ખેડૂતો માટે ખુશખબર: કૃષિ મંત્રાલય લાવી રહ્યું છે નવી યોજના, 2500 કરોડ ખર્ચ કરશે સરકાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ગત વર્ષ ડિસેમ્બરમાં ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી (Natural farming)પર રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે ખાતર અને જંતુનાશક આધારિત ખેતીના વિકલ્પો શોધવાની જરૂર છે.

ખેડૂતો માટે ખુશખબર: કૃષિ મંત્રાલય લાવી રહ્યું છે નવી યોજના, 2500 કરોડ ખર્ચ કરશે સરકાર
Farmers (File photo)
| Edited By: | Updated on: Mar 09, 2022 | 1:16 PM

કુદરતી ખેતી કરતા ખેડૂતો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. દેશમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે કૃષિ મંત્રાલય (Agriculture Ministry)નવી કેન્દ્રીય યોજના સાથે તૈયાર છે. આ માહિતી આપતાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ યોજના પર અંદાજિત 2,500 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. અધિકારીએ કહ્યું કે આ પ્રસ્તાવિત નવી યોજના ટૂંક સમયમાં કેબિનેટની મંજૂરી માટે મૂકવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ગત વર્ષ ડિસેમ્બરમાં ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી (Natural farming)પર રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે ખાતર અને જંતુનાશક આધારિત ખેતીના વિકલ્પો શોધવાની જરૂર છે. જેના થોડા મહિના પછી આ નવી યોજના બનાવવામાં આવી છે.

કોઈ ‘આડઅસર’ નથી

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કુદરતી ખેતી વધુ સારા ઉત્પાદનો લાવી શકે છે જેની કોઈ ‘આડઅસર’ નથી. અધિકારીએ જણાવ્યું કે, “હિતધારકો સાથે અનેક રાઉન્ડની વાટાઘાટો બાદ, કુદરતી ખેતી અંગેનો ડ્રાફ્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ખેતીની પ્રવર્તમાન પ્રણાલીમાં ખલેલ પહોંચાડ્યા વિના કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવાનો છે.”

સામાન્ય બજેટ 2022 માં વિશેષ દરખાસ્ત

અધિકારીએ કહ્યું કે પ્રસ્તાવિત યોજના હેઠળ કુદરતી ખેતી કરતા ખેડૂતોને તેમના ઉત્પાદનોના માર્કેટિંગ માટે સમર્થન આપવામાં આવશે. આ સિવાય તેમને વિસ્તૃત સેવાઓ પણ પૂરી પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય બજેટ 2022માં સરકારે દેશભરમાં રાસાયણિક મુક્ત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી હતી. તેની શરૂઆત ગંગા નદીના કિનારે ખેતરોના પાંચ કિલોમીટરના કોરિડોરથી થવાની હતી.

સરકારી સંશોધન સંસ્થા NITI આયોગ અનુસાર, કુદરતી ખેતી એ રાસાયણિક મુક્ત પરંપરાગત ખેતી પદ્ધતિ છે. ભારતમાં પ્રાકૃતિક ખેતીને કેન્દ્રિય પ્રાયોજિત યોજના પરંપરાગત કૃષિ વિકાસ યોજના (PKVY) હેઠળ નેચરલ ફાર્મિંગ સિસ્ટમ પ્રોગ્રામ (BPKP) દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે.

આ પણ વાંચો: Saffron Farming: લાલ સોનું કહેવાય છે આ પાક, એકવાર તૈયાર થઈ જાય પછી નફો જ નફો!

આ પણ વાંચો: Success Story: રાસાયણિક ખેતી છોડી શરૂ કરી જૈવિક ખેતી, બાદ ચમકી ગયુ ખેડૂતનુ નસીબ

આ પણ વાંચો: Assembly Election Results 2022 LIVE Streaming: યુપી, ગોવા, ઉત્તરાખંડ, પંજાબ અને મણિપુર… કોની સરકાર બનશે ? TV9 પર જુઓ મતગણતરી લાઈવ

 

Published On - 1:01 pm, Wed, 9 March 22