ખેડૂતો માટે ખુશખબર, આ વખતે ચોમાસુ સામાન્ય રહેવાનું અનુમાન, ખરીફ પાકનું થશે બમ્પર ઉત્પાદન

|

Apr 13, 2022 | 6:54 AM

Monsoon 2022: જૂનના પ્રથમ સપ્તાહમાં ભારતમાં ચોમાસું પ્રવેશે છે, ત્યારબાદ ખેડૂતો મુખ્યત્વે ખરીફ પાકો(Kharif Crops)માં ડાંગરની ખેતી કરે છે. ભારતની ખાનગી હવામાન આગાહી એજન્સીએ વર્ષ 2022 માટે ચોમાસાની આગાહી જાહેર કરી છે.

ખેડૂતો માટે ખુશખબર, આ વખતે ચોમાસુ સામાન્ય રહેવાનું અનુમાન, ખરીફ પાકનું થશે બમ્પર ઉત્પાદન
Farmers - File Photo

Follow us on

ભારતીય ખેતી ચોમાસા (Monsoon 2022) પર આધારિત છે. જે વર્ષે સારો વરસાદ થાય છે, ત્યાં બમ્પર ઉપજ થાય છે અને ખેડૂતોને ફાયદો થાય છે. જૂનના પ્રથમ સપ્તાહમાં ભારતમાં ચોમાસું પ્રવેશે છે, ત્યારબાદ ખેડૂતો મુખ્યત્વે ખરીફ પાકો (Kharif Crops)માં ડાંગરની ખેતી કરે છે. ભારતની ખાનગી હવામાન આગાહી એજન્સી સ્કાયમેટે વર્ષ 2022 માટે ચોમાસાની આગાહી જાહેર કરી છે. આગાહીમાં એવી ધારણા છે કે વર્ષ 2022નું ચોમાસું લંબાશે. તેમજ આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે અને 98 ટકા વરસાદ પડશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. જોકે, આ માર્જિનમાં પાંચ ટકાનો તફાવત હોઈ શકે છે.

સ્કાયમેટે અનુમાન લગાવ્યું છે કે જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિનાના લાંબા સમયગાળા દરમિયાન 880.6 મીમી વરસાદ પડશે. 21 ફેબ્રુઆરી, 2022ના રોજ બહાર પાડવામાં આવેલી તેની અગાઉની પ્રાથમિક આગાહીમાં, સ્કાયમેટે (Skymet)2022નું ચોમાસું ‘સામાન્ય’ રહેવાનો અંદાજ મૂક્યો હતો અને હજુ પણ તેને સામાન્ય તરીકે જાળવી રહ્યું છે.

એવું પણ કહેવામાં આવ્યું છે કે આ વખતે સામાન્ય વરસાદનો પ્રસાર એલપીએના 96-104% છે. સ્કાયમેટે આ વખતે અલ નીઓની ઘટનાને નકારી કાઢી છે કારણ કે શિયાળામાં લા નિના નબળો પડી ગયો હતો, પરંતુ ટ્રેડ વિન્ડ મજબૂત થવાને કારણે તેની વાપસી પણ બંધ થઈ ગઈ છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ રાજ્યોમાં વરસાદ ઘટી શકે છે

સ્કાયમેટનું અનુમાન છે કે રાજસ્થાન અને ગુજરાતની સાથે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના પૂર્વોત્તર પ્રદેશમાં સમગ્ર સિઝનમાં વરસાદ ઓછો પડી શકે છે. મતલબ કે આ રાજ્યોમાં ચોમાસાનો વરસાદ ઓછો થઈ શકે છે. આ ઉપરાંત, કેરળ અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં જુલાઈ અને ઓગસ્ટના મુખ્ય ચોમાસાના મહિનામાં ઓછો વરસાદ પડશે.

બીજી તરફ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના વરસાદ આધારિત વિસ્તારો, ઉત્તર ભારતના કૃષિ ક્ષેત્રો, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. ચોમાસાની સિઝનનો પ્રથમ અર્ધ ઉત્તરાર્ધ કરતાં સારો રહેવાની ધારણા છે. જૂનમાં ચોમાસાની શરૂઆત સારી થવાની ધારણા છે.

ખરીફ પાકમાં બમ્પર ઉપજ મળશે

દેશમાં સમયસર ચોમાસું શરૂ થવાના સમાચાર ખેડૂતોને ખુશ કરી દે તેવા છે, કારણ કે સમયસર વરસાદને કારણે ખેડૂતો ખરીફ સિઝનની ખેતી સારી રીતે અને સમયસર કરી શકે છે. સ્કાયમેટના જણાવ્યા અનુસાર જૂન મહિનામાં ચોમાસું દસ્તક આપશે, જે સપ્ટેમ્બર સુધી ચાર મહિના સુધી ચાલશે. આ વર્ષે પણ ડાંગર અને મકાઈ સહિતના ખરીફ પાકોનું બમ્પર ઉત્પાદન થવાની ધારણા છે.

આ પણ વાંચો: જલિયાંવાલા બાગ હત્યાકાંડ: અત્યાચારી જનરલ ડાયરના અંધાધૂધ ગોળીબારમાં સેંકડો ભારતીયો શહીદ,દેશ ક્યારેય નહીં ભૂલી શકે આ શહાદતને

આ પણ વાંચો: Mumbai: માલવાણીમાં મસ્જિદની સામે લાઉડસ્પીકર વગાડવાના મામલે કાર્યવાહી, ભાજપ નેતા આશિષ શેલારના ભાઈ સામે નોંધાયો કેસ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article