PM Matsya Sampada Yojana: ખેડૂત પોતાના પરિવાર અને દેશના કરોડો પરિવારો માટે દિવસ રાત એક કરી ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, સરસવ અને અનેક જાતના પાકો(Crops)નું ઉત્પાદન કરે છે. તેનાથી આખા દેશની જનતાનું પેટ ભરાય છે. ખેડૂત (Farmer) તડકો, વરસાદ કે ઠંડીની પરવા કર્યા વિના દિવસ રાત મહેનત કરે છે તેમ છતાં તેમને જોઈએ તેટલું વળતર મળતું નથી.
આ બધું હોવા છતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ હજુ કફોળી છે. દેવાનો બોજ તેમના પર અલગથી છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે ખેડૂતોને ખેતી ખર્ચ જેટલો થાય છે તેટલી આવક મળતી નથી. હવે તેમની પાસે આવકનું બીજું કોઈ સાધન નથી, તેથી મજબૂરીમાં તેમને લોન લઈને અન્ય કામ કરવા પડે છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારે ખેડૂતોને ખેતી સિવાય રોજગારીની ઘણી તકો પૂરી પાડી છે. ખેડૂતોની આવક અને રોજગાર વધારવા માટે સરકારની અનેક યોજનાઓ ચાલી રહી છે. ખેડૂતો પણ આ યોજનાઓમાં જોડાઈને તેનો પૂરેપૂરો લાભ લઈ રહ્યા છે. જો તમે પણ ખેડૂત છો તો તમે આ યોજનાઓમાં જોડાઈને સારી આવક મેળવી શકો છો.
આ યોજનાનો લાભ ત્રણ રીતે લઈ શકાય છે
પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PM Matsya Sampada Yojana) હેઠળ ખેડૂતોને તળાવ, હેચરી, ફીડિંગ મશીન, ગુણવત્તા પરીક્ષણ પ્રયોગશાળાઓ આપવામાં આવશે.
આ સાથે માછલીઓ રાખવા અને તેના રક્ષણની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
સંકલિત મત્સ્યોદ્યોગ (Integrated Fishing)
આ વિભાગમાં ખેડૂતોને રિસર્ક્યુલેટરી એક્વાકલ્ચર, બાયોફ્લોક, એક્વાપોનિક્સ, ફિશ ફીડ મશીનો, એરકન્ડિશન્ડ વાહનો અને માછલીઓ રાખવા માટે જગ્યા આપવામાં આવશે.
વિશેષ લાભો
આ વિભાગમાં માછલી ઉછેર, રંગબેરંગી માછલી ઉછેર, પ્રમોશન અને બ્રાન્ડીંગ, માછલી ઉછેર વગેરે કરવામાં આવશે. દેશમાં માછલી ઉછેરને પ્રોત્સાહન આપવા માટે સરકારે આ યોજના (Government scheme) શરૂ કરી છે. તેને બ્લુ રિવોલ્યુશન (Blue Revolution)પણ કહેવામાં આવી રહ્યું છે. માછલીના ખેડૂતો, માછલી વેચનારા, સ્વ-સહાય જૂથો, માછલીના વેપારીઓ અને ખેડૂતો આ યોજનામાં અરજી કરી શકે છે.
આ પણ વાંચો:Cute Baby Reel: સ્વેટર ધોતી આ બાળકીનો ક્યૂટ વીડિયો થયો વાયરલ, લોકોએ કહ્યું ‘વાહ’
આ પણ વાંચો: Viral Video: મરઘાંઓને જોઈ દુરથી ભસી રહ્યો હતો કુતરો, પાસે આવતા જ થઈ ગઈ હવા ટાઈટ