આવશે. સાથે જ શ્રેષ્ઠ કૃત્રિમ ગર્ભાધાન ટેકનિશિયનને પણ એવોર્ડ મળી શકે છે. સહકારી અને દૂધ ઉત્પાદક કંપનીઓ દ્વારા પ્રમાણિત ગાયોની 50 જાતિઓ અથવા 17 સ્વદેશી પ્રમાણિત જાતિઓમાંથી કોઈ એકનો ઉછેર કરનારા પશુપાલક એવોર્ડ મેળવવા માટે પાત્ર બનશે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

રાજ્ય પશુધન વિકાસ બોર્ડ, દૂધ મંડળો, એનજીઓ અને ખાનગી ક્ષેત્રના કૃત્રિમ ગર્ભાધાન ટેકનિશિયન આ પુરસ્કાર મેળવવા માટે પાત્ર રહેશે. આ સાથે, દૂધ ઉત્પાદનના ક્ષેત્રમાં 50 ખેડૂત સભ્યો અને પ્રતિદિન 100 લિટર દૂધ ઉત્પન્ન કરતી સહકારી મંડળીઓ, MPCs, FPOs અને દૂધ ઉત્પાદક કંપનીઓ કે જે સહકારી અને કંપની કાયદા હેઠળ ગ્રામ્ય સ્તરે સ્થાપિત છે તે આ પુરસ્કાર મેળવી શકે છે.

ત્રણ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવશે

ગૌરત્ન પુરસ્કાર યોજના હેઠળ પશુપાલન અને ડેરી માટે ત્રણ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવશે. આ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. શ્રેષ્ઠ પશુપાલક જે સ્વદેશી ગાયોનું પાલન કરે છે, કૃત્રિમ ગર્ભાધાન ટેકનિશિયન (AI), ડેરી સહકારી અથવા દૂધ ઉત્પાદક કંપની અથવા ડેરી ખેડૂત ઉત્પાદક સંસ્થા આ માટે અરજી કરી શકે છે. પ્રથમ ઇનામ તરીકે પાંચ લાખ રૂપિયા, બીજા ઇનામ માટે ત્રણ લાખ રૂપિયા અને ત્રીજા સ્થાને બે લાખ રૂપિયા આપવામાં આવશે.

આ રીતે અરજી કરો

ગોપાલ રત્ન એવોર્ડ યોજના માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. દેશના ખેડૂતો 15 સપ્ટેમ્બર સુધી આ એવોર્ડનો લાભ મેળવવા માટે અરજી કરી શકે છે. કોઈ પણ ખેડૂત, AI ટેકનિશિયન જે આ માટે લાયક છે તે ઓનલાઇન અરજી કરી શકે છે. કેન્દ્રીય પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા યોજના માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ખેડૂતો આ લિંક www.dahd.nic.in પર જઈને અરજી કરી શકે છે. આ સિવાય મંત્રાલયના ટોલ ફ્રી નંબર 011-23383479 પર ફોન કરીને માહિતી મેળવી શકાય છે.

આ પણ વાંચો : અહીં શરૂ થશે પહેલી ખાનગી APMC, 600 ખેડૂતોનું જૂથ કરશે તેનું સંચાલન

આ પણ વાંચો : અહીં રીંગણના છોડમાંથી ઉગાડવામાં આવે છે ટામેટા ! જાણો કેવી રીતે ?

Next Article