Gir Somnath : તાલાલા ગીરમાં કેસર કેરીના બગીચામાં મોર ફૂટવાની પ્રક્રિયા મંદ પડી, ઠંડીનો અભાવને કારણે જીવાતનો ઉપદ્રવ વધ્યો

તાજેતરમાં ભરશિયાળામાં પડેલા માવઠાને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. અને, કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. ત્યારે ગુજરાતની કેસર કેરી માટે પ્રખ્યાત તલાલા પંથકમાં કેરીના પાકમાં પણ નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

Gir Somnath : તાલાલા ગીરમાં કેસર કેરીના બગીચામાં મોર ફૂટવાની પ્રક્રિયા મંદ પડી, ઠંડીનો અભાવને કારણે જીવાતનો ઉપદ્રવ વધ્યો
કેરીનો બગીચો (ફાઇલ)
| Edited By: | Updated on: Dec 11, 2021 | 3:44 PM

Gir SOMNATH : કેસર કેરીના ગઢ ગણાતા તાલાલા ગીર પંથકમાં કેસર કેરીના બગીચામાં મોર ફૂટવાની પ્રક્રિયા મંદ પડી છે. ગીર પંથકની કેસર કેરી જે દેશ વિદેશમાં પ્રખ્યાત છે. ત્યારે બજારોમાં માંગ વધી રહી છે. ત્યારે જરૂરી ઠંડીના અભાવે કેરીના બગીચાઓ પર સંકટ ઘેરાયુ છે.

હાલ આ સમયે જરૂરી ઠંડીનો અભાવ અને વરસાદી વાતાવરણ યોગ્ય ન રહેતા અને કમોસમી વરસાદ થતા આંબાવાડીઓમાં મોરફૂટવાની પ્રક્રિયા અટકી પડતા અને જીવાતનો ઉપદ્રવ વધતા કેરીના બગીચાઓ ધરાવતા ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

તાલાલા ગીર પંથકમાં કારતક માસમાં ઠંડીનો અભાવ વચ્ચે વાદળછાયા વાતાવરણથી અસહ્ય ઉકળાટ જોવા મળ્યો છે. ત્યારે આંબાવાડીઓમાં મોર ફૂટવાની પ્રક્રિયા અટકી ગઈ છે અને મગીયા નામની ઇયળ, જીવાત જોવા મળી રહી છે. પાકને બચાવવા માટે ખેડૂતો મસમોટા ખર્ચ કરી અને દવાનો છંટકાવ કરી રહ્યા છે.

આંબાઓમાં નવેમ્બર માસમાં જ જ આવેલી કોળામણ બાદ ભાગમાં કોળામણ જોવા નથી મળતી, તેમાં મોરવા ફ્લાવરીગની પ્રક્રિયા શરૂ થઇ હતી. જોકે માત્ર એક સપ્તાહ ઠંડી જોવા મળી હતી. બાદ વાતાવરણ બગાડયું હતું. અને કમોસમી માવઠાં ભારે પવનના કારણે કેરીનું ફ્લાવરીગ અટકી ગયું હતું. નવેમ્બર-ડિસેમ્બર અને જાન્યુઆરી આમ ત્રણ તબક્કામાં મોર ફૂટતા હોય છે.

કમોસમી વરસાદ(માવઠું) અને ઠંડીની નહિવત અસરે કેરીના પાક બગાડયો

નોંધનીય છેકે તાજેતરમાં ભરશિયાળામાં પડેલા માવઠાને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. અને, કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. ત્યારે ગુજરાતની કેસર કેરી માટે પ્રખ્યાત તલાલા પંથકમાં કેરીના પાકમાં પણ નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. જેથી હાલ ખેડૂતોની સ્થિતિ પડયા પર પાટા સમાન બની ગઇ છે. કેરીમાં મોર ફુટવાની પ્રક્રિયા ધીમી પડશે તો સમયસર પાક ન ઉતરે તેવું ખેડૂતો માની રહ્યાં છે. અને, કેરીની સિઝન મોડી શરૂ થાય તેવા પણ એંધાણ દેખાઇ રહ્યા છે.

આ પણ વાંચો : માતાના નિર્ણયથી દીકરો પહોંચ્યો એકેડમી, દાદાનો ખાસ સહકાર, મુશ્કેલીમાં પિતા બન્યા કોચ, જાણો ભારતની અંડર-19 ટીમના કેપ્ટનની કહાની

આ પણ વાંચો : AHMEDABAD : ”વૈશ્વિક ભાવના સાથે દૂધમાં સાકરની જેમ ભળે છે પાટીદાર સમાજ”, ઉમિયાધામના શિલાન્યાસ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાનનું નિવેદન