કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, સરકારે ખેડૂતો (Farmers) માટે 12-અંકની યુનિક આઈડી બનાવવાનું શરૂ કર્યું છે, જેનો ઉપયોગ વિવિધ યોજનાઓ હેઠળ કૃષિ સંબંધિત તમામ સેવાઓ મેળવવા માટે થઈ શકે છે.
કૃષિ અને ખેડૂત કલ્યાણના અધિક સચિવ વિવેક અગ્રવાલે જણાવ્યું હતું કે દરેક ખેડૂત માટે એક યુનિક ID બનાવવામાં આવી રહી છે, જેના માટે સરકાર PM-Kisan જેવી વિવિધ યોજનાઓમાંથી ડેટા એકત્ર કરીને ડેટાબેઝ બનાવી રહી છે. અગ્રવાલે કહ્યું કે સરકાર ખેડૂતોનું સંયુક્ત ઇન્ટરફેસ બનાવવાની યોજના ધરાવે છે. દાવો કરવામાં આવે છે કે આ ખાસ આઈડીથી ખેડૂતો સરકારી યોજનાઓ અને ધિરાણ સુવિધાઓનો લાભ વધુ સરળતાથી મેળવી શકશે.
આ કેન્દ્ર અને રાજ્ય સરકારોને ખરીદીની કામગીરીના વધુ સારા આયોજનમાં મદદ કરશે. અમે યુનિક ખેડૂત ID બનાવવાનું શરૂ કર્યું છે અને એકવાર 8 કરોડ ખેડૂતોના ડેટાબેઝ સાથે તૈયાર થઈ જશે ત્યારબાદ અમે તેને લોન્ચ કરીશું. અત્યાર સુધી મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને આંધ્ર પ્રદેશ સહિત 11 રાજ્યો માટે ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે. આગામી મહિનાઓમાં તેલંગાણા, કેરળ અને પંજાબ સહિતના બાકીના રાજ્યોને આવરી લેવામાં આવશે.
પીએમ-કિસાન, સોઇલ હેલ્થ કાર્ડ અને પીએમ ફસલ વીમા યોજનામાંથી ડેટાબેઝ બનાવવામાં આવી રહ્યો છે
આ માટે અગ્રવાલે કહ્યું કે હાલની યોજનાઓ જેમ કે પીએમ-કિસાન, સોઇલ હેલ્થ કાર્ડ અને પીએમ ફસલ વીમા યોજનામાંથી ડેટાબેઝ બનાવવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય યોજનાઓમાં તમામ ખેડૂત ડેટા રાજ્ય સરકારો પાસે ઉપલબ્ધ જમીન રેકોર્ડ વિગતો સાથે જોડવામાં આવશે.
10 ખાનગી કંપનીઓ સાથે કરાર
આ મહિનાની શરૂઆતમાં મુખ્યમંત્રીઓની કોન્ફરન્સ દરમિયાન ખેડૂતોને આવા આઈડી આપવાની અને ડેટાબેઝ બનાવવાની યોજના અંગે ચર્ચા કરવામાં આવી હતી. 6 સપ્ટેમ્બરે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે તેમના મંત્રાલયે 5.5 કરોડ ખેડૂતોનો ડેટાબેઝ બનાવ્યો છે અને આ ડિસેમ્બર સુધીમાં તેને વધારીને 8 કરોડ કરી દેવામાં આવશે.
તાજેતરમાં ડિજિટલ મિશનના ભાગરૂપે, કૃષિ મંત્રાલયે CISCO, Ninjacart, Jio Platforms, ITC અને NCDEX e-Markets Ltd (NeML) અને Microsoft, Star Agribazaar, Esri India Technologies, પતંજલિ અને એમેઝોન સહિત 10 ખાનગી કંપનીઓ સાથે એમઓયુ કર્યા છે.
આ પણ વાંચો : RAJKOT : હળદરની ખેતી કરીને વાર્ષિક 8 લાખની કમાણી કરે છે આ ખેડૂત
આ પણ વાંચો : PM Kisan: પીએમ કિસાન યોજનાના 10માં હપ્તાને લઈને આવ્યા મોટા સમાચાર, આ મહિને આવી શકે છે પૈસા