ખેડૂતો માટે ખુશખબર, આજે જમા થયો પીએમ કિસાન યોજનાનો 15મો હપ્તો, ફટાફટ આ રીતે કરી લો ચેક

|

Nov 15, 2023 | 5:27 PM

આજે દેશના 8 કરોડ ખેડૂતો માટે ખુશીના સમાચારનો દિવસ છે. તહેવારના સમયે ખેડૂતોના બેન્ક ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમનો 15મો હપ્તો જમા થઈ ગયો છે. વડાપ્રધાન મોદીએ 15 નવેમ્બર 2023ના રોજ ઝારખંડ પ્રવાસ પર હતા, ત્યારે તેમને કિસાન સન્માન નિધિનો આ હપ્તો રિલિઝ કર્યો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ દેશના 8 કરોડથી વધારે […]

ખેડૂતો માટે ખુશખબર, આજે જમા થયો પીએમ કિસાન યોજનાનો 15મો હપ્તો, ફટાફટ આ રીતે કરી લો ચેક
15th installment of PM Kisan Yojana

Follow us on

આજે દેશના 8 કરોડ ખેડૂતો માટે ખુશીના સમાચારનો દિવસ છે. તહેવારના સમયે ખેડૂતોના બેન્ક ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમનો 15મો હપ્તો જમા થઈ ગયો છે. વડાપ્રધાન મોદીએ 15 નવેમ્બર 2023ના રોજ ઝારખંડ પ્રવાસ પર હતા, ત્યારે તેમને કિસાન સન્માન નિધિનો આ હપ્તો રિલિઝ કર્યો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ દેશના 8 કરોડથી વધારે ખેડૂતોને વર્ષે 6000 રૂપિયાની સહાયતા રકમ આપવામાં આવે છે.

સરકાર દરેક નાણાકીય વર્ષમાં આ 2000 રૂપિયાના 3 હપ્તા રિલિઝ કરે છે. આ યોજનાની શરૂઆત બાદ હવે તેનો 15મો હપ્તો રિલિઝ કરવામાં આવ્યો છે. આ સ્કીમ પર સરકાર 18000 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કર્યા છે. જ્યારે આ સ્કીમ હેઠળ સરકાર અત્યાર સુધી કુલ 2.62 લાખ કરોડ રૂપિયાથી વધુ ખેડૂતોને વહેંચી ચૂકી છે.

કેવી રીતે ચેક કરશો પૈસા જમા થયા કે નહીં?

પીએમ-કિસાનની વેબસાઈટ મુજબ તેનો લાભ ઉઠાવનારા ખેડૂતોને ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે. પીએમ-કિસાન પોર્ટલ પર મોબાઈલ નંબર અને ઓટીપીની મદદથી તરત જ ઈ-કેવાયસી કરાવવામાં આવી શકે છે. ત્યારે ખેડૂત તેમના નજીકના સીએસસી સેન્ટર પર પણ બાયોમેટ્રિક બેસ્ડ ઈ-કેવાયસી કરાવી શકે છે.

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ

આ રીતે ચેક કરો સ્ટેટસ?

  1. પીએમ કિસાનના પોર્ટલ પર ‘https://pmkisan.gov.in’ જાવ.
  2. ત્યારબાદ ‘ફાર્મર કોર્નર’ પર જઈને ‘બેનિફિશિયરી સ્ટેટસ’ પર ક્લિક કરો.
  3. ત્યાં તમારે પોતાનો આધાર નંબર, એકાઉન્ટ નંબર અથવા મોબાઈલ નંબર નાખવો પડશે. ત્યારબાદ એક કેપ્ચા કોડ આવશે તે એડ કરવાનો રહેશે.
  4. ત્યારબાદ તમારે ‘ગેટ સ્ટેટસ’ પર ક્લિક કરવું પડશે.
  5. ત્યારબાદ તમને તમે જાણી શકશો કે તમારા ખાતામાં પીએમ-કિસાનનો હપ્તાના પૈસા જમા થયા છે કે નહીં.

આ પણ વાંચો: પાક અને જમીન માટે સમુદ્રના શેવાળમાંથી બનેલું આ જૈવિક ખાતર છે ફાયદાકારક, ખેડૂતોને મળશે ગુણવત્તાયુક્ત ઉત્પાદન

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article