Tunnel Farming: ખેડૂતો ખેતીમાં વધુ સારૂ ઉત્પાદન અને નફો મેળવવા અપનાવી શકે છે આ અનોખી પદ્ધતિ

|

Jan 06, 2022 | 12:24 PM

અત્યાર સુધી તમે ઘણા પ્રકારની ખેતી વિશે સાંભળ્યું જ હશે પરંતુ શું તમે ક્યારેય ટનલ ફાર્મિંગ વિશે સાંભળ્યું છે કદાચ નહીં, તો ચાલો આજે અમે તમને તેની ખેતી વિશે જણાવીએ.

Tunnel Farming: ખેડૂતો ખેતીમાં વધુ સારૂ ઉત્પાદન અને નફો મેળવવા અપનાવી શકે છે આ અનોખી પદ્ધતિ
Tunnel Farming (File Photo)

Follow us on

અત્યાર સુધી તમે ઘણા પ્રકારની ખેતી વિશે સાંભળ્યું જ હશે પરંતુ શું તમે ક્યારેય ટનલ ફાર્મિંગ (Tunnel Farming) વિશે સાંભળ્યું છે કદાચ નહીં, તો ચાલો આજે અમે તમને તેની ખેતી વિશે જણાવીએ કારણ કે આવનારો સમય આવી ખેતીની માગ છે. સાથે ખેડૂતોની આવકમાં વધારવા (Increase in income of farmers)માં પણ તે મદદરૂપ છે.

ટનલ ફાર્મિંગ શું છે (What is tunnel farming)

કુદરતી સમય પહેલા કે પછી પાકને સફળતાપૂર્વક ઉગાડવાની અને સારી ઉપજ મેળવવાની ટેક્નોલોજીને ઑફ-સિઝન ફાર્મિંગ કહેવામાં આવે છે. તે વહેલું વાવણી અથવા મોડી વાવણી હોઈ શકે છે. આ સંદર્ભે શિયાળાના તડકામાં પોલીથીન શીટના આચ્છાદન હેઠળ ઉનાળુ શાકભાજી ઉગાડવામાં આવે છે અને વહેલી પાક મેળવવા માટે કૃત્રિમ રીતે ગરમી આપવામાં આવે છે. અને આ ટેક્નોલોજીને ટનલ ફાર્મિંગ કહેવામાં આવે છે.

ઑફ-સિઝન પાકનો અર્થ શું છે (What is meant by off-season crop)

કોઈપણ ફળ અથવા શાકભાજીને તેમના સામાન્ય વૃદ્ધિની મોસમમાં ખેતી અને સફળ ઉપજને ‘ઓફ-સીઝન પાક’ કહેવામાં આવે છે. ટુંકમા કહીએ તો ઉનાળું પાકને શિયાળામાં લેવો તેને ઓફ-સિઝન પાક કહેવાય.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

માટીની પસંદગી (Soil Selection)

સારી વાયુયુક્ત રેતાળ ચીકણી જમીન શાકભાજીની ખેતી માટે શ્રેષ્ઠ છે. જમીનનો pH આશરે 6-7 હોવો જોઈએ અને કાર્બનિક પદાર્થોનું પ્રમાણ 5-10% ની વચ્ચે હોવું જોઈએ.

સાઇટ પસંદગી (Site Selection)

સારી સાઇટની અમુક ખાસિયતો હોય છે જેમ કે તે રસ્તાની નજીક હોય, પાણીની ઉપલબ્ધતા હોય, પ્રાણીઓથી મુક્ત હોય, તેની આસપાસ લઘુત્તમ વૃક્ષો હોય, રાહદારી માર્ગથી થોડે દુર હોય જ્યાંથી તેની જરૂર જણાયે સરળતાથી ધ્યાન રાખી શકાય.

ટનલ સ્ટ્રક્ચર (Tunnel Structure)

આ ખેડૂતના બજેટ પર આધાર રાખે છે. જો કે, U-shaped અને inverted V-shape ટનલ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. તેઓ પવન અને વરસાદથી થતા નુકસાન સામે સારી ટકાવ હોય છે.

આ પણ વાંચો: Kisan Kalyan Yojana: યોજનાને કિસાન સન્માન નિધિ યોજના સાથે કરાઈ મર્જ

આ પણ વાંચો: Viral: સેનાના જવાનની અદ્ભૂત ફિટનેસ પર ફિદા થયા લોકો, યુઝરે લખ્યું મ્હારો દેશ કા ફૌજી છે

Next Article