Success Story: લગ્નની સીઝનમાં ફૂલની કિંમતમાં થયો વધારો, ખેડૂતોએ સારા ભાવની આશા કરી વ્યક્ત

|

Apr 25, 2022 | 9:43 AM

Flower Farming: ખેડૂતો (Farmers) એ પાકની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. હવે મોસમી ફૂલો (Flower)પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને તેઓ તેનાથી વધુ નફો મેળવી રહ્યા છે. ફૂલ ઉત્પાદકોનું કહેવું છે કે છેલ્લા બે વર્ષમાં કોરોનાને કારણે તેમને ઘણું નુકસાન થયું છે.

Success Story: લગ્નની સીઝનમાં ફૂલની કિંમતમાં થયો વધારો, ખેડૂતોએ સારા ભાવની આશા કરી વ્યક્ત
Flower Farming (File Photo)

Follow us on

આ વર્ષે વાતાવરણમાં ફેરફાર, કમોસમી વરસાદના કારણે મુખ્ય પાકોને મોટી અસર થઈ છે. આ ઉપરાંત ખેડૂતોને ઉત્પાદનનો યોગ્ય દર ન મળવાને કારણે કૃષિ વ્યવસાયનું ગણિત બગડી ગયું છે, જેના કારણે ખેડૂતો(Farmers)એ પાકની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. હવે મોસમી ફૂલો(Flower)પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને તેઓ તેનાથી વધુ નફો મેળવી રહ્યા છે. ફૂલ ઉત્પાદકોનું કહેવું છે કે છેલ્લા બે વર્ષમાં કોરોનાને કારણે તેમને ઘણું નુકસાન થયું છે. હવે સરકારે તમામ નિયંત્રણો હટાવી દીધા છે, તેથી આવી સ્થિતિમાં, અમને આશા છે કે અમે આ વર્ષે 2 વર્ષમાં થયેલા નુકસાનની ભરપાઈ કરીશું.

ફૂલ ઉત્પાદકોનું કહેવું છે કે લગ્નની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં ફૂલોની માગ વધી રહી છે અને સાથે જ ફૂલોના ભાવ પણ વધી રહ્યા છે. નાંદેડ જિલ્લા (મહારાષ્ટ્ર)ના એક ખેડૂતે પોતાના એક એકરમાં ફૂલોની ખેતી કરી છે, જેના કારણે તેને સારો નફો મળી રહ્યો છે.

પાલઘરના આદિવાસી ખેડૂતોનું કહેવું છે કે ફૂલો અને ફળોની ખેતીમાં મુખ્ય પાક કરતાં વધુ નફો મળી રહ્યો છે. પાલઘરના રહેવાસી આદિસવી ખેડૂત ભાગીરથીએ જણાવ્યું કે તેણે તેની એક એકર જમીનમાં મોગરાના ફૂલની ખેતી કરી છે, જેને તે બજારમાં રૂ. 800/કિલોના ભાવે વેચે છે. ખેડૂતે જણાવ્યું કે અત્યારે લગ્નની સિઝન છે, તેથી તેને 1500 રૂપિયાથી લઈને 2 હજાર રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે, જેના કારણે તેને સારો નફો થઈ રહ્યો છે.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

કમોસમી વરસાદને કારણે નુકસાન થયું

કમોસમી વરસાદ અને વાતાવરણમાં ફેરફારને કારણે ફૂલ બગીચાને પણ મોટા પાયે નુકસાન થયું હતું. જેના કારણે ફૂલોના ઉત્પાદનમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. ખેડૂતોનું કહેવું છે કે પહેલા કોરોનાને કારણે સહન કરવું પડ્યું હતું અને હવે ક્લાઈમેટ ચેન્જના કારણે થઈ રહ્યું છે.

નાંદેડ જિલ્લાના ખેડૂત પ્રતાપ વાઘમારેએ પોતાની 15 વીઘા જમીનમાં મેરીગોલ્ડના ફૂલો ઉગાડ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે લગ્નની સિઝન છે અને આ સમયે ફૂલોની માગ વધી રહી છે. આવી સ્થિતિમાં, ફૂલોનો સારો દર મળશે અને નફો થશે તેવી અપેક્ષા છે.

બજારની વર્તમાન સ્થિતિ શું છે?

લગ્નના કારણે ફૂલોના ભાવ વધી રહ્યા છે. મેરીગોલ્ડના ફૂલોની કિંમત 30 થી 40 રૂપિયા પ્રતિ કિલો આસપાસ છે જ્યારે ગુલાબનું ફૂલ 10 થી 15 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. ખેડૂત પ્રતાપ વાઘમારે કહે છે કે હવે ભાવમાં સુધારો થઈ રહ્યો છે. સિઝનની શરૂઆતમાં જ 40 રૂપિયા પ્રતિ કિલોથી માગ શરૂ થઈ ગઈ છે. તેમને વિશ્વાસ છે કે ભવિષ્યમાં ભાવ વધુ વધશે.

આ પણ વાંચો: ખેડૂતોના લાભ માટે મોદી સરકાર પાંચ દિવસ સુધી ચલાવશે વિશેષ અભિયાન

આ પણ વાંચો: Tech Tips: હવે WhatsApp સ્ટેટસમાં લગાવી શકાય છે લોકેશન સ્ટિકર, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article